Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar
Catalog link: https://jainqq.org/explore/006090/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિરમોલોજી પંન્યાસ ઉદયવલ્લભવિજય 2 Rી Page #2 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી પંન્યાસ ઉદયવલ્લભવિજય પ્રકાશક પ્રજ્ઞા પ્રબોધ પરિવાર Page #3 -------------------------------------------------------------------------- ________________ SHERBAZARNI SISMOLOGY By : Panyas shri Udayvallabhavijayji પ્રથમ આવૃત્તિ વિ.સં. ૨૦૬૪ પંચમ આવૃત્તિ વિ.સં. ૨૦૬૯ - ઈ.સ. ૨૦૧૩ ૨ ૨૫-૦૦ પ્રાપ્તિ થાના • પ્રજ્ઞા પ્રબોધ પરિવાર C/o સમકિત યુવક મંડળ રવિકુંજ, ગ્રાઉન્ડ ફલોર, રોડ નં.૭, દોલતનગર, બોરિવલી (પૂર્વ) મુંબઈ શ્રી સમકિત યુવક મંડળ રવિકુંજ, ગ્રાઉન્ડ ફોર, દોલતનગર, રોડ નં. ૭, બોરીવલી (ઇસ્ટ), મુંબઈ. ફોન : ૩૨૫૨૨૫૦૯ મિલનાભાઈ આનંદ ટ્રેડલિંક પ્રા. લિ. ૪૦૧, સ્પાન ટ્રેડ સેન્ટર કોચરબ આશ્રમ સામે, પાલડી, અમદાવાદ. ફોન : ૨૬૫૮૭૬૦૧ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૩૯૨૫૩ – ૨૨૧૩૨૯૨૧ શશીભાઈ અરિહંત કટલરી આંબા ચોક પાછળ, ભાવનગર - ૩૬૪૦૦૧ ફોન : ૨૪૩૧૮૪૯ મો. : ૯૮૨૫૧૦૫૫૨૮ મુદ્રક યશ પ્રિન્ટર્સ, - ૩૯, ફરિયાવાલા એસ્ટેટ, અવતાર હોટલની સામે, ઈસનપુર, નારોલ હાઈવે, અમદાવાદ – ૩૮૨ ૪૪૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી શેરબજારથી સમજદર્શન પૂજ્ય ગણિવર્ય શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.થી તેમનાં ‘ઘરશાળા’, ‘શિક્ષણની સોનોગ્રાફી' જેવાં પુસ્તકોથી ગુજરાતી વાચક સુપેરે પરિચિત છે. લેખનથી ય વિશેષ તેઓ તેમના પ્રવચનોથી જાણીતા છે. તેમનાં પુસ્તકો અને પ્રવચનોમાં તેઓ જૈનદર્શનની સાથે રોજબરોજના જીવનને વણી લે છે. વક્તા તરીકે તેમની વાણીમાં જોશ છે.. તેવું જ જોશ લેખક તરીકેની તેમના અભિવ્યક્તિમાં છે. આથી જ તો જિવાતા જીવનની સાવ સામાન્ય લાગતી વાતો તેમના પુસ્તકમાં એવી રીતે આવે છે કે પછી લેખકે કંઈ કહેવાનું રહેતું નથી. રોજબરોજની વાતો તેમના લખાણમાં એટલી પ્રચૂર માત્રામાં આવે છે કે જે ક્યારેક એમ થાય કે મુનિશ્રી આપણા કરતાંય આપણી વચ્ચે વિશેષ જીવે છે. સાધુનો વેષ પહેરી સમાજથી અળગા થઈ જવાને બદલે સમાજના સંવેદનોનો અનુભવ કરી ઉપાય સૂચવતા રહી. લોકશિક્ષકની ભૂમિકા ભજવતા રહેવાનો આવા જૈન મુનિઓનો અભિગમ દરેક સંતજને અપનાવવા જેવો છે. તાજેતરમાં શેરબજારમાં જે ઊથલપાથલો થઈ તેણે મધ્યમ વર્ગને સવિશેષ અસર કરી છે. પૂ. ગણિવર્ય શ્રી ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ઉદયવલ્લભવિજય મ.