________________
[૧૦]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત ઉત્કંઠા અને જે ધર્મનું કાર્ય શરૂ કર્યું, તેમાં નેહ કે બલાકારને આધીન થયા વગર ઠેઠ સુધી ઉત્સાહી રહેવું, આમ થવામાં લજજા એજ કારણ છે.
લજ્જા ગુણને ખાસ કરીને ઉત્તમ કુલની સાથે સંબંધ હિય છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે ઉત્તમ કુળમાં જન્મેલા પુરૂષો લજજાળું હોય છે. આ બાબત ચંડરૂદ્રાચાર્યને શિષ્યના દષ્ટાંતે સ્પષ્ટ સમજાશે. તે બીના ટુંકામાં આ પ્રમાણે-કુલવાન શેઠને દીકરે પિતાના મિત્રની સાથે આચાર્ય મહારાજની પાસે ગયા. મશ્કરીમાં મિત્રોએ કહ્યું કે આ દીક્ષા લેવા આવ્યો છે. આ સાંભળીને ગુરૂએ લેચ કરવા માંડે, ને
ડીવારમાં ઘણા લોચ કરી પણ નાંખે, ત્યારે શેઠના દીકરાએ વિચાર્યું કે “મારી અડધી દીક્ષા તે થઈ ગઈ હવે આવી સ્થિતિમાં ફરવું એ શરમ ભરેલું ગણાય, માટે હવે તો દીક્ષા લીધી એને નિર્વાહ કરવો એજ વ્યાજબી છે.” આવો વિચાર કરી દીક્ષા લીધી, અને સમતા ભાવે ગુરૂને માર પણ સહન કરીને તે મુનિએ કેવલજ્ઞાન મેળવ્યું, અને છેવટે આ બીના જાણી ગુરૂ પણ ક્ષમા ગુણ ધારણ કરી કેવલી બન્યા. મશ્કરીમાં આરંભેલું કામ શેઠના દીકરાએ પૂરું કર્યું, એ લજા ગુણજ પ્રભાવ સમજો. પૂર્વકૃત પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થએલા દુઃખમાં ધીરજ રાખવી. કારણ કે સુખ કે દુ:ખ તે પૂર્વે બાંધેલા કર્મોનું ફલ છે. એટલે શાતા વેદનીય કર્મના ઉદયે આ જીવ સુખને ભેગવે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયે દુઃખને ભગવે છે. આવો વિચાર કરીને સંપત્તિના સમયમાં એટલે પિતાને સુખના દહાડા હોય, ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org