Book Title: Shrutsagar 2015 01 02 Volume 01 08 09
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેવા આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગામેગામે નગરનગરે સર્વ જીવો પ્રબોધું, દેશોદેશે સકલ જનના દુઃખના માર્ગ રોધું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, સેવું ફર્ડે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંને, હૂંવાં એવું જગ શુભ કરૂં કો ન ૨હે દુ:ખડાં એ; આત્મોલ્લાસે સતત બલથી સર્વને શાંતિ દેવા, ધારૂં ધારૂં હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. ૨ સર્વે જીવો પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં, સર્વે જીવો જિન સમ ગણી પ્રેમ સૌમાં ધર્મમાં; સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઇશ પેખી, સૌમાં ઐક્યે મનવચથકી શ્રેષ્ટસેવા જ પેખી. ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir મ્હારૂં સૌનું નિજ મન ગણી સર્વનું તેહ મ્હારૂં, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારૂં; સેવાયોગી પ્રથમ બનશું સેવના મિષ્ટ વ્હાલી, એમાં શ્રેયઃ પ્રગતિબળ છે આત્મભોગે સુપ્યારી. ૪ સેવામંત્રો નિશદિન ગણી દુઃખીનાં દુઃખ ટાળું, સેવાતંત્રો નિશદિન રચી દુઃખ સૌનાં વિદારૂં; સેવાયંત્રો પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાખ્યું, મ્હારૂં હારૂં સહુ પરિહરી સેવનામાં જ મારું. ૫ સેવા પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયોગે, સેવા સાચી નિશદિન કરૂં રાખીને આત્મભોગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળો યોગમાર્ગે વિહારી. ૬ સ્વાર્થોના સૌ પટલ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં; સેવાના સૌ અનુભવ મળો બંધનો દૂર જાઓ; આત્મોલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82