________________
શ્રી ધર્મજાગરિકા
|| [૩૯] રૂદાર માણસની જેવા છે. દારૂની જેવા મોહના ઘેનથી બેભાન બનેલા છો અર્થ-કામને માટે જેથી ચીકણું કર્મ બંધાય, તેવી મલિન પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમાં વસ્તુસ્થિતિ એ છે કે અર્થ (દ્રવ્ય) વિના કામવાસના પોષાય નહિ. આત્મિક દ્રષ્ટિએ એ બંને જરૂર ચાર ગતિમય સંસારમાં રખડપટ્ટી કરાવનારા છે. એમ સમજીને હે જીવ! સાંસારિક ભાગથી નિરભિલાષવૃત્તિને ધારણ કરવી. ભગતૃષ્ણના સ્વરૂપને સમજીને જે ભવ્ય શ્રાવકે તેનાથી (ભેગ સેવનાથી) અલગ રહે, તેઓજ નિરભિલાષ વૃત્તિને પામી શકે. આવા આવા અનેક મુદ્દાઓને કેવલજ્ઞાનથી જાણીને પ્રભુ શ્રી મહાવીરદેવે (ચાર જ્ઞાનને ધારણ કરનારા–વજત્રાષભનારાચસંઘયણ અને સમચતુરન્સ સંસ્થાનવાળા, સોના જેવી દેહને ધારણ કરનારા, સાત હાથ ઉંચા, છઠ્ઠ છઠ્ઠના તપે પારણું કરનાર, સકલવિદ્યા પારગામી, ગોબર ગામમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં તેમજ ગૌતમ ગોત્રમાં જન્મેલા, વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર, એકાવનમા વર્ષની શરૂઆતમાં ભાગવતી જૈન દીક્ષાને સાધનારા, ત્રીસ વર્ષ છઘસ્થભાવે વિચરનારા, તથા બાર વર્ષના કેવલીપર્યાયવાળા અને બાણું વર્ષની ઉંમરે નિર્વાણપદ પામનારા) મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી આદિ ભવ્યજીને ઉદ્દેશીને ભેગતૃષ્ણને દૂર કરનારી આ પ્રમાણે ધર્મદેશના ફરમાવી કે હે ભવ્ય છે ! પ્રબલ પુણ્યદય હોય, તો દુર્લભ મનુષ્ય ભવ મળે, તેવા મનુષ્યાવતારને પામીને તમે સાવચેત રહેજે. જરા પણ આળસ પ્રમાદને સેવશે નહિ. કારણ કે તમારી પાછળ-જન્મ–જરા-મરણરૂપી ત્રણ રાક્ષસો ફરે છે. અપ્રમાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org