Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ શિખવાડે છે. ધર્મમાં બુદ્ધિવાળા પુણ્યપાલે ત્યાંના રાજાની અનુજ્ઞાથી જમીન લઈને ત્યાં ઊંચા દ્વારવાળું જિનમંદિર બંધાવ્યું.
સદા એક સ્થળે જ રહેવાથી મનુષ્ય જડ બને છે–તેની બુદ્ધિને વિકાસ થતું નથી એ કારણે રાજપુત્રીએ પતિને દેશાંતર જવાની ઈચ્છાવાળો કર્યો. દેશાંતર જવા માટે ઉત્સુક બનેલા પુણ્યપાલે ઘણું વાહનને અને સેંકડો કરિયાણુઓને લઈને સાર્થની મેટી (=સારી) ગોઠવણ કરી. પછી પટહ વગડાવીને ઘાષણ કરાવી કે સાર્થની સાથે આવનારાઓમાં જે ભાતા વિનાના હશે તેમને ભાતું અને જેમને વાહન જોઈતું હશે તેમને વાહન આપીશ. (સમય થતાં) તેણે ત્યાંના રાજાની રજા લીધી અને સ્તુતિપાઠકએ મંગલ કર્યું એટલે હાથીની જેમ દાન દેતે તે સિંહલદ્વીપ તરફ ચાલ્યો. સર્વ આડંબરથી માર્ગમાં જ તે “પુણ્યપાલ નામને નાયક જાણે જંગમ કલ્પવૃક્ષ છે” એમ બધા સ્થળે પ્રસિદ્ધિને પામ્યો. રસ્તામાં જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક જણ થયેલા જિનમંદિરને ઉદ્ધાર કરતા તેણે જાણે પોતાના પુણ્યપુંજ હોય તેવાં નવીન ચૈત્યોને બંધાવ્યાં. પૃથ્વી ઉપર યશને ફેલાવતા અને આનંદથી મનોહર લાગતે તે અનેક દેશોને ઓળંગીને અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યા. ત્યાં તેણે સેવકને અદ્દભુત માણેક૨થી બનાવેલા ઘણું આભૂષણેથી અલંકૃત કરીને જાણે શરીરધારી કલ્પવૃક્ષો હોય તેવા કર્યા. જાણે ઈંદ્રની સ્પર્ધા કરતે હોય તેમ તેણે તે જ ભાલેજ દેશમાં થયેલા લાખ અશ્વોને માણસ પાસેથી મંગાવ્યા. જાણે દાનની સ્પર્ધા કરવાથી અપરાધી થયા હોય તેમ ભદ્રજાતિના હજાર હાથીઓને પણ વિધ્યાચલ પર્વતમાંથી તેણે લીધા.
ઘણા વૈભવને અનુભવ કરાવીને હવે અવસર પામીને ગુણસુંદરીએ મધુરવાણીથી પતિને કહ્યું: હે સ્વામી! સૂર્યથી અત્યંત તપેલા પક્ષીઓના ગળાના જેવું ચંચળ ધન પ્રાપ્ત કરીને વિવેકી પુરુષે તેને જલદી સફલ કરવું જોઈએ. હે નાથ ! જે ધન પુણ્યના સાધનને પોષતું નથી અથવા સ્વજન અને સંબંધીઓના કૌતુક માટે થતું નથી તે ધનથી શું? તેથી જ્યાં અરિકેશરી રાજા છે ત્યાં જવું ઉચિત છે, જેથી તે પણ આંખો ફાડીને કર્મના ફલને જુએ ! ગુણસુંદરીનું કહેવું સાંભળીને તેના ભાવને સમજવામાં કુશળ અને પ્રબલ સામર્થ્યવાળા તેણે જલદી પ્રસ્થાન માટેની ભેરી વગડાવી. જાણે સમ્રાટ હોય તેમ માર્ગમાં સામે આવવું વગેરે રીતે રાજાઓના સત્કારને પગલે પગલે પામતો તે
૧. હાથીના ગણ્ડસ્થલમાંથી ઝરતા મદને દાન કહેવામાં આવે છે. આથી મદને ઝરાવતા હાથી દાન (=મદ) આપે છે એમ કહેવાય. જેમ હાથી દાન આપતો (=મદ ઝરાવતો) ચાલે તેમ પુણ્યપાલ રાજા દાન આપતા ચાલ્ય.
૨. પોતે દાન આપે છે અને હાથી પણ દાન આપે છે. (=મદ ઝરાવે છે.) આથી હાથીઓએ પિતાના દાનની સ્પર્ધા કરી માટે તે અપરાધી થયા એમ અહીં કવિની કલ્પના છે.