Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 8
________________ શેરબજારની સિસ્મોલોજી વ્યાજે પૈસા લાવીને, મકાન ગિરવે મૂકીને, દાગીના વેચીને કે પોતીકા ધંધામાંથી મૂડી ખેંચીને શેરબજારમાં મોટાભાગે રોકાણ થાય છે, ત્યારે ઉચિત વ્યવસાયનું આ ત્રીજું લક્ષણ પણ બાજુ પર ખસી જાય છે. (૪) ઉચિત ધંધામાં કોઈ ગેરરીતિ કે અનીતિ ન હોય. શેરબજાર જો સ્વચ્છ અને ઉમદા વ્યવસાય હોય તો મિનિટોના મામલામાં કૃત્રિમ તેજી-મંદીની ઊથલપાથલો કેમ થાય ? અતિલોભથી આરંભાયેલું અને છેવટે અતિદુ:ખમાં પરિણમે એવા વ્યવસાયને શાસ્ત્રદષ્ટિએ અને વ્યવહારદૃષ્ટિએ પણ ઉચિત શી રીતે ગણવો તે પ્રશ્ન છે. આરોગ્ય, આબરૂ અને આવતીકાલના વિકરાળ પ્રશ્નો ઊભા કરીને માણસને સળગતો રાખે તેવા વ્યવસાયને અપનાવતા પહેલા લાખવાર વિચારવા જેવું ખરું ! અહીં રજૂ થયેલા વિચારોને તેજીના માહોલમાં પણ વળગી રહેવાનું સહુને બળ મળે તો સારું. અહીં કોઈ વિગતદોષ રહી જવા પામ્યો હોય કે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ... m ७ ગણી મેઘવલ્લભવિજય-શિષ્ય ગણી ઉદયવલ્લભવિજય,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78