Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
આ પ્રમાણે વચન સાંભળીને શિયાળાની જેમ સમકાળે આકુલ બનેલા સેવકે એ રાજાને કહ્યું: હે સ્વામી સદા આપની મહેરબાનીરૂપ કલ્પવૃક્ષની છાયામાં રહેલા અમે ભ્રમરોની જેમ ઈચ્છિત ફલાસ્વાદને પામીએ છીએ. આ સાંભળીને કર્મના મર્મને જાણનારી અને જૈનધર્મથી વાસિત થયેલી કુમારીએ, જાણે સેવકના આ કથનને દૂર કરતી હોય તેમ, માથું ધુણાવ્યું. વિસ્મય પામેલા રાજાએ મસ્તક ધુણાવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, હે પિતાજી ! શુભાશુભ ફળની પ્રાપ્તિમાં કર્મ જ કારણ છે. જેની મહેરબાનીથી લોકો ધનવાની ખુશામત કરે છે તે માત્ર એક લક્ષમી જ લાંબા કાળ સુધી જય પામે, બીજી વસ્તુથી શું? આ સાંભળીને અત્યંત ગુસ્સે થયેલા રાજાએ ભવાં ચઢાવીને કહ્યું: તું કે ની મહેરબાનીથી સદા આ પ્રમાણે સુખ ભેગવે છે? રાજપુત્રીએ કહ્યું: આ બધા જ લેકે પોતે કરેલાં કર્મોના ફળને ભેગવે છે, અન્ય તે માત્ર નિમિત્ત બને છે. રાજાએ તેને ખેાળામાંથી ઉતારીને તેની પાસેથી આભૂષણો વગેરે લઈ લીધું, લગભગ જરી ગયેલી અને મલિન સાડી પહેરાવી. પછી પોતાના સેવક દ્વારા જરી ગયેલા વસ્ત્રવાળા, ગરીબ અને કૃશકાયાવાળા કઠિયારાને બેલાવીને તેની સાથે ગુણસુંદરીનાં લગ્ન કર્યા. રાજાએ ગુણસુંદરીને કહ્યું : જા, પોતાના કર્મને ભગવ, પિતાની જીભનું (=વચનનું) ફલ પામ. પછી રાજાએ સેવકેને આજ્ઞા કરી કે જે આની પાછળ જશે તે મારો શત્રુ છે. અંતઃપુરની સ્ત્રીઓએ અને મંત્રીઓએ રાજાને કહ્યુંઃ બાળક અનુચિત આચરણ કરે તે પણ તેના ઉપર કેપ ન કરવો જોઈએ. બાલ્યાવસ્થામાં પત્નીના સ્તનને ખેંચતે પુત્ર શું મારવા ગ્ય થાય છે? ઈત્યાદિ ઘણી વિનંતિ કરવા છતાં રાજાએ કેઈનું પણ વચન ન માન્યું, બલકે સર્ષની જેમ ગુસ્સે થયે.
વિશેષ વિકસતા મુખરૂપી કમલવાળી, હું પિતાના પુણ્યકર્મોને ભેગવીશ એમ માનતી અને પુણ્યવંતી એવી તે જેમ રાજહંસી કાગડાની પાછળ જાય તેમ કઠિયારાની પાછળ ગઈ. ભિખારીના જીર્ણ થઈ ગયેલા ઘરમાં આવીને તેણે પતિને બેસવા માટે આસન આપ્યું. કઠિયારાએ તેને કહ્યું : હે રાજપુત્રી! તું તારી ઈચ્છા હોય ત્યાં જા. અહીં તારા લાયક શું છે? અર્થાત્ અહીં તારા લાયક કાંઈ જ નથી. સુવર્ણ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ધનને લાવે છે. (એમ તું બીજે જ્યાં જઈશ ત્યાં સુખી થઈશ.) ગુણસુંદરીએ કહ્યું : હે સ્વામી! આવું વચન ફરી ન બોલશે, ચિંતામણિરત્નસમાન આ૫ જ મારા શરણ છે. પછી વિનયથી નમેલા મુખવાળી ગુણસુંદરીએ પોતાના નખો અત્યંત કેમ હવા છતાં કઠિયારાના જટારૂપે રહેલા મસ્તકના કેશેને છેડવાનું શરૂ કર્યું, તેટલામાં તેને કેશોમાંથી ચંદનની સુગંધને અનુભવ થયે. આથી તેને આશ્ચર્ય થયું. તેણે વિચાર કરીને રહસ્ય જાણી લીધું. પછી તેણે પતિને પૂછયું : હે સ્વામી! આજે આપે લાકડાએને ભારે ક્યાં મૂક્યો છે? પતિએ કહ્યું ભેજન મેળવવા માટે કંદોઈની દુકાને મૂક્યો છે. તેથી તેની સાથે કંઈની દુકાને જઈને ભારે ઘરમાં મૂકાવ્યું. વાદળથી