SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर 7 जनवरी-फरवरी - २०१५ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માáતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સૌની નિજ સમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપણે તેહ હારૂં ગણીને, જે છે વિશ્વે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માàતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હોજો હોજ પ્રતિદિન મને સ્વાર્પણ સત્ય સેવા. ૯ મારા મધ્યે પરમ ઈશની જ્યોતિનું તેજ ભાસો, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસો; પૂર્ણાન સતત વિચરી સર્વને સત્ય દેવા, થાવો થાવો નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુધ્યબ્ધિ સહૃદયગત હો વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળો મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસો, વિશ્વેશ જ્યોતિ હૃદયે પ્રકાશો. ૧૨ સદા અમારા શુભભાવ ધર્મો, ખીલો વિવેકે જગ ઐક્યકારી; ઇચ્છું સદા સૌખ્ય વિચાર સારા, ફળો સદા એજ ધર્મો અમારા. ૧૩ આત્મોત્કાન્તિ કરવા સાર, સેવા ધર્મજ છે જયકાર; સ્વાધિકાર સેવા ધર્મ, ઇચ્છું પામું શાશ્વત શર્મ. ૧૪ કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધ્યબ્ધિ ધર્મ સેવામાં, સર્વસ્વાર્પણ થયા કરો. ૧૫ સેવક થઇ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મા પેઠે સર્વની, સેવાથી શિવ થાય. ૧૭ સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ; બુદ્ધિસાગર પામીયે, પૂર્ણાનન્દ હમેશ. ૧૭ For Private and Personal Use Only
SR No.525297
Book TitleShrutsagar 2015 01 02 Volume 01 08 09
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy