________________
[૫૮]
શ્રી વિજયયરિજી કૃત
નાવલિએ દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા સાધવા માંડી. પેલે દેવ સાત દિવસનું દેવાયુષ્ય પૂરું કરીને પવન નામના વિદ્યાધર. રાજાને મૃગાંક નામને પુત્ર થયે. અનુક્રમે યૌવન વય થતાં એક દિવસ વિમાનમાં બેસીને મૃગાંક કુમાર ચાલ્યા જાય છે. ત્યારે તેની નજર સાધ્વી મદનાવલિની ઉપર પડે છે. આ વખતે કામાતુર મૃગાંક કુમારે નીચે આવીને સાધ્વીને ઘણાએ અનુકૂલ ઉપસર્ગો કર્યા તે પણ સાધ્વીજી શીલધર્મથી ચલાયમાન થયાજ નહિ, ઉપસર્ગને સમભાવે સહન કરવાથી તે કેવલજ્ઞાન પામ્યા ને મૃગાંક કુમારને (પૂર્વે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે) પ્રતિબંધ પમાડે, જેથી કુમારે દીક્ષાને સાધીને કેવલી થવા પૂર્વક મુક્તિપદ મેળવ્યું. સાધ્વી મદનાવલિ પણ ઘણું વર્ષના કેવલી પર્યાયમાં અનેક ભવ્ય જીવોને ઉદ્ધાર કરી નિર્વાણપદ પામ્યા. સારાંશ એ કે ચંદનપૂજા કરવાથી જયસૂર (મૃગાંક) અને શુભમતિ (મદનાવલિ) જેમ સંસારસાગર તરી ગયા, તેમ ભવ્ય જીએ પ્રભુની ઉલ્લાસથી પૂજા કરી આત્મકલ્યાણ જરૂર સાધવું. તેમજ પ્રભુદેવની ઉત્તમ પુષ્પ (ફૂલ) પૂજા કરવાથી લીલાવતી નામની એ વણિક પુત્રીએ મોક્ષ સંપદા મેળવી હતી. તેની ટુંકી બીના આ પ્રમાણે જાણવી:ઉત્તરમથુરા નામની એક નગરી છે, ત્યાં ધનપતિ નામે એક શેઠ રહેતા હતા. તેમને શ્રીમાલા નામે સ્ત્રી હતી. લીલાવતી નામે પુત્રી હતી, મુનિરાજના કહેવા પ્રમાણે વિધિપૂર્વક ઉલ્લાસથી તેણે (લીલાવતીએ) પ્રભુદેવની ઉત્તમ પુષ્પપૂજા કરી. હતી, તે ઉપરાંત તે પરમ શ્રાવિકા હંમેશા પ્રભુપૂજાદિ ધર્માનુષ્ઠાનમાં મગ્ન રહેતી હતી. અંતે સમાધિ મરણ પામી દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org