Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 69
________________ શેરબજારની સિસ્મોલોજી સાકાર કરવાના પ્રયત્નો જીવનમાં જોખમ વહોરી લાવે છે. ક્યારેક આરોગ્ય સામે, ક્યારેક આબરૂ સામે, તો ક્યારેક અર્થ સામે પણ ! સંતોષ નામના ટ્રાન્ફોર્મરમાંથી આ અર્થલાલસાને પાસ કરાવી દઈને એકવાર તેના વોલ્ટેજ ઘટાડવા રહ્યા. દરેક ઇન્ડસ્ટ્રીમાં પાવરની જરૂર પડતી હોય છે, પરંતુ ત્યાં પાવર સ્ટેબિલાઈઝર રાખવામાં આવે છે, જેથી સંભવિત જોખમને ટાળી શકાય. સંતોષ એ પાવર સ્ટેબિલાઈઝર છે. મુસાફરી દરમ્યાન સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત ન હોય તો પણ અનિવાર્ય છે, તેમ જીવનમાં સંતોષનો સીટ બેલ્ટ બાંધવો અનિવાર્ય છે. ગુજરાતીમાં એક પ્રચલિત પ્રયોગ છે : “ત્રેવડ ત્રીજો ભાઈ ” બચત એ ખરી ત્રેવડ છે. બન્ને ભાઈઓ ક્યારેક ઢીલા પડે ત્યારે બચત કામ લાગે છે. એ ત્રીજો ભાઈ બનીને તેમની વહારે આવે છે. ' પશ્ચિમના દેશો પાસે બચતની કોઈ સંકલ્પના જ નથી. Eam & Enjoyના કલ્ચરમાં તે લોકો જીવે છે. સોમથી શુક્રમાં કમાઈ લ્યો અને વીક એન્ડમાં વાપરી નાંખો ! બચાવેલા પૈસા એ તેમના મતે “ડેડ મની” છે. બચતનો મહિમા નીતિશાસ્ત્રોએ ગાયો છે. બચત એ ક્યારેક આવતીકાલનો શ્વાસ બને છે. શેરબજારના ગુલાબી ચહેરામાં દેશના મોટા ભાગના લોકોની બચતને માર્કેટ કેપમાં ફેરવી નાંખી. લોકોના મનમાં

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78