Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૨
શીલપદેશમાલા ગ્રંથનો
પ્રભાવના કરતાં લાંબા કાળ સુધી સામ્રાજ્યનું પાલન કર્યું. એકવાર ગુણસુંદરીએ પુણ્યપાલને ઉપદેશ આપ્યઃ યૌવન નાશવંત છે, લક્ષ્મીને ઉત્કર્ષ ક્ષણભંગુર (ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળો) છે, કાયા સેંકડો કષ્ટોથી યુક્ત છે. માટે તમે ધર્મમાં મતિ કરો. સુલોચન નામના પુત્રને રાજય ઉપર બેસાડીને દંપતીએ મહોત્સવપૂર્વક દીક્ષા લીધી. તે બંને લાંબા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળીને શાશ્વત સુખવાળા, અવિનાશી અને અવિકારી (=જેમાં જરાપણ ફેરફાર ન થાય તેવા) મોક્ષને પામ્યા. જે ધીર મનુષ્ય આ શીલરૂપી માણિક્ય રત્નને અખંડપણે હૃદયમાં ધારણ કરે છે તે મનુષ્ય ગુણસુંદરીની જેમ આ લોકમાં અને પરલોકમાં વાંછિત અર્થની પ્રાપ્તિ થવાથી આનંદિત બને છે. [૩-૪].
મોક્ષના સાધક બીજાં ધર્મ કારણે હોવા છતાં પરમાર્થથી શીલ જ મોક્ષનું કારણ છે એમ કહે છેઃ
देवो गुरू य धम्मो, वयं तवं गुत्तिमवणिनाहोवि ।
पुरिसो नारी वि सया, सीलपवित्ताई अग्धंति ॥५॥ ગાથાથ – દેવ, ગુરુ, ધર્મ, વ્રત, તપ, ગુપ્તિ, પૃથ્વીનાથ, પુરુષ અને સ્ત્રી પણ સદા શીલથી પવિત્ર હોય તે જ ગૌરવને પામે છે.
ટીકાથ:- દેવ=તીર્થસ્થાપના વગેરે કરનાર. ગુરુ=ધર્માચાર્ય. ધર્મ=હેય-ઉપાદેયને ઉપદેશ. વ્રત–દીક્ષા સ્વીકાર. તપ=બાહા અને અત્યંતર એ બે ભેદને આશ્રયીને બાર ભેદવાળું. ગુપ્રિ=મન, વચન અને કાયાનું રક્ષણ કરવું. ગાથામાં નવનિષિ એ સ્થળે રહેલા અરિ શબ્દથી ભિખારીનું પણ ગ્રહણ કરવું. પુરુષ શબ્દથી ઘર્મી પુરુષ સમજ. શ્રી શબ્દથી એક્ષસાધન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નને ધારણ કરનારી સ્ત્રી સમજવી. આ બધા નિરંતર શીલથી પવિત્ર હોય તે જ ગૌરવને પામે છે, અર્થાત્ શીલવંતે જ પૂજય બને છે અને સુગતિમાં જવાને લાયક બને છે. [૫]
શીલમાં બીજા મનુષ્ય પ્રવૃત્તિ કરે એ માટે શીલવંતે દુષ્કર કાર્ય કરનારા છે એમ જણાવીને બે ગાથાઓથી શીલવંતેની જ પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે –
दायारसिरोमणिणो, के के न हुया जयंमि सप्पुरिसा । के के न संति किं पुण, थोवच्चिय धरियसीलभरा ॥६॥ छट्टहमदसमाई-तवमाणावि हु अईव उग्गतवं ।
अक्खलियसीलविमला, जयंमि विरला महामुणिणो ॥ ७ ॥ ગાથાર્થ –જગતમાં દાતારશિરોમણી સત્યપુરુષ કણ કણ નથી થયા? વર્તમાનમાં પણ દાતાર પુરુષે કણ કણ નથી? પણ શીલને ભાર ધારણ કરનારા થોડા જ હોય છે.
૧. મૂળ ગાથામાં રહેલા કિં કુળ શબ્દને પુનઃ એવો અર્થ જણાય છે. ટીકામાં એ સ્થળે પુનઃ એવો જ ઉલ્લેખ છે. પુનઃ શબ્દને કયારેક “પણ” એ અર્થ પણ થાય છે, અહીં “પણ” એ અર્થ જણાય છે.