________________
[ ૨ શ્રીઅજિત
તેમાં પણ વળી ભરત આરામાંજ હોઈ શકે છે, જો
૩૮
સ્તુતિચતુર્વિંશતિકા
ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મ-ભૂમિમાંજ થાય છે. અને ઐરાવત ક્ષેત્રા માં તા તીર્થંકરના સદ્ભાવ ફક્ત ત્રીજા–ચાથા કે મહાવિદેહના સંબંધમાં તા સર્વદા તાર્થંકરોના સાવજ છે.
હવે જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાંજ ગમે ત્યારે ગમે તે આરામાં તીર્થંકરા સર્વદા લભ્ય છે, તા પછી આ કવિ–રાજના સમયમાં તેમજ અત્યારે પણ' ભરત અને ઐરાવત ક્ષેત્રામાં તીર્થંકરોના સદ્ભાવ નહિ હાવાથી, દરેક મહાવિદેહમાં તીર્થંકરની જઘન્ય સંખ્યા ચારની કરે છે. તેથી કરીને એમ સિદ્ધ થાય છે કે કાઇ પણ સમયે ઓછામાં ઓછા વીસ તીર્થંકરો લભ્ય હાય છે.પ હવે જો કદાચ ત્રીજા–ચેાથા આરા સંબંધી વિચાર કરીએ અને તે પણ જ્યારે આ ભરત-ક્ષેત્રમાં તીર્થંકર હાય તે સમયને આશ્રીને કરીએ, તે તે પાંચે ભરત અને પાંચે ઐરાવત એ દરેકમાં એક એક તીર્થંકરના સદ્ભાવ હોવાને લઈને, તે સમયને આશ્રીને તે તીર્થંકરની જઘન્ય સંખ્યા ત્રીસની સિદ્ધ થાય છે. કેમકે એવા નિયમ છે કે જ્યારે પાંચમાંના કોઇપણ ભરત કે ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર લભ્ય હોય ત્યારે બાકીનાં ભરત તેમજ ઐરાવત ક્ષેત્રમાં પણ તે લભ્ય હાવાજ જોઈએ અને મહાવિદેહમાં તા આછામાં ઓછા વીસ તીર્થંકરો કાઈ પણ કાળે હાય છેજ
અત્ર એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ત્રીજા—ચેાથા આરા દરમ્યાન એમ પણુ મનવા સંભવ છે કે દરેક મહાવિદેહ ક્ષેત્રમાં ઓછામાં ઓછા ચારજ તીર્થંકરી નહિ લભ્ય થતાં અત્રીસ
૧ ઉપર્યુકત ૩૫ ક્ષેત્રમાંનાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એ પંદર ક્ષેત્રાને ૮ મ–ભૂમિ ’ કહેવામાં આવે છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે ઉત્તરકુરૂ અને દેવકુરૂ સિવાયના મહાવિદેહના વિભાગને કર્મભૂમિ તરીકે ઓળખાવવામાં આવે છે. આ પંદર ક્ષેત્રાને કર્મ–ભૂમિ કહેવાનું કારણ એ છે કે આ ક્ષેત્રામાં મનુષ્યા અસિ ( તરવાર ), મસી ( શાહી ) અને કૃષિ ( ખેતીવાડી )ના ઉપર જીવનને નિર્વાહ કરે છે, વિશેષમાં આ ક્ષેત્રામાંજ તીર્થંકરાના જન્મ થાય છે અને મુક્તિ પણ મળે છે.
૨ પર્વતા દ્વારા દ્વીપના જે વિભાગેા પડે છે તેને ‘ક્ષેત્ર ’ કહેવામાં આવે છે. જેમકે જમ્મુદ્રીપમાં પૂર્વ પશ્ચિમ લાંબા એવા હિમવાન્, મહાહિમવાન, નિષધ, નીલ, ફલ્મિ અને શિખરી એમ છ પર્વત આવેલા છે અને આથી કરીને આ દ્વીપના સાત વિભાગેા પડે છે કે જે ‘ક્ષેત્ર ’ એવા નામથી ઓળખાય છે.
૩ અહિં ‘ત્રીજા-ચોથા આરામાં ’ એમ કહેવાનું કારણ એ છે કે ઉત્સર્પિણી કાલમાં ત્રીજા આરાની શરૂઆતમાં અને અવસર્પિણી કાલમાં ત્રીજો આરા સમાપ્ત થવાની તૈયારીમાં હેાય ત્યાંથી તે ચેાથે આરો પૂરા થતાં સુધીમાં તીર્થંકરા સંભવે છે.
૪ આમ કહેવાનું કારણુ એ છે કે કવીશ્વર આ પંચમ કાલ યાને પાંચમા આરામાંજ થઈ ગયા છે અને તે આરા હજી ચાલુ છે.
૫ આ વાત સ્થાનાંગ, જમ્મૂઢીપ-પ્રજ્ઞપ્તિ તથા આચારાંગની ટીકા ઉપરથી જોઇ શકાય છે.
૬ એકી વખતે એકજ ક્ષેત્રમાં—ભલે પછી તે ભરત હાય કે ઐરાવત હેાય કે મહાવિદેહના ‘વિજય’ હાય તેમાં–ખે તીર્થંકરા સાથે વિહરમાન હેાઈ શકે નહિ. અર્થાત્ એક તીર્થંકરને ખીજા તીર્થંકર કે એક ચક્રવર્તિત ખીજા ચક્રવતિ મળે નહિ.જીએ જ્ઞાતાધર્મકથાંગ, સેળયું અધ્યયન, ૧૨૫ મું સૂત્ર.
છ આવા નિયમ ઠાણાંગજી ( સ્થાનાંગ )ના ખીજા ઠાણા ઉપરથી સિદ્ધ થાય છે.