________________
જિનાજનુ યઃ ]
स्तुतिचतुर्विंशतिका છે, તેમજ અસુરની વચ્ચે રહેનારી (અર્થાત શત્રુઓ સાથે પણ મિત્રતા રાખનારી) એવી દેવ–પરિષ, જે (પૂજ્યતાની અપેક્ષાએ) પ્રથમ ( છે તેવી) જિન–શ્રેણિને પ્રાપ્ત કરતી હવા તે (જિન-શ્રેણી મારી મતિને વિશેષતઃ વિરતાર કરે.”
અથવા “ અસરના મધ્ય ભાગમાં જનારાઓમાં પ્રથમ એવી જે જિન-એણિ પ્રતિ સુરની સભા જતી હવી તેમજ જેને આશ્રય લેતી હવી, તે પરિમાણ-રહિત તથા રત્નનાં કિરણે વડે ગગનના મધ્ય ભાગને અત્યંત રતતા છે જેમાં એવાં કમલેના જેવું પ્રકાશમય કરનારી જિનએણિ મારી મતિને વિશેષ વિસ્તાર કરે.”—૨૨
સ્પષ્ટીકરણ જિન-એણિ પરવાપરેલાં વિશેષણે સબધી વિચાર–
. (૧) પરિમાણ-રહિત- આ શ્લોકમાં જિન-શ્રેણિને પરિમાણુ-હિત એવા વિશેષણથી વિશિષ્ટ આલેખેલી છે. તેમાં “પરિમાણ-રહિત” એમ કહી અત્યાર સુધીમાં અનંત કાલ-ચઢે વ્યતીત થઈ ગયેલાં હેવાને લીધે અનંત તીર્થંકર (જિનેશ્વરે) થઈ ગયા છે એમ સૂચન કરવામાં આવ્યું છે.
(૨) પ્રથમ-જિનશ્રેણિને પૂજ્યત્વની અપેક્ષાએ તેમજ સાક્ષાત્ ઉપકારક તરીકેની દષ્ટિએ પણ “પ્રથમ” યાને “આઘ” એમ કહી શકાય છે. આ વાત ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મિત્રની રચના ઉપરથી પણ જોઈ શકાય છે.
વળી આ શ્લોકમાં “રત્નનાં કિરણો વડે....આકાશના મધ્યભાગને દેદીપ્યમાન કરનારી એવું જે વિશેષણ દેવ-સભાને લગાડવામાં આવ્યું છે, તે વિશેષણ કિન-શ્રેણિના સંબંધમાં પણ ઘટી શકે છે. કેમકે જ્યારે જિનેશ્વરે એક સ્થલેથી અન્ય સ્થલે વિહાર કરે છે, ત્યારે તેનાં અષ્ટ મહાપ્રાતિહાર્યો પણ આકાશ-મા તેની સાથે ગમન કરે છે. આ પ્રાતિહાર્યોમાંનાં છત્ર, ચામર, સિહાસનાદિ પ્રાતિહાર્યો હીરા, મણિ, માણેક અને રત્નાદિકથી જડિત હોવાને લીધે તેના પ્રકાશથી પણ અગન દેદીપ્યમાન બની રહે છે. જેનેજેમા મહિમા
આ શ્લેકમાં અમર-સભાને “અસુરેના મધ્યમાં રહેનારી” કહીને સમવસરણમાં આવે પેલાનાં જાતિ-વૈરે પણ ભૂલી જાય છે એ વાતનું સૂચન કરવામાં આવ્યું હોય એમ લાગે છે. આ સ્થલે છે પિતાનું જાતિવૈર ભૂલી જાય તેમાં નવાઈ નથી. કેમકે કહ્યું છે કે –
" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं
मार्जारी हंसबालं प्रणयपरिवशात् केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजेयुदृष्ट्वा सौम्यैकरूढं प्रशमितकलुषं योगिनं क्षीणमोहम् ॥"
– સ્ત્રગ્ધરા