________________
જિનસ્તુતઃ ]
स्तुति चतुर्विंशतिका
પ
,
આ પ્રમાણે આપણે કાલાદિક પાંચે કારણેાની સ્થૂલ રૂપરેખા જોઇ. કિન્તુ અત્ર એટલું ધ્યાનમાં રાખવું કે આ પાંચે કારણેા પોતપોતાના મર્યાદિત ક્ષેત્રમાં રહે, ત્યાં સુધી તે શાલે છે. પરંતુ જ્યારે એમાંથી કોઇ પણ પેાતાનાજ ‘કક્કો ખરો કરાવવા તૈયાર થઇ જાય તા તે શાભાસ્પદ નથી. આ વાતનું સૂચન કરવાની ખાતરજ અર્થાત્ એકાન્તતઃ નિયતિવાદને અનુસરનારાને તેમની ભૂલથી વાકેફ કરવાને માટે સિદ્ધાન્તને · પ્રયત્ન કરનારે ' એવું વિશેષણ લગાડ્યું છે. પરંતુ અત્ર કાઇને એવી શંકા ઉપસ્થિત થાય કે શું ભાવિભાવમાં પણ પુરૂષાર્થની સહાયથી ફેરફાર થઈ શકે ખરા કે ? આના સમાધાનમાં સમજવું કે હા, તે પણ સ‘ભવે છે; કેમકે નિકાચિત કમેkજ લાગવ્યાં વિના છૂટકો નથી, અરે ત્યાં પણ કવચિત્ ફેરફાર થઇ શકે છે. શું યશેાવિજયજી છવીસમી બત્રીસીમાં કહેતા નથી કે—
* निकाचितानामपि ', कर्मणां तपसा क्षयः । सोऽभिप्रेत्योत्तमं योगमपूर्वकरणोदयम् ॥ " ?
આથી સમજી શકાય છે કે અપૂર્વ તપશ્ચર્યા કરવાથી, આભ્યન્તર તપ તરીકે અપૂર્વકરણ ગુણસ્થાન ઉપર આરૂઢ થવાથી નિક ચિત કર્યું રાજાના કટક ( સૈન્ય )ને પણ હરાવી શકાય છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે થાડી ઘણી મહેનત કરતાં કાર્ય ન સર્યું તા હતાશ થવાની જરૂર નથી, કેમકે તેમ કરવાથી તેા જીવન પાયમાલ થઈ જાય છે. આત્મામાં અનન્ત મળ રહેલું છે, તા તેને ફારવવાને દરેક જીવે તૈયાર રહેવું જોઇએ. વિશેષમાં િિલતવિ હ્રાટે પ્રોગ્નિતું : સમર્થ: ” અર્થાત્ ‘ લલાટમાં જે લખાયેલું હોય તેને દૂર કરવાને કાણુ શક્તિમાન્ છે’, એ સૂત્રનું અવલંબન તા જ્યારે અનેક ઉપાયે કરતાં પણ કાર્ય સિદ્ધ નજ થાય, ત્યારે લેવાનું છે, એ વાત ઉપર પૂરતા ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે. વ્યાકરણ-વિચાર–
આ પદ્યમાં ‘નઃ ॰ અને · આયતમાનું' ની સંધિ · નયાયતમાનું ’ કરી છે તે કોઈકને નવાઈ જેવી અને કદાચ અશુદ્ધ પણ જરૂર લાગે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ સંધિ સિદ્ધાન્તકોસુદીના નિયમને પણ અનુસરતી છે અને એ વાત તેના ‘મોમયોગયોગપૂર્વસ્વ ચોડશે ' ( ૮,૬,૭ ) સૂત્ર ઉપરથી જોઈ શકાય છે. વિશેષમાં ‘લેવા+ફહ=તેવાચિન્હ ’ એવું ત્યાં દૃષ્ટાન્ત પણ રજુ કરવામાં આવ્યું છે. પદ્મ-પરીક્ષા-
આ પદ્યના તૃતીય ચરણ તરફ દૃષ્ટિપાત કરતાં તે ચરણમાં ૧૩ માત્રા જણાય છે. આથી આ પદ્ય ‘આયોગીતિ ’ કેમ કહેવાય એવા સહેજ પ્રશ્ન ઉદ્ભવે છે. આના સમાધાનમાં સમજવું કે ચતુર્થ ચરણના પ્રથમ અક્ષરની સાથે તૃતીય ચરણના અંતિમ અક્ષરની સંધિ કરતાં તે ચરણની માત્રા ખાર થાય છે અને તેથી તે ચરણ દોષ-યુક્ત નથી, અત્ર સંધિ નહિ કરવાનું કારણ તા આપણે પ્રથમ શ્લેાકમાં જોઈ ગયા છીએ.
૧ એ ઉમેરવું આવશ્યક સમજાય છે કે આ પાંચ સમવાય' કારણના સંબંધમાં શ્રીવિનયવિજયજીએ વીર જિનેશ્વરનું છ ઢાલમાં જે સ્તવન રચ્યું છે તે વિચારવા જેવું છે,