________________
શ્રી ધ જાગરિકા
[૮૫]
ભક્તિ કરે એ ભક્તની પૂજા કહી તે રાજસી, પુદ્દગલાનંદી જનાના ચિત્તમાંહે નિત વસી. ૭૧ અર્થ :-જો હું જિનેશ્વર પ્રભુની પૂજા કરીશ તે આ ભવમાં મને પુત્ર-પરિવાર તથા સપત્તિ-ધન દોલત વગેરેની પ્રાપ્તિ થશે. વળી દર્શક લેાક (પ્રભુનું દર્શન કરનારા લેાકેા) પણ ખુશી થશે એવી માન્યતા ( ભાવના )થી જે પ્રભુની સેવાભક્તિ કરે તે ભક્તની રાજસી પૂજા કહેવાય. આ ભક્તિ ૧પુદ્ગલાનદી જીવાના હૃદયમાં હુંમેશાં રહેલી છે. ૭૧.
આ ગાથામાં તામસી પૂજાનું સ્વરૂપ કહે છે:-~~
ખાર્થે શત્રુ જીતવા મત્સર ધરી પૂજા કરે, દઢ આશયે એ તામસી પૂજન જિનેશ્વર ઉચ્ચરે, રાજસી તિમ તામસી એ સુલભ મધ્યમ રાજસી, હલકી કહેલી તામસીને બુધ જના કાઢે હસી. ૭૨
અઃ—જે જીવ રખાહ્ય (બહારના વ્યવહારિક)શત્રુને જિતવા માટે મત્સર-અદેખાઇ-દ્વેષ અથવા વૈરભાવ ધરીને દઢતા પૂર્વક પૂજા કરે તે પૂજાને શ્રી જિનેશ્વરદેવ તામસી
ર. પુદ્દગલાન દીજે (જીવા) આત્માના ગુણે જે જ્ઞાનાદિ તેને મૂકીને શરીર, પુત્રાદિ તથા ધન દોલત વિગેરેમાં આનંદ માને તે પુદ્દગલાનંદી કહેવાય.
૧. શત્રુ એ પ્રકારના—૧. અભ્યન્તર એટલે આત્માના ખરા દુશ્મન એવા રાગ દ્વેષાદિ તે. ૨. ખાદ્ય એટલે રાગ દ્વેષ થવામાં નિમિત્તભૂત એવા મનુષ્ય વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org