Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 57
________________ શેરબજારની સિસ્મોલોજી સીધી સંકળાયેલી હોય છે જેની રોકાણકારને ખબર પણ હોતી નથી. એક સાદો દાખલો લઈએ તો થોડાં વર્ષો અગાઉ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ચાલેલા એક કેસનું જજમેન્ટ આપતા તે વખતના સબ જજ શ્રી સી. કે. ચતુર્વેદીએ ચા બનાવતી પ્રખ્યાત કંપનીના નામ જોગ ઉલ્લેખ કરતા કહ્યું હતું. મેસર્સ બૂકબોન્ડ ઇન્ડિયા લિમિટેડ કંપની ૧૦૦ ટકા નિકાસલક્ષી મોર્ડન મીટપ્લાન્ટ (કતલખાનું) પણ ચલાવે છે. આવા કેટલાક ઉલ્લેખ તેમણે પોતાના જજમેન્ટમાં કર્યા હતા ત્યારે તેમાં રોકાણ કરનારાઓ સફાળા જાગ્યા હતા. આ તો એક દાખલો માત્ર છે. આ રીતે કોઈ જંતુનાશક દવા બનાવતી કંપની હોય છે, કોઈ કંપની માછલા પકડવાની જાળ બનાવતી હોય છે, તો કોઈ મચ્છીમારી સાથે સંકળાયેલી હોય છે. મરીન પ્રોલ્ફન્ટ્સ અને હેચરીઝની આવી કેટલીય કંપનીઓ હશે. વર્ષો પૂર્વે “Bueaty without cruelty' સંસ્થાએ Investor's Guide બહાર પાડી હતી જેમાં આવી પ્રત્યક્ષ ક્રૂર હિંસા સાથે સંલગ્ન કંપનીઓના નામ સામે સ્પેસિફિક માર્કિંગ્સ કર્યા હતા. આવી વિગતો પછીથી બીજી ત્રીજી રીતે અપડેટ થતી રહી છે. જે હિંસા સાથેના જોડાણથી બચવા ઇચ્છનારને કંઈક

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78