________________
શ્રી ધર્મજાગરિકા ,
[૮૩] અર્થ:–“વિચારામૃત સંગ્રહ” નામના ગ્રંથમાં ગ્રંથકારે પૂજકના વિવિધ આશયને ધ્યાનમાં લઈને સાત્વિકી, રાજસી તેમજ તામસી એમ ત્રણ પ્રકારની ભક્તિ કહેલી છે. તેમાં સાત્વિક ભક્તિ કરનાર જીવ આસન્નસિદ્ધિક એટલે નજીકમાં (ઘેડા ભામાં) ક્ષે જનાર તેમજ પુણ્યવંત જાણ. કોઈક સાત્વિક પૂજા કરનાર ઉત્તમ જીવ ભાવનાના રંગથી–ઉત્કૃષ્ટ ભાવવડે તે ભવમાં પણ શિવ (મોક્ષ)ને મેળવે છે. ૬૮.
હવે બે ગાથા વડે સાત્વિક ભક્તિનું સ્વરૂપ કહે છે – પ્રભુદેવના ઉત્તમ ગુણોને ઓળખી જ્ઞાની કને, જેહ સંકટ કાલમાં પણ જાળવી મનરંગને, પ્રભુ કાજ ઘે સર્વસ્વ પણ ઝટ ભક્તિરાગ વધી જતાં, સંપૂર્ણ ઉત્સાહે નિરંતર શક્તિ રજન છુપાવતા. ૬૯
અર્થ –જેઓ જ્ઞાનવંત ગુરૂ પાસેથી પ્રભુ દેવના (વીતરાગ જિનેશ્વરના) શ્રેષ્ઠ ગુણોને ઓળખીને સંકટના સમયમાં પણ પ્રભુભક્તિ કરવાના પ્રસંગે મનરંગને–મનના ઉમંગને જાળવે, પણ ઓછો થવા દેતા નથી. વળી ભક્તિરાગ-ભક્તિ પ્રત્યેનો પ્રેમ વધતાં પિતાની જરા પણ શક્તિને ગેપવ્યા સિવાય પુરેપુરા ઉત્સાહથી પ્રભુના કાર્ય માટે હંમેશાં સર્વસ્વને પણ ત્યાગ કરવામાં તત્પર રહે. પ્રસંગે તમામ માલમીલ્કત વગેરેને ત્યાગ પણ કરે. (તેની સાત્વિક ભક્તિ જાણવી એમ આગળ કહેવાનું છે.) ૬૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org