Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશમાલા ગ્રંથને આગળ ગયો. રસ્તામાં તીર્થને પામીને અતિશય દાન, સંઘપૂજા અને પ્રભાવના વગેરે કાર્યોથી જેનશાસનની ઉન્નતિ કરી. લેકે આશંકા કરવા લાગ્યા કે શું આ ચક્રવર્તી છે? અથવા પૃથ્વી ઉપર આવેલે ઇંદ્ર છે? અથવા મહાસૈન્યવાળે વાસુદેવ પૃથ્વીને સાધે છે? પછી એગ્ય યુક્તિથી વિચાર કરીને આ “મહાનાયક” છે એ પ્રમાણે તેને ઘણે પ્રસિદ્ધ કર્યો. કેમે કરીને શ્રી ભજિલપુરના સીમાડા સુધી આવીને તેણે જન્મભૂમિનાં પૂર્વનાં અનેક ચિહ્નોને જોયાં. પૂર્વના કઠિયારાના પ્રસંગને યાદ કરી કરીને “બ્રહ્માથી પણ કર્મની વિચિત્રતા દુર્લદય છે” એમ તેણે મિત્રની આગળ કહ્યું. શહેરની નજીકમાં સાર્થનો પડાવ નાખીને સ્વાર્થ અને પરાર્થને જાણનાર તેણે ત્યાં વિમાનસમાન ન મહેલ બનાવડાવ્યું. જાણે ગુણોને એકઠા કર્યા હોય તેમ રત્નોને થાળીમાં મૂકીને સાથેવાહે અરિકેશરી રાજાને ભેટશું આપ્યું. તે તે દેશાંતરમાં અનુભવેલા આશ્ચર્યકારી વૃત્તાંતથી રાજાના ચિત્તને વિરમયવાળું બનાવ્યું. રાજાઓ પણ આખી જીંદગી સુધી પણ જે ભાવ ન જુએ તે ભાવેને દેશાંતરમાં મુસાફરી કરનારાઓ સહેલાઈથી અનુભવે છે. રાજા ધનથી તમારા કેટલાક હાથીઓને લેવાની ઈચ્છા રાખે છે એમ મંત્રીએ કહ્યું એટલે ઉદાર અને શ્રેષ્ઠ એવા શેઠે કહ્યુંઃ ધનનું શું કામ છે ? આ બધું જ સ્વામીના ચરણમાં સમર્પી દીધું છે. માટે પ્રસન્ન થઈને ત્યાં જ આવીને મારા ઉપર અનુગ્રહ કરે. કૌતુકથી તેના વૈભવને જોવાની ઈચ્છાવાળો રાજા પણ છેડા પરિવારને સાથે લઈને સાર્થમાં ગયે. વિવિધ પોષાક પહેરીને પ્રવેશ કરતા અને નીકળતા તથા વિવિધ ભાષા બોલતા લોકેથી સાર્થને સ્વર્ગલેકના જે જોઈને તે ચિત્તમાં ચમત્કાર પામે. તેટલામાં પુણ્યપાલે વિનયથી રાજાને નાનમંડપમાં લાવીને બાજોઠ ઉપર બેસાડ્યો.
દવઋદ્ધિથી સ્નાન કરીને ચીનાઈ (=ચીન દેશમાં બનેલાં) વસ્ત્ર પહેરીને જિનપૂજા કરવાની ઈચ્છાવાળો રાજા જિનમંદિરમાં ગયા. ત્યાં રાજાએ કપૂરથી પૂર્ણ કસ્તૂરી, ચંદન, અગરુચંદન અને કેશરથી તથા ઉત્તમ સ્તવનથી જિનેશ્વરની પૂજા કરી. પછી રાજા ભોજનશાળામાં બેઠો એટલે સેનાના બાજોઠ ઉપર રત્નની સુંદર થાળીઓ મૂકી. શ્રત વસ્ત્ર અને આભૂષણને ધારણ કરનારી જાણે દેવી હોય તેવી કેઈ એ પૂર્વદિશાના દ્વારથી આવીને થાળીમાં ફળ મૂક્યાં. ફરી લીલા રંગનાં વચ્ચે અને આભૂષણોને ધારણ કરનારી કોઈ સ્ત્રીએ દક્ષિણ દિશાના દ્વારથી નીકળીને મનોહર રસોઈ પીરસી. પીળાં વસ્ત્રો વગેરેથી મને હર કોઈ સ્ત્રીએ પશ્ચિમદિશાના દ્વારથી આવીને પકવાન્નો મૂક્યાં. રાતાં વોને ધારણ કરનાર કઈ રીએ ઉત્તરદિશાના દ્વારથી આવીને ઘી વગેરે મૂક્યું. એક જ રૂપવાળી ચાર સ્ત્રીઓને જોઈને રાજાએ આશ્ચર્ય થવાથી પૂછયું : તમારે કેટલી સ્ત્રીઓ છે? પુણ્યપાલે સ્મિત કરીને રાજાને કહ્યું : હે સ્વામી ! આપે જેની જે રીતે ધારણ કરી છે તે તે રીતે જ છે. ભોજન કર્યા પછી પરસ્પર આકર્ષાયેલ ચિત્તવાળા પુણ્યપાલ
જ અહીં તામ્ પ્રત્યય સ્વાથમાં લેવાથી તેને વિશેષ કોઈ અર્થ નથી. (સિદ્ધહેમ ૭-૩-૭)