Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 19
________________ શેરબજારની સિસ્મોલોજી મળે ત્યારે સમજી રાખવું કે આ દાઢીમૂછ ગમે ત્યારે ઊતરી જવાના ! સાચો વિકાસ શરીરનો હોય કે બુદ્ધિનો, વાળનો હોય કે વયનો ઝડપી હોય તો પણ ક્રમિક હોય છે. માણસે આ સત્યને સમજવાની જરૂર છે. That growth is graceful, which is gradual. લોકોમાં આ બજાર તરફના ધસારાની હોંશ અને પછી ઊડી જતા હોશકોશ જોઈને અમારી વિહારયાત્રાનો એક પ્રસંગ યાદ આવી જાય છે. અમારી વિહારયાત્રા એટલે એક મજેદાર અનુભવયાત્રા ! સાંજના વિહાર દરમિયાન એકવાર રસ્તામાં કોઈ ટૂંકો રસ્તો જડી ગયો એટલે મુખ્ય રસ્તો છોડીને અમે કેટલાકે તે કેડી પકડી. ટૂંકા રસ્તે ચડવાનું મુખ્ય પ્રયોજન તો એ જ કે શ્રમ અને સમય ઘટે. પણ ટૂંકો રસ્તો કોને કહેવાય ? ટૂંકા રસ્તા લગભગ પાકા ન હોય. એ લગભગ કાંકરાળા ને કાંટાળા હોય. તેમાં થોડીવારમાં સંધ્યા ઢળી ગયેલી. રસ્તાનો સર્રેસ બિલકુલ અનઈવન. ક્યાંક જર્ક, ક્યાંક જમ્પ, ક્યાંક સરકવાનું ને ક્યાંક બમ્પ ! પગના તળિયે કાંકરા ઘસાય. આજુબાજુની ઝાડીના કાંટામાં કપડા ભેરવાય. તે બધું સાચવતા ને જાળવતા ચાલવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. મકાને પહોંચતા સુધીમાં તો અંધારું થવા આવેલું. સીધા રસ્તે ગયેલા કેટલાક શ્રમણો અમારી અગાઉ પહોંચી ગયેલા. ૧૦

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78