________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૦૩ ]
રાગાદિને વધારે છે. અહીં ભેાગતૃષ્ણા રાત જેવી સમજવી અને રાગાદિ શત્રુએ એ ધારાની જેવા સમજવા. ઉત્તમ શ્રાવકાએ ભાગતૃષ્ણાને લગાર પણ વધવા દેવી નહિ. કારણ કે તેના પિરણામે એટલે તેને વધારે અવકાશ દેવાથી તે ઘણાં નિંદનીય પાપકર્મ કરાવે છે. તેમજ ભાગના સાધનશબ્દાદિને વારંવાર ભાગવવાથી ભાગતૃષ્ણા નાશ પામશે, એવું કદી મનેજ નહિ. માટે પાણીમાં ચંદ્રમાનું પ્રતિષિ’અ પડે છે, તે જેમ સાચા ચંદ્રમાની જેવું કામ ન કરે, તેમ ભાગતૃષ્ણાથી લગાર પણુ આત્માનું હિત છેજ નહિ. પરંતુ કૈવલ સંસારની રખડપટ્ટીજ કરવી પડે છે. એવુ સમજીને હૃદયની ખરી બાદશાહી અંગીકાર કરીને શ્રી જંબુસ્વામી, ધન્યકુમાર, શાલિભદ્ર વિગેરેની માફક બહાદૂર બનીને તેને (ભાગતૃષ્ણાને!) ત્યાગ કરવામાંજ લાભ છે. હું ભવ્યજીવે ! જરૂર યાદ રાખો કે બીચારા અજ્ઞાની થવા આ ભાગતૃષ્ણાને સારી ગણીને સંસારમાં ભમતાં જરા પણ શાંતિ પામતા નથી. આ સંસારી જીવાને કંગાલ અને ભિખારી જેવા મનાવનારી આ લે!ગતૃષ્ણા છે. જ્યાં સુધી એ હૃદયમાંથી ખસતી નથી, ત્યાં સુધી ધર્મક્રિયામાં ખરા આદરભાવ જાગતા નથી. આવું વિચારીને કુલટા નારીની જેવી તે ભેગ તૃષ્ણાને શરીરરૂપી ઘરમાંથી કાઢીને જે ઉત્તમ પુરૂષ! મનને વશ કરે, તે સર્વ દુ:ખાને દૂર કરીને થાડા સમયમાં મુક્તિપદ પામે છે. આવા પુણ્યશાલી જીવાને તમામ જીવા વન-નમસ્કાર કરે, એમાં નવાઇ શી ? અને ભાગતૃણાના પજામાં સપડાયેલા વેા રાજા રાવણ વિગેરેની માફક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org