________________
શ્રી ધર્મજાગરિકા
[૪૫] તિલિસિનિરિવરવા વિ ’ આ પાઠથી કહી શકાય. આથી આજુબાજુ જેવાને નિષેધ હોવાથી અને પ્રાયે મૌન ભાવ હોવાથી અસદાચાર (મૈથુન)ની ભાવના લગાર પણ થતી જ નથી. કારણ કે સારા નિમિત્તોના સંસર્ગથી કુભાવના થાય નહિ. એમ આંશિક શીલની આરાધના સમજાવી. હવે આંશિક તપની આરાધના સમજાવવી બાકી છે. તે આ પ્રમાણે-ખાતે જાય ને પૂજા કરતો જાય, એમ તે બને જ નહિ. કારણ કે એક કાર્યમાં બે કાર્ય થઈ શકે જ નહિ. માટે પૂજનના સમયમાં તેટલે અંશે તપની આરાધના પણ સમાયેલી છે. આ રીતે દાનાદિ ચારની આરાધના સમજાવી. તેમજ એ પણ જરૂર યાદ રાખવું કે–પ્રભુના પૂજનકાલે અમુક અંશે બારે વ્રતોની આરાધના થાય છે. તે બીના ટુંકામાં આ પ્રમાણે સમજવી. પ્રભુદેવની દ્રવ્ય પૂજાના અધિકારી બે જણા હોય છે. તે આ પ્રમાણે-૧ અવિરતિ સમ્યગ્દષ્ટિ. ૨ દેશવિરતિ. આજ ઈરાદાથી મહર્ષિ ભગવતે શ્રાવકના–૧. “દર્શન શ્રાવક. ૨. વ્રત શ્રાવક એમ બે ભેદ ફરમાવ્યા છે. ગુણસ્થાનકના વિચારે દર્શન શ્રાવકને ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. અને વ્રત (ધારી) શ્રાવકને પાંચમું દેશ વિરતિ ગુણસ્થાનક હોય એમ સમજવું. દર્શન શ્રાવક જીવ અછવાદિ નવે તોના સ્વરૂપને જાણકાર હોય છે અને શ્રી જૈન શાસનને (જૈન ધર્મને) જ પરમ કલ્યાણકારી માને છે. કહ્યું છે કે"सेणं दसण सावए हवइ-अहिगय जीवाजीवे उवलद्धपुण्णपावे आसव संवर निज्जर किरियाहिगरण बंध मोक्खकुसले जाव अयमाउसो ? निम्नथे पावयणे अहे अयं परमढे से से
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org