________________
૧૦૮
સ્તુતિચતુર્વિશતિકા [૭ શ્રીસુપાર્શ્વ___“ तथा महामानसी धवलवर्णी सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलकयुतवामહસ્ત રેતિ” અર્થાત ત્યાં કહ્યું છે કે આ દેવીને વર્ણ વેત છે અને એને સિહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને તરવારથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ કુરિડકા અને ફલક (ઢાલ)થી શોભે છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે મહામાનસી દેવીને સિંહનું વાહન છે, તેમજ તે એક હસ્તમાં તરવાર ધારણ કરે છે એ વાતને નિર્વાણ-કલિકા પણ ટેકે આપે છે. પરંતુ તે બીજા હસ્તમાં રત્ન ધારણ કરે છે, એ વાત નિર્વાણ-કલિકામાં નજરે પડતી નથી એ વિશેષતા છે.