Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 75
________________ શેરબજારની સિસ્મોલોજી તૂટેલાં હાડકાંને ફરી સંધાતા ખાસ્સો સમય લાગતો હોય છે. ઈજા ભારે હોય તો કાયમી ડિફેક્ટ પણ રહી જતી હોય છે. દર વખતના આંચકા કરતાં આ આંચકાની તીવ્રતા વધુ હતી. અને સમયગાળો પણ લાંબો રહ્યો. આવા પ્રસંગને હકારાત્મક રીતે લેતાં આવડે તો તે “આઈ ઓપનર બની શકે છે. નાપાસ થવું એ દુર્ઘટના નથી. નાસીપાસ થવું એ દુર્ઘટના છે. વનવાસ પૂર્ણ કર્યા બાદ રામચંદ્રજીએ સમગ્ર ઘંટનાને ખૂબ પોઝીટીવ રીતે લેતાં કહ્યું હતું : “આ વનવાસ આવ્યો તો લક્ષ્મણનો ભાતૃભાવ, ભરતની ખાનદાની, હનુમાનની ભક્તિ, સીતાનું સત્... અને મારું બૈર્ય. બધું કેવું અને કેટલું છે તે પિછાણી શકાયું. કેટલું બધું શીખવા મળ્યું. આ વનવાસ દરમ્યાન ! થઈ ગયેલી નુકસાનીને આ રીતે હકારાત્મક અભિગમથી લેતાં આવડે તો માણસને આવા પ્રસંગે ઘણું શીખવા મળે છે. સંતોષનો મહિમા સમજાય છે. દુસાહસના દુષ્પરિણામોનાં પારખાં થાય છે: ભાગ્યદશા અને આ બજારની ચંચળતાનો ખ્યાલ આવે સટ્ટાકીય પ્રવૃત્તિના અંજામ અનુભવાય છે. વહેલું નુકસાન ન થયું હોત તો હજી વધારે આગળ વધીને વધુ મોટા નુકસાનમાં પટકાયા હોત ! મનને માર ન પડે એ કદાચ આપણા હાથની વાત નથી, પણ મનની મરામત કરી લેવી તે આપણા હાથની વાત છે. (૬૬)Page Navigation
1 ... 73 74 75 76 77 78