________________
૩
તુતિચતુર્વિશતિકા [૨ શ્રી અજિત
સ્પષ્ટીકરણ પંચ-કલયાણુક| તીર્થંકરનું પિતાની માતાની કુક્ષિમાં અવતરણ (૧, તેમને જન્મ (૨), તેમણે કરેલ સંસારને ત્યાગ યાને તેમણે લીધેલી દીક્ષા (૩), તેમણે પ્રાપ્ત કરેલ કેવલજ્ઞાન (૪) તથા તેમનું નિર્વાણ (૫) એ પાંચ પ્રસંગને જૈન શાસ્ત્રકાર પંચ –કલ્યાણકના નામથી ઓળખાવે છે. આ કથનને હેતુ એ છે કે આ પાંચે અવસર ઉપર જગના સમસ્ત -અરે નરકના અતિ ઉગ્ર વેદનાને ભેગવનારા છે પણ અંતર્મુહૂર્તને સારૂ હર્ષ પામે છે અને વળી સર્વદા અંધકારથી વ્યાપ્ત એવી નરકમાં પણ ઉદ્યોત થઈ રહે છે. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, તે પછી ગ્રેજ્યમાં પણ પ્રદ અને પ્રકાશનું સામ્રાજ્ય તેટલા સમયને સારૂ સ્થપાય છે એમ કહેવાનું બાકી રહે છે ખરું કે? જન્મ-કલ્યાણક–
દરેક કલ્યાણકના સમયે જેમ ઈન્દ્રનું આસન કપે છે, તેવી જ રીતે જન્મ-કલ્યાણક-સમયે પણ તેનું આસન કપે છે અને તેમ થતાં તે અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા આ જન્મ-સમય
૧ તીર્થકરનું અવતરણ તુચ્છ, દાર ભિક્ષુકકુળની વનિતાની કક્ષિમાં થતું નથી એવો નિયમ છે, છતાં પણ કવચિત અનેક કાલ-ચક્ર વ્યતીત થયાં બાદ આથી વિપરીત હકીકત પણ બને છે. આવી વાત મહાવીરસ્વામિપરત્વે કહેવામાં આવે છે. પરંતુ એ તે ખાસ ધ્યાનમાં રાખવું કે કદાચ તીર્થંકરનું અવતરણ તે આવા અપ્રશસ્ત કુળમાં સંભવે પણ તેને જન્મ તે એવા કુળમાં કદાપિ હેઈ શકે જ નહિ. આ વાત ક૫સૂત્રમાંના –“સત્ય पुण एसे वि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सपिणीओसप्पिणिहिं विइक्वंताहिं समुप्पजइ, नामगुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइअस्स अणिजिण्णस्स उदएणं जंणं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ० दरिद्द. भिकखाग० किवण, आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा, कुच्छिसि गम्भत्ताए वक्कमिंसु वा वकमंति वा वक्कमिस्संति वा, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा निक्खमंति वा निक्खमिस्संति वा (सू० १८)" આ પાઠ ઉપરથી જોઈ શકાય છે.
જ્યારે તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતા ચૌદ મહાવ જુએ છે અને તેનું ફળ કહેવા તથા નંદીશ્વર દીપે અષ્ટાદ્ધિક મહત્સવ કરવા ઈન્દ્રો આવે છે. આ સંબંધમાં જુઓ સુપાસનાહચરિયું.
૨ કલ્યાણકોની સંખ્યા પાંચજ છે. કેટલાક જેમ માને છે તેમ તે છ નથી એ વાત ઉપ વિનયવિજયજીકૃત સુબાધિકા નામની ટીકા પણ પ્રકાશ પાડે છે.
૩ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાલ-વિભાગ યાને વખતને જૈન શાસ્ત્રમાં “સમય” કહેવામાં આવે છે અને આવા એક સમયથી માંડીને બે ઘડી અથતુ ૪૮ મિનિટમાં એક સમય ન્યુન એટલા વખતને “અંતર્મર્ત” સંજ્ઞા આપવામાં આવે છે. બે ઘડી એટલે વખત “મુહૂર્ત કહેવાય છે; આથી અંતર્મુહૂર્ત એટલે એનાથી કઈક ઓછો વખત એમ સ્પષ્ટ સમજી શકાય છે.
૪ પાંચે કલ્યાણક વખતે જગતના સમસ્ત જીવોને શાંતિ મળે છે એ વાતની વીતરાગ-સ્તોત્ર (દશમે પ્રકાશ, સાતમો લેક) તથા ધમબિન્દુ સાક્ષી પૂરે છે.
૫ પંચકલ્યાણકના અવસરે બ્રહ્માંડમાં ઉદ્યોત થઈ રહે છે એમ સ્થાનાંગ સૂત્ર ( સૂત્ર ૩૨૪, પત્રાંક ૨૪૫) પણ કહે છે.
૬ અવધિજ્ઞાનના સ્વરૂપ સારૂ જુઓ વિશેષાવશ્યક (પૃ. ૩૦૧-૩૮૮).