સા. જેવા સંવેદનશીલ વ્યક્તિ તે અનુભવે તેવું બને જ નહીં. તેમની સંવેદના આ પુસ્તકમાં વ્યક્ત થઈ છે. શેરબજારની આ પૂલ ઘટનાઓને તેમણે સમાજશિક્ષણનું માધ્યમ બનાવ્યું છે. સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતો ય વાચક સમજી શકે તેવી સરસ ભાષામાં ક્રિકેટની રમત જેવાં લોકભોગ્ય ઉદાહરણો દ્વારા લેખકે પોતાની વાત ચોંટદાર રીતે કહી છે કે સામાન્ય લાગતાં ઉદાહરણોમાંથી આટલી અસરકારકતા ઊભી કરવાની તેમની કુશળતા સરાહનીય છે. શેરબજારમાં રોકાણ સમજી, વિચારી, અભ્યાસ કરીને જ કરવું જોઈએ. લાલચમાં આવી આમ માણસ વગર વિચાર્યું તેમાં ઝંપલાવે ત્યારે તેના બૂરા હાલ કેમ થાય છે તે લેખકે અસંખ્ય ઉદાહરણોથી સમજાવ્યું છે. ઉદાહરણો અને રૂપકોથી આવો આમ માણસ સમજી શકે તે રીતે શેરબજારનું સ્વરૂપ અને વર્તન સ્પષ્ટ કર્યું છે. શેરબજારના માધ્યમથી પોતાનું જીવનદર્શન વ્યક્ત કરવાની તક લેખકે જતી નથી કરી. “માણસ એ રીતે સટ્ટો કરે છે. જાણે જીવનભરનું કમાઈ લેવા માટે તેની પાસે ગણતરીના જ દિવસો હોય...” “માટી નાંખતા તમામ ખાડાઓ પુરાય છે, પણ લોભ એક એવી ખાઈ છે જ્યાં માટી નાંખતા તેનું ઉંડાણ વધે છે.” . લેખક જીવનમાં સંતોષનું મહત્ત્વ સૂચવે છે. “મુસાફરી દરમ્યાન સીટબેલ્ટ બાંધવો ફરજિયાત ન હોય તો પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અનિવાર્ય છે. તેમ જીવનમાં સંતોષનો સીટબેલ્ટ બાંધવો અનિવાર્ય છે.” - ટૂંકા પણ ચોંટદાર સૂત્રો મુનિશ્રીનાં અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તકનાં પણ ઘરેણાં છે. શ્રમમુક્ત અને સ્ટ્રેસયુક્ત જીવનશૈલીમાં લોકો પોરવાયા છે.” “રૂપિયા ખિસ્સામાં ગોઠવાય એ નાનું જોખમ છે. રૂપિયા મગજમાં ગોઠવાય તે મોટું જોખમ છે..” લેખક સંપત્તિનું જીવનમાં મહત્ત્વ સ્વીકારે છે પણ તેની પાછળની ઉંદરદોડ તરફ લાલબત્તી ધરે છે. “સંપત્તિ એ ગૃહસ્થ જીવનમાં અગત્યનું સાધન છે. છતાં એ સાધન કક્ષામાં રહે, સાધ્ય કક્ષામાં ન આવી જાય તે જરૂરી લેખકનું પુસ્તક લખવાનું પ્રયોજન લેખકે વ્યક્ત કરેલી આ પ્રાર્થનામાં વ્યક્ત થાય છે. * “સ્વસ્થતા એ સૌનો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકારને જાળવી રાખવામાં સહુને સફળતા મળે. સહુની સબુદ્ધિ વિસ્તાર પામે. સહુ સંતોષવૃત્તિના વૈભવને પામે.. સહુની પ્રસન્નતા અખંડ સૌભાગ્યવતી રહે. સહુ આ પુસ્તક વાંચે જ નહિ – જીવે તો લેખકની આ અભિલાષા ફળે એવું થાય. એ જ પ્રાર્થના.. હસમુખ પટેલ * આ પ્રસ્તાવનામાં વ્યક્ત થયેલા વિચારો પ્રસ્તાવકના વ્યક્તિગત વિચારો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી પ્રાસ્તાવિકમ સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિન્દુ ગ્રન્થમાં ઉચિત વ્યવસાયની વ્યાખ્યા આપી છે : कुलक्रमागतमनिन्द्यं विभवाद्यपेक्षया न्यायतो अनुष्ठानमिति અહીં તાત્પર્ય જોતા ચાર મર્યાદા બાંધી છે : (૧) તમારો ધંધો બીજાના ધંધાને ચોપટ કરનાર ન હોય. શેરબજાર કોઈ એક વ્યક્તિના કે જૂથના ધંધાને અથવા કોઈ એક ખાસ ધંધાને જ નહીં, પણ મોટા ભાગની તમામ બજારોને ભારે હાનિ પહોંચાડનાર પુરવાર થયું છે. (૨) ઉચિત વ્યવસાય ક્યારેય લોકમાં તિરસ્કૃત ન બને. મોટી ઊથલપાથલ થાય છે ત્યારે હજારો લાખો પરિવારો પીડાય છે. અનેક માનસરોગોના દર્દીઓથી ક્લિનિકો ઊભરાય છે. આત્મહત્યા અને માનહાનિના ભરડામાં અનેકના મન નંદવાય છે ત્યારે શેરબજાર નિંદાય છે. (૩) જે ધંધો સ્વકીય વ્યાપારયોગ્ય મૂડીની મર્યાદામાં રહીને થાય તે ઉચિત ધંધો કહેવાય. ૧૬ ) Page #8 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી વ્યાજે પૈસા લાવીને, મકાન ગિરવે મૂકીને, દાગીના વેચીને કે પોતીકા ધંધામાંથી મૂડી ખેંચીને શેરબજારમાં મોટાભાગે રોકાણ થાય છે, ત્યારે ઉચિત વ્યવસાયનું આ ત્રીજું લક્ષણ પણ બાજુ પર ખસી જાય છે. (૪) ઉચિત ધંધામાં કોઈ ગેરરીતિ કે અનીતિ ન હોય. શેરબજાર જો સ્વચ્છ અને ઉમદા વ્યવસાય હોય તો મિનિટોના મામલામાં કૃત્રિમ તેજી-મંદીની ઊથલપાથલો કેમ થાય ? અતિલોભથી આરંભાયેલું અને છેવટે અતિદુ:ખમાં પરિણમે એવા વ્યવસાયને શાસ્ત્રદષ્ટિએ અને વ્યવહારદૃષ્ટિએ પણ ઉચિત શી રીતે ગણવો તે પ્રશ્ન છે. આરોગ્ય, આબરૂ અને આવતીકાલના વિકરાળ પ્રશ્નો ઊભા કરીને માણસને સળગતો રાખે તેવા વ્યવસાયને અપનાવતા પહેલા લાખવાર વિચારવા જેવું ખરું ! અહીં રજૂ થયેલા વિચારોને તેજીના માહોલમાં પણ વળગી રહેવાનું સહુને બળ મળે તો સારું. અહીં કોઈ વિગતદોષ રહી જવા પામ્યો હોય કે જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ... m ७ ગણી મેઘવલ્લભવિજય-શિષ્ય ગણી ઉદયવલ્લભવિજય, Page #9 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અનુક્રમણિકા ૧. બજારકંપ ૨. ટૂંકો રસ્તો લાંબા કરી દે ! ૩. આંટીઘૂંટી ને અટકળો ૪. સિસ્મિક ઝોન ૫. બ્લેક હોલ ....... ૬. સાઈડકારની સવારી ૭. રિવર્સ હપ્તાપદ્ધતિ ૮. અજંપાનું એડ્રેસ ૯. જોખમ સાથે જોડાણ ૧૦. તેજીનું મધુબિન્દુ ૧૧. બચત : આવતી કાલનો શ્વાસ ૧૨. મનની મરામત ૮ ૧૨ ૧૯ ૨૫ ૩૦ ૩૭ ....૪૨ *****.. ........ ૧ ...... ૪૭ ૫૩ ૫૮ ફર Page #10 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી . બજારકંપ ઈસવી સન ૨૦૦૧ ૨૬મી જાન્યુઆરી શુક્રવાર સવારે ૮.