Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશ માલા ગ્રંથને જબૂઢીપ નામને દ્વીપ છે. તે દ્વીપ-ચંદ્ર સૂર્યના બહાનાથી ચાર ચકોને ધારણ કરે છે એથી તે જાણે કે ચક્રવર્તીને પણ ઈશ્વર છે. તે જંબુદ્વીપમાં જ ભરતક્ષેત્ર છે. એ ભરતક્ષેત્રના દક્ષિણવિભાગમાં લક્ષમીથી વિભૂષિત શ્રીભદ્દિલપુર નામનું મનહર નગર છે. તેમાં અતિશય ઊંચા મહેલની ટોચ ઉપર રહેલે સૂર્ય સુવર્ણકુંભ જેવો દેખાય છે,
સ્વર્ગગંગા ધજા જેવી અને તારાઓ ઘુઘરીઓ જેવા દેખાય છે. તે નગરમાં અતિશય પરાક્રમથી સિંહ સમાન અરિકેશરી નામને રાજા હતો. (તે નગરમાં રહેલાં) રત્નો જાણે રાજાના પ્રતાપના કણિયા હતા એવી હું કલ્પના કરું છું. તે રાજાની જેનધર્મથી શોભતી, અખંડિત ભોગ-સૈભાગ્યવાળી અને કામદેવરૂપી હસ્તિનું લાલન કરનારી કમલમાલા નામની પટરાણ હતી. તે રાણથી અનેક દેવતાઓની અનેક માનતાઓથી લાંબા કાળે સે પુત્રની ઉપર એક પુત્રી જન્મી. પિતાને ધન્ય માનતા રાજાએ મહાન જન્મોત્સવ કરાવ્યું. પછી તેનું ગુણસુંદરી એવું સાન્વર્થ નામ રાખ્યું. કામવૃક્ષની લતાની જેમ પ્રતિદિન વધતી તે ચંદ્રકલાની જેમ સર્વને પ્રિયદર્શનવાળી થઈ તેના શરીરરૂપી વનમાં માદક ઉન્માદરૂપી ની કેથી સિચાયેલ અને હાવભાવરૂપી ફેલાતી છાયાવાળું યૌવનરૂપી વૃક્ષ વૃદ્ધિ પામ્યું. શા ભણીને તે એકવાર સર્વ અંગોમાં વિભૂષા કરીને માતાની આજ્ઞાથી પિતાના ચરણોમાં નમવાની ઈચ્છાથી રાજસભામાં આવી. ચોસઠ કળાઓથી પૂર્ણ, જાણે સાક્ષાત્ સરસ્વતી હોય તેવી અને વિનયથી અત્યંત નમ્ર બનેલી પુત્રીને રાજાએ મેળામાં બેસાડી. પછી મદપૂર્ણ શારીના જ તરંગવાળી સભાને જોતા તે રાજાએ મદથી ઉન્મત્ત બનેલા હાથીની જેમ જગતને તૃણ સમાન ગણ્યું. તે વિચારવા લાગે કે આ મારી સભા દેવસભા છે, આ સેવકે દેવે છે, મારી પાસે ઈચ્છિત લક્ષમી છે અને હું ઇંદ્ર છું. સ્વર્ગમાં શું આનાથી બીજું કાંઈ વિશેષ છે? અર્થાત્ નથી. ઈત્યાદિ ગવરૂપી ઘેબરના અતિશય અજીર્ણના કારણે રાજા, દંડથી આક્રમણ કરાયેલે સર્પ જેમ વિષને બહાર કાઢે તેમ, (મદરૂપી ઝેરવાળું) વચન બેલ્યોઃ હે લોકો ! તમે આ પૃથ્વી ઉપર દેવી કીડાથી દેવતાના જેવું સામ્રાજ્ય ભોગવે છે તે કોની મહેરબાનીથી ?
૧. જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોય છે. આથી ટીકાકારે અહીં કલ્પના કરી છે કેજબૂદીપ ચંદ્ર-સૂર્યના બહાનાથી ચાર ચકોને ધારણ કરે છે અને એથી તે ચક્રવર્તીને પણું ઈશ્વર છે. કારણ કે ચક્રવર્તીને એક ચક્ર હોય છે, જ્યારે જમ્બુદ્વીપને ચાર ચક્ર છે.
૨. નામ પ્રમાણે ગુણો હોય તેવા નામને સાન્વથ કહેવામાં આવે છે. સુંદરી એટલે સુંદર સ્ત્રી.. ગુણોથી સુંદર સ્ત્રી તે ગુણસુંદરી. તે ગુણોથી સુંદર હતી માટે તેનું ગુણસુંદરી એવું નામ સાન્વર્થ છે.
૩. જ્યારે હાથીના ગંડસ્થલમાં મદ વધી જાય છે ત્યારે હાથી મદથી ઉમત્ત બનીને ગમે તેમ પ્રવૃતિ કરે છે અને કોઈને ગણકારતો નથી.
૪, અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે:-કલાપ્રાણાયા મહેરબાનીરૂપી મહેલ ઉપર ચઢીને છાપેલી પ્રતમાં ઘણાવાણા-એમ જે છપાયું છે તેના સ્થાને કારાવાલા એમ જોઈએ.