________________
તુતિચતુર્વિશતિકા
[૩ શ્રીશૈભવતે દર્શન સર્વમાનનીય બને અને તેમાં અસત્યની ગબ્ધ પણ ન આવે, તેમાં નવાઈ ખરી કે? આવું દર્શન તે સત્ય દર્શન છે અને તેજ મુક્તિનો માર્ગ છે. પછી ભલે તે દર્શનના પ્રણેતા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, બુદ્ધ, વીર, કૃષ્ણ કે ક્રાઈસ્ટ છે તેને વાંધો નથી. કેમકે આ સંસાર-સાગર તરવાનું એજ અનુપમ નાવ છે કે “જે સાચું તે મારૂં', નહિ કે “મારૂં તે સાચું.” આથી કરીને એ સૂચન થાય છે કે દરેક દર્શનના અનુયાયીઓ જે પિતાનું જ દર્શન સત્ય દર્શન હવાને દાવો કરે છે તે કેટલે અંશે વ્યાજબી છે તેની ન્યાય-દષ્ટિએ તપાસ કરવી આવશ્યક છે. આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય તેને બેધડક સત્ય દર્શન કહેવું સિદ્ધાન્તને પ્રયત્ન કરનાર એવું વિશેષણ લગાડવાનું કારણ–
એ તે દેખીતી વાત છે કે કઈ પણ કાર્ય કરવું હોય, તે તે સંબંધી સમગ્ર સામગ્રીઓ એકત્રિત કરવી જોઈએ. આ સામગ્રીઓના જૈન શાસ્ત્રકારે પાંચ વિભાગો પાડે છે-(૧) કાલ, (૨) સ્વભાવ, (૩) કર્મ, () નિયતિ અને (૫) ઉદ્યમ (પુરૂષાર્થ). આ વાત ધ્યાનમાં આવે તેટલા માટે આ પાંચેનું સ્થૂલ સ્વરૂપ અત્ર વિચારી લઈએ. કાલની મહત્તા–
આંબે વાગ્યે કે કેરી ખાવાને મળી જાય એમ બનતું નથી, તેવી જ રીતે રેલ્વેમાં બેઠા કે ધારેલે સ્થળે જઈ પહોંચાતું નથી, પરંતુ અમુક કાલ વ્યતીત થવા દેવું પડે છે. એવી જ રીતે કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પણ તેનાં ઉદયકાળમાંજ, નહિકે સત્તા કાળમાં, ભેગવાય છે. આ બધે કાલને મહિમા છે. સ્વભાવની પ્રબલતા
એ તે સુવિદિત હકીકત છે કે બે વાગ્યે હોય તે આજ ઊગે, અર્થાત્ ત્યાં કંઈ બાર ઉત્પન્ન ન થાય. ચિખા વાવીએ અને ઘઉં પેદા થાય એવું બને ખરું કે ત્યારે આ બધે કેને પ્રતાપ છે? સ્વભાવને. કર્મની પ્રૌઢતા- સુખ, દુઃખ વિગેરેને અનુભવ કરાવનારા કર્મના સંબંધમાં તે કહેવું જ શું? રાજરાજેશ્વર પણ એની આગળ કંઈ હિસાબમાં નથી. એનું શાસન સર્વત્ર ચાલે છે. નિયતિની પ્રભુતા
નિયતિ કહો કે ભાવિભાવ કહો તે એકજ છે. જે બનવાનું હોય તે બને છેજ એ નિયતિને પ્રભાવ છે. દાખલા તરીકે જોઈતે વરસાદ પડેલે હેવાથી આ વર્ષે ખેતીને પાક સારે થશે એમ લાગતું હોય એવામાં અણધાર્યો તીડ વિગેરેને હેમલે થાય અને પાક નષ્ટ થાય, તે તે ભાવિભાવનું પરિણામ છે. ઉદ્યમની પ્રધાનતા. એમાં તે કહેવું જ શું કે દરેક કાર્યની નિષ્પત્તિને આધાર ઉધમ ઉપર રહેલે છે. ઉદ્યમ કરવાથી દુષ્કર કાર્ય પણ થઈ શકે છે.
૧ આ કથને પણ સ્થાકાની બલિહારી સૂચવે છે.