________________
[૭૦]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત
અવસરે પેલા શુકપક્ષીએ આને એક ફલ આપ્યું. તેથી એણે (ગરીબ સ્ત્રીએ) ઉલ્લાસથી પ્રભુદેવની પૂજા કરી. એમ શુકપક્ષીના જોડલાએ પણ ફલપૂજા કરી. ફલપૂજાના પ્રભાવે એ ગરીબ સ્ત્રી દેવલોકમાં દેવ થઈ, અને શુકને જીવ ગંધિલા. નગરીમાં સૂર રાજાને ફસાર નામે કુંવર થયો અને સૂડીને જીવ રાયપુર નગરમાં સમરકેતુ રાજાની ચંદ્રલેખા નામે રાજકુંવરી થઈ. દુર્ગત (ગરીબ સ્ત્રીને જીવ) દેવના કહેવાથી કુમાર ફલસાર ચંદ્રલેખાના સ્વયંવર મંડપમાં શુક યુગલનું ચિત્ર લઈને ગયે. ચિત્રને જોતાં કુંવરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેથી જાણેલી બીના પિતાને જણાવીને તેણે ફસારને વરમાલા પહેરાવી. અનુક્રમે ફલસાર લગ્ન થયા બાદ સ્વનગરીમાં આવ્યું. દૂત દેવની સહાયથી ચિંતિત અર્થો જલ્દી મેળવે છે. અને ચંદ્રલેખાને સર્પ કરડો, ત્યારે દેવવૃક્ષની માંજરીને પ્રગથી નિર્વિષ પણ બનાવે છે. અવસરે સૂરરાજાએ ફલસારને રાજ્ય સેંપીને શ્રી શીલંધર સૂરીશ્વર મહારાજની પાસે પરમ ઉલ્લાસથી દીક્ષાગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું. રાજા ફિલસારને ચંદ્રસાર નામે કુંવર હતો, તે પણ “બાપ એવા બેટા” આ કહેવત પ્રમાણે પ્રભુદેવની હંમેશાં પિતાની માફક ફલપૂજા કરતો હતો. તેમજ બીજું પણ નવપદ આરાધનાદિ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ ઉલ્લાસથી કરતો હતો. કુમારચંદ્રસારને રાજ્ય સેંપીને પિતાની માફક રાજા ફલસારે પણ પિતાની રાણુ સહિત તીવ્ર ઉલ્લાસથી દીક્ષાની આરાધના કરીને સાતમા મહાશક દેવલોકની દેવતાઈ ઋદ્ધિ મેળવી. ભવિષ્યમાં તે સાતમે ભવે સિદ્ધિપદ પામશે. એમ દુર્ગતદેવ પણ સાતમે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org