Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૧
ગુજરાતી ભાવાનુવાદ અને રાજા નવીન સ્નેહથી પૂર્ણ વાતમાં બેઠા. તે વખતે સમયની જાણકાર ગુણસુંદરી પૂર્વે પિતાએ આપેલી સાડી પહેરીને હર્ષથી ઉતાવળે ત્યાં આવી. તેને જોઈને ઓળખીને રાજા વિલો પડી ગયા અને તેની આ સંકેચાઈ ગઈ તે કમળતાપૂર્વક બોલ્યાઃ હે પુત્રી : સારે પોષાક પહેરીને મારા ખળાને અલંકૃત કર. ગુણસુંદરીએ તે પ્રમાણે કર્યું. પછી કર્મના ફળને માનતા રાજાએ કહ્યું: તું જ મને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં લાવી. ગુણસુંદરીએ કહ્યું: ભજનસમયે એક જ હું વારંવાર આવતી હતી. પણ ભિન્ન ભિન્ન ગાર કરીને આવતી હોવાથી આપે મને ન ઓળખી. હે પુત્રી ! આ પુણ્યપાલ કોણ છે? એમ રાજાએ ધીમેથી પૂછ્યું એટલે સતી ગુણસુંદરીએ છડીદાર પુરુષ દ્વારા પ્રારંભથી પોતાનું વૃત્તાંત જણાવ્યું. મંત્રી, સામંત અને અંતઃપુરની સ્ત્રીઓ વગેરે નગરજને આ વૃત્તાંતને સાંભળીને ઉત્કંઠાથી ત્યાં આવ્યા. આંસુઓથી ભિંજાયેલી આંખેવાળી માતાઓએ તેને આલિંગન કરીને કહ્યું : હે પુત્રી ! તારા મેળાપથી આજે આનંદે અમારામાં (=અમારા હૃદયમાં) પગ મૂક્યો છે. ધાવમાતાઓ અને બાલ્યાવસ્થાના સ્નેહથી તેને મળવા માટે ઉત્સુક બનેલી સખીઓ જોરથી હુંકાર કરવા લાગી અને પ્રેમથી પરાણે તેને ભેટી પડી. તેના વૈભવને સાંભળી સાંભળીને વિસ્મયથી બેલતી સ્ત્રીઓએ અતિશય કલાહલ કર્યો. ગુણસુંદરીએ પિતાના સેવકને હર્ષથી વસ્ત્રો, આભૂષણે અને તાંબૂલ આપીને સત્કાર કર્યો. જોકે એ પુણ્યપાલને પણ બીજના ચંદ્રની જેમ ઉત્કંઠાથી જે. તે પણ વિનયથી મસ્તક નમાવીને આદરથી સસરાને નમ્યા. પછી જમાઈ અને સસરે એ બંને હાથી ઉપર બેસીને અંતઃપુર અને પરિવારની સાથે મહાન આડંબરથી નગર તરફ ચાલ્યા.
રસ્તામાં શ્રીવર્ધમાનસૂરિની મધુર અને હિતકર ધર્મદેશના સાંભળીને રાજાએ જમાઈને કહ્યું કે, જો કે તમારા વૈભવને સાંભળીને જ મને વૈરાગ્ય થઈ ગયો છે, તે પણ હું વિસ્તારથી જૈનધર્મને સાંભળવાને ઈરછું છું. બધાએ ભેગા થઈને સૂરીશ્વરના ચરણમાં નમીને અતિશય સંવેગનું કારણ એવું ધર્મનું માહાભ્ય સાંભળ્યું. તે આ પ્રમાણે - લક્ષમી, યશ, સુકુલમાં જન્મ, પ્રતાપ અને પ્રિયનું મિલન– આ સર્વ ધર્મરૂપી કલ્પવૃક્ષનું ફળ છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વળી– ગુણસુંદરીએ (પૂર્વભવમાં) જે નિર્મલ શીલ પાળ્યું હતું, તેનું આ ભવમાં આ ફળ મળ્યું છે અને અંતે તે મેક્ષ પણ પામશે. દુઃખરૂપી તરંગોથી યુક્ત આ અપાર ભવરૂપી સમુદ્રને દીક્ષારૂપી નૌકાને આદર કર્યા વિના તરી શકાય તેમ નથી. આ સાંભળીને રાજાએ કહ્યું: હું આપના ચરણોનો આશ્રય સ્વીકારું છું. મહાત્માએ પણ કહ્યું પ્રમાદ ન કર. (નિવાસસ્થાને) જઈને મંત્રીઓની સાથે વિચારણા કરી. પછી દયાળુ રાજાએ કેદીઓને મુક્ત કર્યા. પિતાને પુત્ર ન હોવાથી રાજ્યસંપત્તિ જમાઈને આપી. અર્થીઓને વાંછિત આપ્યું. પછી મહાન આડંબરથી ચારિત્રને સ્વીકારીને નિરતિચારપણે પાળ્યું. નીતિમાં કુશળ પુણ્યપાલ રાજાએ જિનધર્મની