________________
શ્રી દેશવિરતિ જીવન
[ પહ૭ ]
વપરાય, દાક્ષિણ્યતા લેણું વિગેરે કારણે ન છૂટકે લેણામાં લેવી પડે, તેને અંગે જે કર્માદાનની ક્રિયા કરવી કરાવવી પડે, વિગેરેમાં જરૂરીયાત પૂરતી જાણ રાખવી. તેમજ કર્માદાનમાંની જે બીના મેં જણાવી છે, તેમાં એક કર્માદાનમાં બીજા અનેક કર્માદાનની કિયા ભળતી હોય, તો તેની જયણું. અને પિતાના પુત્રાદિને પંદર કર્માદાનમાંના કેઈપણ કર્માદાનવાળા સ્થલે અથવા તે સિવાયના જરૂર વ્યાપારવાળા સ્થલે તે તે કામ શીખવા માટે મૂકવા પડે કે નેકર તરીકે મૂક્યા પડે, તે તે કામમાં જોડવા પડે, તેની જયણા રખાય, કારણ કે કદાચ આમાં તે વિના પિતાની આજીવિકા ન ચાલે વિગેરે મુદ્દો પણ હોય.
આ પ્રશ્ન–શ્રાવકે પંદર કર્માદાન ન સેવવા એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે.?
( ઉત્તર–શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે શ્રાવકે પંદર કર્માદાન ન સેવવા.
આ શ્રાવક ધર્મને ઉત્સર્ગ (મુખ્ય) માર્ગ છે. ઘણું લાભ દેનારું કાર્ય હાય, પણ જે તે ધર્મને બાધા ઉપજાવનારું લાગે, તે તેવું કાર્ય ધમીજીએ નજ કરવું જોઈએ. પરંતુ કદાચ બીજો ધંધો ન થઈ શકે તેમ હોય, દુષ્કાળ કે રાજાની આજ્ઞા હેય, વિગેરે કારણથી તેવું કામ કરવાની જરૂરીયાત જણાય તે અપવાદ માગે કરે. તેમાં પણ આત્માની નિંદા કરે, દયાભાવ જાળવે. જેમ મહારાજ સિદ્ધરાજે સજજન દંડનાયકને અધિકારી બનાવ્યું હતું. તેણે દેશની પેદાશ રૈવતાચલમાં વાપરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org