Book Title: Shrutsagar 2015 01 02 Volume 01 08 09 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर 7 जनवरी-फरवरी - २०१५ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માáતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સૌની નિજ સમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપણે તેહ હારૂં ગણીને, જે છે વિશ્વે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માàતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હોજો હોજ પ્રતિદિન મને સ્વાર્પણ સત્ય સેવા. ૯ મારા મધ્યે પરમ ઈશની જ્યોતિનું તેજ ભાસો, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસો; પૂર્ણાન સતત વિચરી સર્વને સત્ય દેવા, થાવો થાવો નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુધ્યબ્ધિ સહૃદયગત હો વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળો મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસો, વિશ્વેશ જ્યોતિ હૃદયે પ્રકાશો. ૧૨ સદા અમારા શુભભાવ ધર્મો, ખીલો વિવેકે જગ ઐક્યકારી; ઇચ્છું સદા સૌખ્ય વિચાર સારા, ફળો સદા એજ ધર્મો અમારા. ૧૩ આત્મોત્કાન્તિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર; સ્વાધિકાર સેવા ધર્મ, ઇચ્છું પામું શાશ્વત શર્મ. ૧૪ કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધ્યબ્ધિ ધર્મ સેવામાં, સર્વસ્વાર્પણ થયા કરો. ૧૫ સેવક થઇ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મા પેઠે સર્વની, સેવાથી શિવ થાય. ૧૭ સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ; બુદ્ધિસાગર પામીયે, પૂર્ણાનન્દ હમેશ. ૧૭ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82