________________
[ ર૪ ]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત વળી એજ ભાવના ભાવે છે કે – વિવિધ ભયના હેતુથી બીકણ બનેલા બાળને, તિમ વૃદ્ધને નિર્ભય બનાવું નિત પમાડી ધેર્યને અન્યને ના ત્રાસ દેતાં ભય દીયે ના જે નરા, તેઓ ન પામે ત્રાસ ભય ને સંકટો વળી આકરા. ૪ર૭ મરણ સન્મુખ જે રહેલા સ્વધન આદિ વિયેગને, ગણતાં અનિષ્ટ મરણતણાં જે ભેગવે બહુ દુઃખને; ભય ટાળનારા જિન વચનને સંભળાવી તેમને, નિર્વાણ લાયક હું બનાવું એમ કરુણા ભાવને. ૨૮
અર્થ –વિવિધ પ્રકારના ભયના હેતુ પ્રાપ્ત થવાથી બીકણ બની ગયેલા મનુષ્યોને–બાળકને તેમજ વૃદ્ધને નિર્ભય બનાવું, તેમને નિરંતર ધીરજ આપું, તેમને સમજાવું કે
અન્ય જીવને જે ત્રાસ કે ભય આપતા નથી તેઓ ત્રાસ કે ભય તેમજ આકરા રાંક પામતા નથી.”
વળી મરણને સન્મુખ થયેલા જે મનુષ્ય સ્વધન આદિને વિયેગ થવાના કારણે મરણને અનિષ્ટ માને છે અને બહ પ્રકારના માનસિક તેમજ કાયિક દુઃખ ભેગવે છે, તેને સર્વ ભયને ટાળનારા એવા જિનવચને સંભળાવીને નિર્વાણનેમેક્ષને લાયક બનાવું. આવી કરુણું ભાવના નિરંતર ભાવવી. ૪ર૭–૪૨૮.
- હવે થી માધ્યસ્થ ભાવના સંબંધી કહે છે – ઋષિ નારની હત્યા કરે જે બાળની હત્યા કરે; ખાતાં અભક્ષ્ય અપેય પીએ દેવગુરુ નિંદા કરે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org