૩૦ આસપાસનો સમય કચ્છ-ગુજરાતમાં આવેલા ધરતીકંપના આંચકાએ હજારોના જીવ લીધા, લાખોનાં ઘર અને ઘરવખરી છીનવી લીધાં. વરસોનાં ઊભેલાં મજબૂત રહેણાંકો ગણતરીની ક્ષણોમાં જ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયાં. કેટલાક દટાયા... કેટલાક દબાયા.. કોઈએ હાથ-પગ ગુમાવ્યા. કોઈએ આંખની કીકી શા ભૂલકા ગુમાવ્યા. કોઈના ઘડપણની લાકડી છીનવાઈ ગઈ. કોઈના કપાળનું સિંદૂર ભૂંસાઈ ગયું. કંઈકને આશ્રય આપનારા તે દિવસે રસ્તા પર આવી ગયા. કિંઈકના પેટની આગ ઠારનારા તે દિવસે ક્યાંક લાઇનમાં ઊભા હતા. છ” ને “હતુંમાં ફેરવાતા માત્ર ત્રીસ સેકન્ડ લાગી. ( ૧ ) Page #11 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી હજારો કિલોમીટ૨ સુધીના વિસ્તારમાં અસર કરતો. લાખો કુટુંબોની લાખો વ્યક્તિઓના જીવન પર વ્યાપક અસર કરતો એ હતો ભૂકંપ ! * ઈસવી સન ૨૦૦૮ ૨૧મી જાન્યુઆરી સોમવાર સવારના ૧૦.૦૫ આસપાસનો સમય ! ઊઘડતે બજારે પાંચ મિનિટમાં જ બજાર બંધ થઈ જાય તે હદે સેન્સેક્સ તૂટ્યો... હજી તો ઉપરની સર્કિટના સ્વર્ણીમ સપનાંઓમાં બધા રાચતા હતા. રિલાયન્સ પાવરના આઈપીઓનાં તત્કાળ ધારેલા લાભના સ્વપ્નિલ મિનારાઓ એક વાર તો ધરાશાયી થઈ ગયા. કંઈકે ખખડધજ ઇમારતોના મજબૂત પાયા હચમચી ગયા. અમદાવાદ ખાતે કાંકરિયા તળાવ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડે એ હદે વાતાવરણ ભયજનક બની ગયું હતું. કેટલાયના પાસબુકના આંકડા ફેરવાઈ ગયા... કેટલાયના નામે લાખોનું દેવું બોલવા માંડ્યું... મસ્ત સપનામાં મહાલનારા કંઈક અસ્તિત્વનો જંગ ખેલતા થઈ ગયા... Page #12 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી એક લીડિંગ મૅગેઝિનમાં આની કવર સ્ટોરી છપાઈ જેનું મથાળું હતું : “દલાલ સ્ટ્રીટ કે હલાલ સ્ટ્રીટ ?'' બધી બજારોના દરવાજા શેરબજારમાં ખૂલે છે એ જાણેલું, પણ શેરબજારનું પાછલું બારણું સ્મશાનમાં ખૂલતું હશે તે રહસ્ય પરથી પડદો ત્યારે જ ઊંચકાયો. આ Financial earthquake પછી પણ After Shocks ચાલુ જ રહ્યા. સદીઓનું સચવાયેલું અને દાયકાઓમાં ગાજેલું ભૂકંપની ચાર ક્ષણોમાં પડી ભાંગે છે. આ બજારનું ઓલટાઇમ ગ્રેટેસ્ટ કરેક્શન હતું. બજારના મોટા કરેકશન્સને સહજરૂપે લેવાની હિમાયત કરતા કેટલાકનું મન્તવ્ય એવું હોય છે કે પાંચ હજારના ઈન્ડેક્સ વખતે પાંચસો પોઇન્ટની ઊથલપાથલ જેમ દસ ટકાની ઊથલપાથલ હતી, તેમ હવે જ્યારે બજાર વીસ હજારથી ઉપરની સપાટીએ જાય ત્યારે બે બજાર પોઇન્ટની અફડાતફડી એટલા જ ટકાએ છે. તેમાં ગભરાઈ ઊઠવાનું ન હોય.” પરંતુ આ મુદ્દો વિચારણીય લાગે છે. દસ ટકાની સમાનતા હોવા છતાં તે દસ ટકાનું variation ઊંચી સપાટીએથી હોય ત્યારે નુકસાનીનો અંદાજ . આખો જુદો હોય. કારણ કે તે વખતના Lossનો Magnitude ઊંચો છે: ત્રણ માળના મકાનના પહેલા માળેથી માણસ પડે ત્યારે સામાન્ય