________________
શ્રી ધર્મજાગરિકા '
[૧૧] અર્થ –જેમ દીવ અન્ધકારને નાશ કરે છે તેમ આગમ-સિદ્ધાન્ત આપણા આન્તર તિમિર એટલે અજ્ઞાન અથવા મેહરૂપી અન્ધકારનો નાશ કરે છે, એમ શ્રતસ્તવઃ (પુખરવરદી)માં કહ્યું છે. જુઓ તે પાઠ-“તમતિમિરપત્રવિદસજ્જ યુવાનવિદિયરસ ફુચાર માટે આગમને દીવાની ઉપમા આપેલી છે. જેવી રીતે ઓસડ આપણા રેગેને મટાડે છે તેમ આ આગમ આપણું મિથ્યાત્વાદિ રૂપી રેગને મટાડનાર હોવાથી તેને દવાની ઉપમા આપી છે. તથા ચંદ્ર જેમ પિતાની શીતળતા વડે આપણને આનન્દ આપે છે તેમ આગમ આપણને નિજ સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન તેમાં રમ
તા-તન્મયપણા રૂપી આનંદ આપનાર હોવાથી આગમને ચંદ્રની ઉપમા આપી છે. અને અગ્નિ જેમ લાકડાને બાળે
છે તેમ આગમ અનુસાર વર્તનાર ભવ્ય જનો પિતાના : કર્મરૂપી લાકડાને બાળતા હોવાથી આગમને અગ્નિની ઉપમા આપી છે. ૧૧.
હવે તેવા આગમ રૂપ નેત્રથી શું શું જણાય? તે કહે છે – પ્રભુના વચન તે આંખ સાચી એથી જાણે નરા, શુભ દેવ તેમ કુદેવને ઝટ કુગુરૂને ગુરૂ ખરે; ધર્મ તેમ અધર્મને ગુણવંત ને ગુણ હનને, શું ઉચિત કરવાને અનુચિત શર્મ દુઃખના હેતુને. ૧૬ર
અર્થ –પ્રભુના વચન એટલે આગમ તેજ સાચી આંખ છે. કારણ કે આગમથી મનુષ્ય શુભ દેવને એટલે “સુદેવને - ૧. સકલ કર્મોથી મુક્ત, અગર દોષોથી રહિત તે સુદેવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org