________________
[ ૬૧૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
વાજ નહિ. અલગ કર્યા ખાદ પુત્રાદિ સંબંધ વિનાના કાઈ માગે તેા તેને એમ ના કહી શકાય કે હાલ તૈયાર નથી. આ ખીના શ્રી આવશ્યક સૂત્રની માટી ટીકામાંથી લઈને ટુકામાં જણાવી છે. અગ્નિ લેવાની જરૂરીયાત જણાય તે અહીં વિવેક એ રાખવા કે મીજાએ સળગાવેલા અગ્નિમાંથી લેવા. કારણકે આમ કરવામાં સળગાવવાના દોષથી ખચવુ એ મુદ્દો છે. ખીજાએ આપણી પ્રવૃત્તિ જોઇને આરંભમાં જોડાય, તેવું કામ નજ કરવુ જોઇએ. આ આશયથી શાસ્ત્રમાં કહ્યું છે કે, ખીજાઓના દેખતાં ઘર, દુકાન કરવાની કે પરગામ જવાની વ્હેલ ( શરૂઆત) ન કરવી જોઇએ, એમ બધા ના જૂએ તેમ ચૌટામાંથી શાક વગેરે પણુ લાવવુ નહિ, કારણ કે આમ કરવાથી પરંપરાએ પાપના વધારા થાય છે. આ પાંચે અતિચારા ન લાગે તેવી રીતે સમજી શ્રાવકાએ જરૂર વર્ત્તવું. આ વ્રત લેતી વખતે એમ ખેલવું કે, વ્હેલાં કહેલા ૨૧ ભાંગામાંથી નક્કી કરેલા ભાંગા પ્રમાણે દ્રષ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર અને ૪ ખેલથી ઉપર જણાવ્યા મુજબ હું આઠમા અન ફ્રેંડ વિરમણુ વ્રતને અંગીકાર કરૂ છું. શ્રાવકે અહી હુંમેશાં ભાવના એ ભાવવી કે, ધન્ય છે તે શ્રમણ નિર્ગથાને કે જેઓ પેાતાને માટે કે પરને માટે લગાર પણ અન દંડ સેવતા નથી. તેમને હું નિરંતર નમસ્કાર કરૂં છું. હું જીવ ! સર્વથા અનર્થ દંડને છેડવાના અવસર જલ્દી આવે, તેમ કાળજી રાખજે. સાદુ, સરલ, સતાષમય જીવન ગુજારજે, સસારના ખાડામાંથી નીકળવાને તૈયાર થઈ જા..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org