ઈજા થાય પણ તેંત્રીસ માળી ટાવરના અગ્યારમા માળેથી માણસ પટકાય ત્યારે તે પતન મકાનના ત્રીજા Page #13 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ભાગેથી જ થયું હોવા છતાં જીવલેણ બને છે. વીસ કિલોની કાયા પર બે કિલોનો પત્થર પડે અને એંશી કિલોની કાયા પર આઠ કિલોનો પથ્થર પડે ત્યારે ઇજા સરખી ન હોય કારણ કે દસ ટકા એ દસ ટકા જ છે, છતાં ‘નાના દસ ટકા’ અને ‘મોટા દસ ટકા' વચ્ચે ફરક પડે છે. વનડે ક્રિકેટમાં વરસાદ વગેરેના કારણે અમલમાં આવતી ડકવર્ડ લૂઇસની થિયરી પ્રમાણે ક્યારેક કોઈ ટીમને એક ઓવરમાં ૧૬ રન કરવાના આવે અને ક્યારેક દસ ઓવરમાં ૧૬૦ રન કરવાના આવે. ઓવરદીઠ ૧૬ રનનો પડકાર બન્ને સ્થળે એક સમાન હોવા છતાં બન્ને સંજોગોના પ્રયાસો અને પરિણામો જુદાં રહેવાનાં તે સમજી શકાય છે. હવેના વર્ષમાં બજાર પચ્ચીસ હજારની સપાટી કુદાવશે' એવું ઇકોનોમિક ગ્રોથને આધારે સ્ટેટમેન્ટ ઘણા આપી શકે પણ ‘એ બજાર એક જ દિવસમાં અચાનક દસ ટકાએ નહીં જ તૂટે અને વર્ષ ભરનું બધું રળેલું રોળાઈ નહીં જ જાય' તેવું Assurance કોઈ આપી શકતું નથી. આ જોખમ સ્થાનનો જવાબ શું ? આ સમય ભયનો નથી પણ સભાનતા કેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કવિ ઇમર્સનની તારવણી સાચુકલી લાગે. તેણે કહેલું : ‘આપણી પાછળ વાઘ પડ્યો હોય ત્યારે જ આપણે દોડતા ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી શીખીએ છીએ. જ્યારે ભૂકંપમાં આપણું સર્વસ્વ ખૂંપી જાય ત્યારે જ આપણને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવાનું મન થાય.” બીજાં બજારોમાં વીશ વર્ષમાં જે ન મળે એ શેરબજારમાં વિશ મહિનામાં મળે” એવું બોલનારાઓને તે દિવસે ખ્યાલ આવ્યો કે બીજાં બજારોમાં વીશ વર્ષમાં જેટલું ન જાય તેટલું શેરબજારમાં માત્ર વીસ મિનિટોમાં જઈ શકે છે. આ બજાર જેટલું ફર્ટાઈલ છે તેથી વધુ વોલેટાઈલ છે. આ બજાર ક્યારેક બગીચો લાગે, શણગારી દે. આ બજાર ક્યારેક બુલડોઝર લાગે, કચડી નાંખે ! પેલા દળણું દળતા અંધ ડોશીમાની વાર્તા બાળપણમાં ઘણાએ સાંભળી હશે. દળી દળીને ડોશીમાએ ભેગો કરેલો લોટ, શેરીનો ડાઘિયો કૂતરો આવીને ચાટી જતો. વાસણમાં હાથ ફેરવતા લોટ ન જણાય એટલે ડોશીમા ફરીથી દળવા બેસતા. આમ, આટોચાટોની ગેમ ચાલ્યા કરતી. નાના માર્જિનમાં ધીમે ધીમે ભેગું કરનારા ઘણાનો બધો જ લોટ એક ઝાટકે સાફ થઈ ગયો ત્યારે સામટા લાખો લોકોની પેલા ડોશીમા જેવી સ્થિતિ થઈ. પોતાના બે વહાલસોયાને કમ્મરમાં ભરાવીને કોઈ ગૃહિણીએ જ્યારે કુવામાં પડીને આપઘાત કર્યો હોય ત્યારે અખબારો તેના સમાચાર છાપીને ઉપર મથાળું બાંધે છે : બંને બાળકો સાથે માતાએ કૂવો પૂર્યો.” શેરબજાર એક એવો