________________
૫૪ રસ્તુતિચતુર્વિશતિકા
[શ્રીશંભવઉત્તમ, મધ્યમ કે અધમ એવી જાતિ, લાભ કે ગેરલાભ, નીચ કે ઉસે કુલ, સંપત્તિ કે વિપત્તિ, બલકે નિષ્પરાક્રમ, સુરૂપ કે કુરૂપ, તપશ્ચર્યાને સદ્ભાવ કે અભાવ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ કે વિમુખતા એ બધી બાબતે જ્યારે કર્મ ઉપર આધાર રાખે છે, ત્યારે તે સંબંધમાં નાહક ગર્વ કરી પાપનાં પિટલાં બાંધવાં તે ઈષ્ટ ગણાય ખરું કે? અનુકૂલ સંગે મળવા એ પુણ્યને પ્રભાવ છે અને વિપરીત અવસ્થાને પ્રાપ્ત થવું એ પાપનું ફળ છે, એમ વિચારી દેષરૂપી શાખાએને વિસ્તાર કરનારા અને ગુણરૂપી મૂળીઓને ઉછેદ કરનારા એવા મદરૂપી વૃક્ષને મૃદુતારૂપી નદીના પ્રવાહ વડે જડમૂળથી ઉખેડી નાંખ, એજ શ્રેયસ્કર માર્ગ છે. ઉલટું એમ નહિ લક્ષ્યમાં રાખવાથી તે જેમ (૧) જાતિને મદ કરનારે હરિકેશી નીચ જાતિને પામ્ય, (૨) લાભને ગર્વ કરનારા સુભમ ચકવતી નરકના અતિથિ થયા, (૩) કુલને મદ કરનારા મરીચિ મહાવીર-સ્વામી તરીકેના પિતાના ભવમાં ભિક્ષુક કુળમાં દેવાનંદાની કુક્ષિમાં અવતર્ય, (૪) ઐશ્વર્યને ફક રાખનારે દશાર્ણ-ભદ્ર નરેશ્વર ઈન્દ્રની ઋદ્ધિ જોઈ ઠંડાગાર થઈ ગયે, (૫) બલને લઈને મૂછ મરડનારા શ્રેણિક નૃપતિ નરકાધિકારી બન્યા, (૬) રૂપનું અભિમાન કરવાથી સનકામાર ચકવતી વિષમ રોગથી ગ્રસ્ત થયા, (૭) તપને મદ કરવાથી કરગ મુનિ તપશ્ચર્યાથી વિમુખ રહેવાને પ્રસંગ પામ્યા અને (૮) શ્રત –મદથી સ્થૂલિભદ્ર જેવા પણ સંપૂર્ણ શ્રતના અર્થથી વંચિત થયા, તે પછી આપણા જેવા પામર પ્રાણ મદાંધ થતાં દુર્ગતિ અને દુઃખના ભાજન બને તે તેમાં નવાઈજ શી? છેવટમાં એટલું જ કહેવું બસ છે કે આ મદ કેવલ-જ્ઞાનને અટકાવે છે અને વળી તે મુક્તિ-પુરીના દરવાજાની અર્ગલા છે. ૩ जिनमतस्य प्राधान्यम्
.. जिनराज्या रचितं स्ताद् असमाननयानया नयायतमानम् ।
शिवशर्मणे मतं दधद् असमाननयानयानया' यतमानम् ॥ ११ ॥
–માર્યા
૧ તપને મદ કરનારે વિચારવું જોઈએ કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને ચરમ તીર્થંકર મહાવીરપ્રભુની ઘોર તપસ્યા આગળ પિતાની તપશ્ચર્યા રૂપિયે દેકડા જેટલી પણ છે ખરી ?
૨ કેટલાક જાને આજકાલ ડાંક પુસ્તક લખતાં-વાંચતાં આવડ્યાં કે મારા જેવો કોઈ વિદ્વાનું નથી એમ માનવાની ગંભીર ભૂલ કરે છે. તેઓએ યાદ રાખવું જોઈએ કે ફક્ત તીર્થંકર પાસેથી શ્રવણ કરેલી ત્રિપદીના બળ ઉપર આખી વાદશાંગીની રચના કરનારા, અન્ય પણિત પુરૂષોને પોતાની વિદ્વત્તાદ્વારા આશ્ચકિત કરનારા એવા ગણધરોએ પણ કદાપિ પ્રતવિષયક મદને લેશતઃ પણ સંગ કર્યો નથી; કેમકે આ મદ તે હલાહલ છે અને બીજા હાલાહલેવિષને તે પ્રતિકાર સહેલાઈથી થઈ શકે તેમ છે, પણ આ મદનું ઝેર જેને ચડ્યું હોય, તેને ઉગારનાર કોણ? ૩ વિચારે બાહુબલિનું દષ્ટાંત.
ચા નચાહ્યતમાનમ્ વા. ઉનયાનચાયતમાનમ્ વા .