Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 74
________________ શેરબજારની સિસ્મોલોજી ભળતી તેજીમાં કોઈએ હપ્તા પર ગાડી લઈ લીધી. હવે ગાડીની સાથે ઇજ્જત કાઢવાની હિંમત નથી, અને હપ્તા ભરવાની જોગવાઈ નથી. શું કરવું ? તેજીના વખતમાં છૂટા હાથે ખર્ચ કરવાની પડી ગયેલી ટેવ છૂટતી નથી અને પરવડે એમ પણ નથી. શું કરવું? ઘર વેચીને એકવાર અંદર ઝંપલાવી દેનારા પણ છે. છ મહિનામાં બે નવા ઘર લઈ શકવાની ગણતરીએ ગયેલા આવા કેંકને બે ઘર તો ન મળ્યા પણ તે બેઘર થઈ ગયા ! શું કરવું? બજારના ઐતિહાસિક ઝટકાએ કંઈકને લટકાવી દીધા. બજારના ઇતિહાસના સર્વકાલીન દસ મોટા ઝટકામાંથી છ ઝટકા છેલ્લા દોઢ મહિનામાં આવ્યા છે. આપણી ગુજરાતી કહેવત છે : “રાઈના ભાવ રાતે ગયા.” કદાચ આવતી પેઢી એમ બોલશે : “રિલાયન્સના ભાવ રાતે ગયા !' “બિહાર રાજ્યમાં ૧૯૫૮માં લેન્ડ રિફોર્મ્સ એકટ આવ્યો અને રાતોરાત જમીનદારો જમીન ઉપર આવી ગયેલા. બિલકુલ આવો જ સિનારિયો જોવા મળ્યો. એક જ ઝાટકે લાખો લોકો રાતોરાત જમીન પર આવી ગયા. એક માર્મિક એસ.એમ.એસ. ત્યારે બહુ ફરતો થયેલો. “સારે ઝમી પર !” હવેલી લેવા જતાં ઘણા આખું ગુજરાત ખોઈ બેઠા છે. આવા સમયે માત્ર મૂડી નથી તૂટતી. હામ, હિંમત અને હોંશ બધું જ એક સાથે નંદવાય છે. અત્યંત નાજુક એવી પ્રસન્નતાનું રીતસર આવી બને છે. વિકસ્વર ભાવિ અચાનક વિકરાળ લાગે છે. ૫.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78