Page #15 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ભમ્મરિયો કૂવો છે જેમાં કેટલાય માણસો પોતાની વહાલસોયી બચત સાથે કૂદી પડે છે અને પછી બેમાંથી એકેયનો પત્તો ખાતો નથી. - આ એક એવો એરબલૂન છે જે છેક દોઢ હજાર ફીટની હાઈટ પર લઈ જઈને અચાનક જ ફાટી શકે છે ! આ એક એવો પેરાશૂટ છે જે અધવચ્ચે જ સંકોચાઈને વળી જઈ શકે છે ! આ એક એવો રોપ-વે છે જેના તાર ગમે ત્યારે તૂટી શકે છે ! આ એક એવી બૂલેટ ટ્રેઈન છે જે ત્રણસો કિલોમીટરની ઝડપે જ પાટા પરથી ઊથલી પડી શકે છે ! નાસાએ અવકાશમાં કોલંબિયા રમતું મૂક્યું હતું. પૃથ્વી પર પાછા ફરતી વખતે સહેજમાં તે પટકાયું હતું અને ત્યારે ભારતની અવકાશયાત્રી કલ્પના ચાવલા તેમાં ખપી ગઈ હતી. શેરબજાર એક એવું અવકાશયાન છે, જે કેટલાયની કલ્પનાઓને લઈને પટકાય છે ! સાવધાન ! Page #16 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી = ટૂંકો રસ્તો લાંબા કરી દે ! "Poison, Hanging from the fan, Jumping from the terrace, Railway track, There are many ways to suicide But I prefer F & O. Slow but sure !” કોઈ મોહક ચીજની આકર્ષક જાહેરખબરના શબ્દો હોય તેવી આ રજૂઆત ૨૦૦૮ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહે લાખો મોબાઈલ ધારકોએ પોતાના સ્ક્રીન પર નિહાળી હશે. બજારના સર્વકાલીન વિઘાતક કહી શકાય તેવા એ મરણતોલ ફટકાની કળ વળે તે પહેલાં જ માત્ર પાંચ જ અઠવાડિયાંમાં બજારનો સૌથી મોટો એવો બીજો કડાકો ૩જી માર્ચે આવી ગયો. વચ્ચેના દોઢ મહિનામાં જેમણે કંઈક સરખું કર્યું હતું તે બધા ફરી પાછા ‘સરખા’ થઈ ગયા ! બીજા કોઈપણ બજાર કરતાં શેરબજારની અસર સૌથી વ્યાપક અને ઘાતક હોય છે, કારણ સમાજનો બહુ મોટો વર્ગ આજે શેરબજારમાં ઊતરી Page #17 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી પડ્યો છે. પહેલાં વ્યક્તિ બજારમાં ઊતરતી. આજે આખી ને આખી બજારો શેરબજારમાં ઊતરી પડે છે. અમદાવાદના એક કાપડના વેપારી કહેતા હતા : “અમારી દુકાન વર્ષોના ક્રમ મુજબ રોજ સવારે સાડા નવ વાગે ખૂલી જાય છે, પણ ઘરાકી તો બપોરે સાડા ત્રણ પછી જ શરૂ થાય !' આજથી લગભગ ત્રણેક દાયકા પહેલાં હીરાબજારમાં માનવમોજું ફરી વળેલું. વખત આવતા ઘણાં બિલ્ડિંગ લાઈનમાં ને જમીનની લે-વેચમાં લાગ્યા. અત્યારનો ટ્રેન્ડ શેરબજાર તરફનો છે. વ્યક્તિની જેમ જે તે બિઝનેસ લાઈનના પણ ચોક્કસ પિરિયડ હોઈ શકે. કમાણી દેખાતા લોકો તે દિશા ભણી વળે તે પણ સહજ છે. તેમાં પણ લગભગ કોઈ જ મહેનત વગર બેઠી અને તગડી કમાણીનો ચાન્સ કોણ છોડે? પણ માણસ અહીં જ થાપ ખાય છે. માણસના મનની આ એક તાસીર છે. તેને ‘ઈન્સ્ટન્ટ'નું જબરું વળગણ હોય છે. ઈન્સ્ટન્ટ પાક મેળવવાની લ્હાયમાં તે ખેતરોમાં રાસાયણિક ખાતર વાપરતો થયો. પાક વધવાની સાથે જમીનની ફળદ્રુપતા ઘટતી ચાલી. તૈયાર મસાલા, તૈયાર અથાણાં, તૈયાર લોટ...