________________
http://www.ShrimadRajchandra.org
( ૧૮ )
ચતુર્થાંવૃત્તિનું નિવેદન
આ ગ્રંથની ત્રીજી આવૃત્તિની ૭૫૦૦ પ્રતો છેલ્લા સાત વર્ષોમાં નિઃશેષ થવાથી તેનું ચતુર્થ આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે.
આ ગ્રંથ સંબંધી સવિસ્તર માહિતી અગાઉની આવૃત્તિઓની પ્રસ્તાવનામાં આવી ગઈ છે. જે આ સાથે પ્રસ્તુત છે, તે જોઇ જવા સુજ્ઞ વાચકોને ભલામણ છે.
આ ગ્રંથ-પ્રકાશનમાં સશ્રુત અનુમોદકોએ ઉદારચિત્તે દાન કર્યું છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઈ છે. એવો દાતાઓની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે.
ગ્રંથ-છપાઈમાં બનતો સહકાર આપવા બદલ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈનો અત્રે આભાર માનવામાં આવે છે. આ આત્મઉત્કર્ષક ગ્રંથનો બનતી કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે.
છઠ્ઠી આવૃત્તિનું નિવેદન
- પ્રકાશક
વિ. સંવત ૧૯૮૮માં આ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં ૫૦૦૦ પ્રતો બાઇબલ પેપરમાં અને ૫૦૦૦ પ્રતો ‘મેપલીથો’ પેપરમાં છપાવેલ. આમાંથી ૫૦૦૦ પ્રતો ‘મેપલીથો’ પેપરની નિઃશેષ થવાથી છઠ્ઠી આવૃત્તિ ૫૦૦૦ પ્રતો સાથે પુનર્મુદ્રણ થાય છે, તે જ આ ગ્રંથ પ્રત્યેની સજિજ્ઞાસુઓની સુરુચિનું પ્રમાણ છે. આશ્રમની પ્રથમ ચાર આવૃત્તિઓનાં નિવેદનો આ આવૃત્તિઓ આપ્યા છે. પાંચમી આવૃત્તિનું નિવેદન નહોતું.
આ ગ્રંથ પ્રકાશનમાં સશ્રુત અનુમોદકો હરહંમેશ ઉદારચિત્તે દાન આપે છે, જેથી ગ્રંથની કિંમત પડતર કિંમતથી ઘણી જ ઓછી રાખી શકાઇ છે. આ દાતાઓને ધન્યવાદ અને તેમના નામોની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપી છે. ગ્રંથ છપાઈમાં ઉત્સાહપૂર્વક સહકાર આપવા બદલ અનામિકા ટ્રેડિંગ કું.ના શ્રી બિપીનભાઇ ગાલાનો અત્રે આભાર માનવામાં આવે છે.
માનવી
આ આત્મઉત્કર્ષક ગ્રંથનો કાળજી સાથે વિનય, વિવેક અને યત્નાપૂર્વક સદ્ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ આત્મયોગીના વચનો, પત્રો, લેખો અને કાવ્યોનો ગ્રંથ એ પરમકૃપાથી અનાદિની અજ્ઞાન ગ્રંથિ છેદનાર પરમનિમિત્તરૂપ થાઓ એવી પ્રાર્થના છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
સં. ૨૦૪૮,અષાડ સુદ ૧, તા. ૧-૭-૧૯૯૨
મુનો છે.
પ્રતિ
લી. સંતસેવક
એક એક ક
મનુભાઈ ભ. મોદી
સાતમી આવૃત્તિનું નિવેદન
श्रीमान राजचन्द्र
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની સાતમી આવૃત્તિ ૪૫૦૦ પ્રતો સાથે મુદ્રણ થાય છે. તે જ આ ગ્રંથ પ્રત્યે સજિજ્ઞાસુઓની આત્મસાધના ક્રમનો ઊંડાણથી અભ્યાસ કરવાની જિજ્ઞાસાનું પ્રમાણ છે. આ પ્રકાશનમાં જે જે સાથ આપ્યો છે તે સર્વને એ આત્મહિતનું કારણ બનો.
વ્યક્તિઓએ તન, મન, અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે ર
કારતક સુદ ૧૫, સં. ૨૦૫૨
તા.૧-૧૧-૧૯૯૫
देहविलय રાબાદ (સૌરાષ્ટ્ર)
આઠમી આવૃત્તિનું નિવેદન
લિ. સંતસેવક મનુભાઈ ભ. મોદી
વિ. સંવત ૨૦૫૨ માં સાતમી આવૃત્તિનું પ્રકાશન થયેલ. આ બધી પ્રતો નિઃશેષ થવાથી આઠમી આવૃત્તિ ૫૦૦૦ પ્રતો સાથે મુદ્રણ કરવાનું થાય છે. આ 5
આ
ગ્રંથન
ભિન્ન ભિન્ન વા
ગ્રંથનો અભ્યાસ કરતા સત્ જિજ્ઞાસુ મુમુક્ષુના હૃદયમાં આધ્યાત્મિકના અંકુરો જન્મશે અને આત્મહિતનું કારણ બનશે એ જ અભ્યર્થના. આ ગ્રંથ પ્રકાશન માટે હરહંમેશ
ઉદારતાથી આર્થિક સહાય કરનાર મુમુક્ષુઓ તથા ગ્રંથ તૈયાર કરવા માટે જે મુમુક્ષુઓએ ફાળો આપ્યો છે તે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
લિ. સંતસેવક
મનુભાઈ ભ. મોદી