________________
શ્રી ધર્મજાગરિકો
[૫૭]
(પિતાનું જીવન) સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી એને ખાત્રી થઈ કે આ શુક પક્ષીનું કહેવું તદન વ્યાજબી છે. છેવટે આ શુક પક્ષીના કહ્યા પ્રમાણે રાણીએ સાત દિવસ સુધી વિધિપૂર્વક ઉલ્લાસથી શ્રી જિનેશ્વર પ્રભુની ચંદનપૂજા કરી, જેના પ્રભાવે તમામ દુધ નાશ પામી. રાણુના આનંદને પાર રહ્યો નહિ. આ બીના રાજાએ જાણું, જેથી તે ખૂશી થઈને રાણીને હાથી ઉપર બેસાડીને રાજમહેલમાં લઈ ગયા. એક વખત બને જણ આનંદમાં બેઠા છે, એવામાં ખબર મળી કે–અમરતેજ નામના મહા મુનીશ્વરને ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું છે, જેથી રાજા રાણી વિગેરે પરિવારને સાથે લઈને વંદન કરવા ગયા.
ત્યાં મુનિરાજની વૈરાગ્યમય અપૂર્વ દેશના સાંભળ્યા બાદ રાણીએ ગુરૂને પૂછયું કે-જેણે મારું જીવન કહી સંભળાવ્યું તે શુકપક્ષી કેણ હતો? જવાબમાં કેવલી પ્રભુએ કહ્યું કે હે રાણું! તે તારે પૂર્વ ભવને સ્વામી હતા. તેણે શુક પક્ષીનું રૂપ કરીને તીર્થકર ભગવંતની પાસે તારું જીવન સાંભળીને તને પ્રતિબંધ કરવા ખાતર અને નીરોગી થવાને ઉપાય જણાવવા માટે તારી આગળ (તારું) જીવન કહી સંભળાવ્યું હતું. તે દેવ અહીં તારી પાસે બેઠે છે. રાણીએ તે દેવની પાસે જઈને તેને ઉપકાર માન્ય. દેવે (પૂર્વભવના સ્વામીએ) રાણને કહ્યું કે-“હવે મારૂં સાત દિવસનું આઉખું બાકી છે. અહીંથી આવીને હું ખેચર (વિદ્યાધર) ને પુત્ર થઈશ. તે વખતે તું મને પ્રતિબંધ કરજે” રાણીએ કહ્યું કે મને તેવું જ્ઞાન થશે, તે જરૂરી તેમ કરીશ. આ ઉત્તર સાંભળીને દેવ સ્વસ્થાને ગયે. અવસરે (શુભમતિના જીવ) રાણું મદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org