________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૪૬ ]
આ ગાથામાં પાંચમી દીપપૂજાની ભાવના કહે છે:—— ધ્યાન અનલે ધાતી કર્યાં ચાર ખાળી નિશ્ચયે, કૈવલી થયા પ્રભુ ખારમા ગુણઠાણના છેલ્લા ક્ષણે; વ્યવહારથી વ્હેલા ક્ષણે તે તેરમા ગુણ ઠાણુના, પ્રભુ નાણુ કેવલ આપજો એ દીપ પૂજા ભાવના. ૪૬
અ:-દીપપૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી કે જેમણે શુક્લ ધ્યાનરૂપ ૧અગ્નિ વડે ચાર ઘાતી કર્મોના નિશ્ચયનયની અપેક્ષાએ બારમા ગુઠાણાના અંતે ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અને વ્યવહારનયની અપેક્ષાએ તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કેવલજ્ઞાન મેળવ્યું એવા હે સ્વામી! મને તેવુ કેવલજ્ઞાન આપજો. ૪૬.
આ ગાથામાં સાથીએ કરવાનું પ્રયાજન બતાવે છે: સ્વસ્તિક વિષે ચઉ પાંખડાં એ ચાર ગતિના જાણવા, જે ઉપર ત્રણ પુજ તે જ્ઞાનાદિ ત્રણના જાણવા; તાસ ઉપરે સિદ્ધ કેરૂ સ્થાન સિદ્ધ શિલા કહી, અક્ષત અખંડિત શ્વેત લેવા સ્વસ્તિકે ભૂલ નહી. ૪૭
૧ નિશ્ચયનયના મતે જે સમયે ઘાતી કર્મોના ક્ષય તેજ સમયે કૈવલજ્ઞાનની પ્રાપ્તિ કહી છે. જેમ ઘડા ફૂટે તેજ સમયે ઠીકરાં થાય.
૨. વ્યવહારનય એક સમય પછી એટલે તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન માને છે. એ મતનું કહેવું એવું છે કે ધાતી કના ક્ષય થાય ત્યાર પછીના સમયે કેવલજ્ઞાન પ્રકટે. જેમકે ઘા ફૂટે ત્યાર પછી ઠીકરાં થાય. કારણકે આગલે સમયે તે તે આખા હતા તેથી નિશ્ચયનય અને વ્યવહારનયને એક સમયનું આંતર્ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org