________________
[ પપ૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
કે બીજને જીવ વર્ષાઋતુ, પૃથ્વી વિગેરે સાધનને લઈને ઉગવાની અવસ્થામાં (બી ઊગે ત્યારે) તેને તે (જીવ) રહે, અથવા બીજે પણ (જીવ) હોય છે, એટલે ઉગવાના ટાઈમે બીજને જ જીવ હાય, એવો નિયમનહિ. જો કે ટૂંકામાં એમ કહ્યું છે કે, બીજ, મૂળ અને પ્રથમ પત્રમાં એક જીવપણું છે, પણ તેનું રહસ્ય ઉપર જણાવ્યા મુજબનું છે, એટલે
બીજમાં મૂળ સ્વરૂપે ઉપજીને તે(જ) બીજને જીવ અથવા બીજે જીવ તે પછી થનારી ઉગવાની અવસ્થાને પ્રકટ કરે છે.” ઉદ્દભવ વખતે કિશલય–કુંપલીઆની અવસ્થામાં જરૂર અનંતા જ હોય છે. આમાં વસ્તુસ્થિતિ એ છે કે મૂળને જીવ આયુષ્ય પૂરું થવાથી અવીને (મૂળ દેહને ત્યાગ કરીને, મરણ પામીને) તેજ જીવ અનંતકાયપણાને પામીને પહેલું પાંદડું ઊગે ત્યાં સુધી વધે છે. આ પ્રમાણે કિશલયમાં અનંતકાયપણું અને એ કર્તાપણું (બને) હોય છે. અહીં બીજા આચાર્ય ભગવંત “પ્રથમ પત્ર એટલે બીજની પહેલી ઉગવાની (જ) અવસ્થા” એમ કહે છે. આ ઉપરથી સમજવાનું એ કે કિશલય અનંતકાય છે. ૧૮-ખરસુઓ, ૧૯-થેગ (પીકંદ) ૨૦-ભ્રમર નામના ઝાડની છાલ (તેનું બીજું નામ “લવણ” છે). ૨૧-લીલી મેથ. ૨૨-ખીલેશ, ૨૩-અમૃતવલ્લી, ૨૪-મૂળા, આમાં અલ્પ સ્વાદની ખાતર અનંતા જીવની હિંસા(હણવા)રૂપી પાપ બંધાય છે. તેથી અભક્ષ્ય છે. આ બાબત બીજા દર્શનના ભારત નામના ગ્રંથમાં કહ્યું છે કે “પુત્રનું માંસ ખાવાથી જે પાપ લાગે તેનાથી વધારે પાપ મૂળા ખાવાથી લાગે. (બંધાય) આને ખાનારા જીવો નરકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org