Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 38
________________ શેરબજારની સિસ્મોલોજી એકવાર ચમકી જઈને પછી પટકાઈ જતી સ્કિટ્સ આવા બ્લેક હોલની યાદ અપાવે. તેની gravity માં કંઈકની મૂડી ખેંચાઈ ગઈ ! પેસિફિક મહાસાગરમાં આવેલા બર્મુડા ટ્રાયન્ગલમાં જે સ્ટીમર આવી ગઈ તે પાછી ફરતી નથી. કાગળ પર થતી રહેતી વધઘટ એક મોટા કરેક્શનમાં ક્યારેક જતી રહે ત્યારે આ બર્મુડા ટ્રાયન્ગલ યાદ આવે ! વાસ્તવમાં આ બજારની મૂડી કોઈના ઘરમાં કાયમી ઠરીઠામ થઈ નથી. અહીં તો આવે આંકડામાં ને જાય રોકડામાં ! આવેલું એ જ વહેણમાં તરતું રહે અને જાય ત્યારે ગળાનું મંગળસૂત્ર લઈને જાય ! આ એક શેરડીનો સંચો છે. કંઈક રસપ્રચૂર શેરડીઓ તેમાં દાખલ થાય છે. રસ નીકળી ગયા પછી પણ તે બેવડ વળીને ફરી દાખલ થાય છે અને બહાર ત્યારે જ નીકળે છે જ્યારે તેના સાવ “કૂચા” થઈ ગયા હોય. મહૂડીની સુખડી ને શેરબજારની મૂડી ક્યારેય બહાર જતી નથી. તે ત્યાં જ પતી જાય છે. ૨૯

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78