________________
[૪૫૮ ];
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત • હવે તેલેશ્યાવાળાના લક્ષણ કહે છે – દક્ષ સંવર સેવતા કરુણા સરલતા રાખતા, દાન શીલ સંતષ વિદ્યા ધર્મરુચિ જે ધારતા; પાપ સાધન છોડતા ઉત્તમ ક્ષમા ગુણ ધારતા, લેશ્યા ચતુથી તેહની જે વર વિવેકે રાજતા. ૪૯
અર્થ –દક્ષ-ડાહ્યા, સંવરને સેવનારા, કરૂણા ને સરલતા રાખનારા, દાન, શીલ, સંતોષ, વિદ્યા અને ધર્મરૂચિને ધારણ કરનારા, પાપના સાધનને તજી દેનારા, ઉત્તમ ક્ષમાગુણને ધારણ કરનારા અને શ્રેષ્ઠ વિવેક વડે શોભતા હોય તેને ચેથી તેજોલેશ્યાવાળા જાણવા. ૪૯૯.
હવે પલેશ્યાવાળાના લક્ષણ કહે છેથિર દયાલુ દેવપૂજા વ્રત ધરે દાનેશ્વરી, ધૈર્ય પાવન હર્ષને ધારે કુશળ બુદ્ધિ ખરી; જે ક્ષમા ગુણ ધારતે સેવે કદી ના માનને, એ ગુણેથી જાણ તું તે પદ્મલેશ્યાવંતને. ૫૦૦
અર્થ –સ્થિરતાવાળા, દયાળુ હૃદયવાળા, દેવપૂજા કરનારા, વ્રતને અંગીકાર કરનારા, દાનેશ્વરી, ધૈર્યતાવાળા, પવિત્ર મનવાળા, હર્ષિત ચિત્તવાળા, કુશળ બુદ્ધિવાળા, ક્ષમાગુણને ધરનારા, અભિમાન તે કદી પણ નહીં કરનારા–એવા ગુણો વડે તું એ જીવ પદ્મશ્યાવાળા છે એમ જાણજે. ૫૦૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org