________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૪૭ ]
અર્થ :—સાંજના ( દેવસિક ) પ્રતિક્રમણમાં વંદિત્તા સૂત્રના ખરા સમય સૂર્ય જ્યારે અડધા આથમે તે વખતે આવે, એ અંદાજથી પ્રતિક્રમણુ તે વ્હેલાં શરૂ કરવુ જોઇએ. એમ સમજીને હું શ્રાવકેા! ઉપરની ખીના યાદ રાખી આવક્ષકની શરૂઆત કરો. આ પ્રતિક્રમણ કરવાથી વ્રતને વિષે લાગેલા વિવિધ પ્રકારના જુદી જુદી જાતના અતિચારા ટળે છે. એટલે અતિચારથી લાગેલા દાષાની શુદ્ધિ થાય છે. વળી આ પ્રતિક્રમણ ત્રીજા પ્રકારની દવાની જેવું હાવાથી નિલ વ્રતી એટલે અતિચાર રહિત વ્રત પાલનારા શ્રાવકાએ પ દરરાજ સવારની જેમ સાંજે પણ (આ પ્રતિક્રમણ) જરૂર કરવુ. ૩૪૫. ૧. ત્રીજા પ્રકારની દવાનુ દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—એક વખત એક રાજાની પાસે ત્રણ હૈાંશિઆર વૈદે આવ્યા. રાજાએ તેએને તેમની દવાના ગુણા જણાવવાનું કહ્યું. ત્યારે પહેલા વૈદ કહેવા લાગ્યા કે હે રાજા! મારી દવાને! એવા ગુણ છે કે તે વાપરવાથી જો શરીરમાં વ્યાધિ હોય તે તે વ્યાધિને તે નાશ કરે છે, પરંતુ શરીરમાં વ્યાધિ ન હોય તેા નવા રાગ પેદા થાય છે. રાજાએ કહ્યુ કે સૂતેલા સર્પને જગાડવા જેવી તારી દવાની જરૂર નથી. અથવા તારી દવા કામની નથી. ત્યાર પછી ખીજો વૈદ કહેવા લાગ્યા કે હું મહારાજ ! મારી દેવામાં એવા ગુણ છે કે તે વાપરવાથી ઉત્પન્ન એલા રાગે નાશ પામે છે અને નવા ઉત્પન્ન થતા નથી. રાજાએ કહ્યું કે તારી દવા પહેલા કરતાં સારી છે તે પણ મારે કામની નથી. પછી ત્રીજા વૈદને પૂછતાં તેણે જણાવ્યું કે મારી દવામાં એવા ગુણુ છે કે તેના સેવનથી શરીરમાં રહેલા રાગેા નાશ પામે છે, એટલું જ નહિ પણ રાગ રહિતને પણ તેના સેવનથી શરીરની વિશેષ કાંતિ પ્રગટે છે અને શરીર પુષ્ટ થાય છે. રાજાએ તે ત્રીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org