________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૯ ] શરીરને પુષ્ટ કરનાર છે અને સઘળી ધાતુઓમાં સોનું શ્રેષ્ઠ
૧ સોનાના આઠ ગુણો પંચાશકમાં કહ્યા છે. તે આઠ ગુણે વિગેરે મુદ્દાઓથી નવ પદમાં રહેલા સૂરિ મહારાજને પીતવર્ણ માનવામાં આવે છે. જુઓ સાક્ષિપાઠ--
विसघाइ रसायण-मंगले विणीए पयाहिणावत्ते ॥ गरुए अडज्झऽकुच्छे-अट्ठ सुवण्णे गुणा होति ॥१॥
સ્પષ્ટાઈ–૧. સોનું જેમ સંનિપાતાદિ વ્યાધિનું ઝેર દૂર કરે. છે, તેમ આચાર્ય મહારાજ દેશના દઈને ભવ્ય જીવોના હૃદયમાં રહેલા કષાયાદિ ઝેરને દૂર કરે છે. ૨. સેનું એ રસાયણ છે, તે જેમ આકરા રોગના વિકારને હઠાવે છે, તેમ આચાર્ય મહારાજ દેશનાદિ સાધને દ્વારા મેહના ભયંકર વિકારને દૂર કરે છે. ૩. સોનું એ મંગલિક છે. તેનું દર્શન–શુકન જેમ ઉત્તમ ગણાય છે, વિદને દૂર કરે છે, તેમ આચાર્ય મહારાજનું દર્શન–શુકન પણ મહા મંગલિક ગણાય છે. તેઓ રત્નની ખાણ જેવા શ્રીસંઘના વિનિને દૂર કરે છે. ૪. સોનું એ વિનીત છે એટલે અગ્નિમાં તપાવીને ઢીલું કરીએ, ત્યારે જેમ વાળીએ તેમ વળી શકે છે. એટલે તેનામાં જેમ વિનય (વાળીએ તેમ વળવાને) ગુણ છે, તેવી રીતે આચાર્ય મહારાજ પણ વિનીત એટલે વિનય ગુણને ધારણ કરનારા છે. એમ અહીં વિનીત શબ્દના બે અર્થ કર્યો. ૫. સેનાને કુંડલીમાં ગાળીને (ઊનું કરીને) રસ કરીએ, ત્યારે તે પ્રદક્ષિણાવર્તી એટલે પ્રદક્ષિણા ફરવાની માફક ગોળ ફરે છે. તેમ આચાર્ય મહારાજ પ્રદક્ષિણાવર્ત એટલે શ્રી જિનશાસન અને સ્વપરનું હિત થાય, તે રીતે અનુકૂલ રહે છે. ૬. સેનું એ સર્વ ધાતુઓમાં ગુરૂ એટલે શ્રેષ્ઠ ગણાય છે એમ શ્રી આચાર્ય મહારાજ ગુરૂ એટલે વડીલ પૂજનીક છે. ૭. સોનું એ અગ્નિનો સંબંધ થાય, ત્યારે પણ બળતું નથી, એમ આચાર્ય મહારાજ વિપત્તિના સમયમાં (તેવા પ્રસંગ રૂપી અગ્નિ સંબંધ થાય તે પણ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org