________________
શ્રી ધર્મજાગરિકા
[૨૮૫] રહ્યું નથી. કારણ કે સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર ચાર પાટીયાના બનેલા તે વહાણમાંથી શીલ, તપ અને ભાવનારૂપી પાટીયાં ખસી જવાથી તે વહાણ ચકડોળે ચઢી ગયું છે. એટલે કે ચાર પ્રકારના ધર્મમાંથી ઉપર કહેલા ત્રણ પ્રકારે તે તારાથી બની શકતા નથી. પરંતુ ચોથું દાનરૂપી પાટીઉં હજી તારા હાથમાં રહ્યું છે, એટલે કે પૂર્વે કહેલાં ત્રણ (શીલ તપ ભાવના) સાચવવા તારે માટે કદાચ મુશ્કેલ હોય તે પણ દાન તો તારાથી બની શકે તેવું છે. માટે હાલ તે ભવસમુદ્રમાં તે દાનરૂપી પાટીયાનો આધાર રહેલે છે તેને તું છોડી દઈશ નહિ. નહિ તે આ સંસાર સમુદ્રમાં તું ડૂબીશ એમ જરૂર જાણજે. ર૭૭.
તપ વગેરેથી પણ દાન અક્ષય હવાથી ચાર પ્રકારના ધર્મમાં દાન પહેલું કહ્યું છે એ જણાવે છે – તીર્થકરના શાસને તપ શીલ ઉત્તમ ભાવના, ઘટતા ઘટયા પણ દાન વાર્ષિક તેહવું રજ ફેર ના; ત્રણસો અઠ્યાસી કોડ એંશી લાખ સોનૈયા તણું, જે માન તે ત્રણ કાલ સરખું શાસ્ત્રમાં વર્ણન ઘણું. ર૭૮
અર્થચવીસ તીર્થંકરના શાસનને વિષે તપ, શીલ, અને ઉત્તમ ભાવના ઉત્તરોત્તર ઘટતા ગયા છે. પરંતુ દરેક તીર્થકરનું વાર્ષિક દાન તેવું ને તેવું જ રહ્યું છે, તેમાં જરા પણ ઘટાડો થયે નથી. પહેલા શ્રી અષભદેવ પ્રભુએ બાર માસી તપ કર્યું, ત્યાર પછી તપમાં ઘટાડો થતાં થતાં છેવટે મહાવીર સ્વામીએ છ માસ સુધી તપ કર્યું. એમ શીલાદિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org