________________
શ્રી ધર્મજાગરિકો
[૩૩] ત્રણસો અફૂસી કોડ અને એંસી લાખ (૧૦૮૦૦૦૦૦૩૬૦= ૩૮૮૮૦૦૦૦૦૦) સોનામહોરનું દાન દીધું. આ પ્રમાણે દાન આપીને દાનાબુએ–દાનરૂપી પાણી વડે જગતના દરિદ્રતા રૂપી દાવાનલ–અગ્નિને ઓલવી નાખે એવા પ્રભુના હાથના કાંડે ભાવથી પૂજન કરૂં છું. ૩૬.
આ ગાથામાં પ્રભુના સ્કંધ-ખભાની પૂજા કરવાનું કારણ બતાવે છે –
વીરિયાન્તરાય તણાક્ષયેજસ વીર્ય અનહદ જોઈને, જેના ખભાથી માન ભાગ્યું પામીને અપમાનને; બાહુબલને ફેરવીને નાથ ભવસાયર તરે, એવા વિચારે આ ખભે પૂજા કરંતા મન ઠરે. ૩૭
અર્થ–વીર્યાન્તરાય કર્મને ક્ષય-સંપૂર્ણ નાશ થવાથી જે પ્રભુનું અનહદ-અનંત વીર્ય–શક્તિ જોઈને જેમના ખભામાંથી માન–અહંકાર અપમાન પામીને નાશી ગયું છે, જે પ્રભુદેવ ભુજાના બલને ફેરવીને-વિસ્તારીને ભવસાયર એટલે સંસાર સમુદ્રને તરી ગયા એવી ભાવનાપૂર્વક પ્રભુના ખભાની પૂજા કરતાં મનમાં શાંતિ થાય છે. આ લોક બોલીને ખભે પૂજા કરવી. એમ નવે અંગની પૂજાના નવે લેકે પૂજા કરતી વખત બોલવા. ૩૭.
- આ ગાથામાં મસ્તકની શિખાની પૂજા કરવાનું કારણ જણાવે છે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org