________________
શ્રી. ધમ જાગરિકા
[ ૧૬૫]
અઃ—ઉત્તમ મત્ર સમાન જિનરાજના આગમથી ગાવિંદ નામના બ્રાહ્મણ શ્રુતને ધારણ કરનારા થઇને સદ્ગતિને પામ્યા. વળી શ્રેણિક મહારાજાના પુત્ર મત્રીશ્વર અભયકુમારે પણ શ્રી વીર પ્રભુની વાણી સાંભળીને સચમધરા– ચારિત્રને સ્વીકાર્યું. અંખડ પરિવ્રાજક તથા સુલસા શ્રાવિકા પણ ભાવી સમય એટલે આવતી ચેાવીસીમાં તીર્થંકરા થશે. એમ જિનવાણી સાંભળવાથી ઉત્તમ દેવભવ તથા મનુષ્યભવ મળે છે. તથા મેાક્ષના મનેારથ પણ સફ્ળ નીવડે છે. ૧૭૯.
સમૃદ્ધિ પડિતતા પ્રતિષ્ઠા પ્રભુ વચન શ્રવણે કરી, જિનવચન માઇક રાતિનિ બુધ ખાય તૃપ્તિ નહિજરી; નિહુ અધતા નહિ મૂકતા જડતા નહિં મતિ મંદતા, અમૃતરસાયણજિનવચનથીજન મરણ ભય ટાલતા. ૧૮૦
અર્થ :વળી વિશેષમાં જિનરાજની વાણી સાંભળવાથી સમૃદ્ધિ એટલે સારી ઋદ્ધિઓ, પંડિતતા-ચતુરાઈ, પ્રતિષ્ઠા–માન આબરૂ વગેરેની પ્રાપ્તિ થાય છે. પંડિત પુરૂષા જિનેશ્વરના વચનરૂપી માદક-મિષ્ટાન્ન રાત દિવસ ખાય તે પણ જરાએ ધરાતા નથી. ( ભાવાર્થ એ છે કે પૌદ્ગલિક માદક અમુક હદ સુધીજ ખવાય છે તથા કાયમ ખવાઈ શકાતા નથી. ખાધા ઉપર જે ખાવા જાય તેા ભાવતા પણ નથી, અરૂચિ થાય છે અને રાતે ન ખવાય. ત્યારે જેમને પ્રભુના વચન શ્રવણુરૂપી ભાવમાદકમાં આસક્તિ થએલી છે તેમને જેમ જેમ સાંભળે તેમ તેમ તેના ઉપર અધિક અષિક ભાવ જાગૃત થાય છે. અરૂચિ થતી નથી અને ગમે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org