આ બધા ઈન્સ્ટન્ટના અલગ અલગ નમૂના છે. ઈન્સ્ટન્ટ બેનિફિટની આ વૃત્તિ સાથે માણસ જ્યારે ધંધામાં ઝુકાવે છે ત્યારે તેને શેરબજાર અને સટ્ટાખોરીનું વિશેષ આકર્ષણ થાય છે તે સહજ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી કોઈ પ્રૌઢ બે દાયકામાં કાપડ કે કરિયાણામાંથી જેટલું કમાયા હોય તેનાથી અડધી ઉમરનો તેમનો દીકરો છ-બાર મહિનામાં જ બોલ્ટ ઉપરથી તેનાથી અધિક કમાઈ બેઠો હોય એવા બે-પાંચ કિસ્સાઓ, અંદર પડેલી ઈન્સ્ટન્ટ બેનિફિટની નાગણને સળવળતી કરવા કાફી છે. અને શીધ્ર સફળતાની અમીટ આશા સાથે પછી બંદો ઝંપલાવે છે. ક્યારેક એ ઝંઝાવાત કે ઝંપાપાત પુરવાર થનાર છે. તેની કોઈ કલ્પના ત્યારે ન પણ હોય. આવી બધી જ કલ્પનાઓને સાઈડ લાઈન કરીને, કેવળ આશાને ઓનલાઈન રાખીને તે ચાલે છે. - તેલના કડાયામાં પૂરી નાંખતા જ જેમ તે ફૂલી જાય છે, તેમ શેરબજારના ઊકળતા કડાયામાં નાંખેલી. મૂડી બમણી.. ત્રણ ગણી.... પાંચ ગણી થઈ જશે. ધેટ ટૂ ઈન નો ટાઈમ ! - રેલ્વેતંત્રમાં ચાલતી તત્કાળ સેવા માફક વ્યવસાય જગતની જાણે તત્કાળ સેવા એટલે શેરબજાર ! આ પૈસા નાંખ્યા...ને બસ, આ કમાયા ! કોઈ દુબળીપાતળી વ્યક્તિનું શરીર વળે અને તે સશક્ત બને તે ચોક્કસ આવકાર્ય બાબત હોઈ શકે પણ તે સુધારો ક્રમિક હોય તો જ ! રાતોરાત શરીર ફૂલે તે સુધારો ન કહેવાય, “સોજો” કહેવાય. હજી ગઈકાલે જેને મૂછનો દોરો નહોતો ફૂટ્યો તેવા ચહેરા પર અચાનક પઠાણી મૂછ ને ઈસ્માઈલી દાઢી જોવા ૧૯ } Page #19 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી મળે ત્યારે સમજી રાખવું કે આ દાઢીમૂછ ગમે ત્યારે ઊતરી જવાના ! સાચો વિકાસ શરીરનો હોય કે બુદ્ધિનો, વાળનો હોય કે વયનો ઝડપી હોય તો પણ ક્રમિક હોય છે. માણસે આ સત્યને સમજવાની જરૂર છે. That growth is graceful, which is gradual. લોકોમાં આ બજાર તરફના ધસારાની હોંશ અને પછી ઊડી જતા હોશકોશ જોઈને અમારી વિહારયાત્રાનો એક પ્રસંગ યાદ આવી જાય છે. અમારી વિહારયાત્રા એટલે એક મજેદાર અનુભવયાત્રા ! સાંજના વિહાર દરમિયાન એકવાર રસ્તામાં કોઈ ટૂંકો રસ્તો જડી ગયો એટલે મુખ્ય રસ્તો છોડીને અમે કેટલાકે તે કેડી પકડી. ટૂંકા રસ્તે ચડવાનું મુખ્ય પ્રયોજન તો એ જ કે શ્રમ અને સમય ઘટે. પણ ટૂંકો રસ્તો કોને કહેવાય ? ટૂંકા રસ્તા લગભગ પાકા ન હોય. એ લગભગ કાંકરાળા ને કાંટાળા હોય. તેમાં થોડીવારમાં સંધ્યા ઢળી ગયેલી. રસ્તાનો સર્રેસ બિલકુલ અનઈવન. ક્યાંક જર્ક, ક્યાંક જમ્પ, ક્યાંક સરકવાનું ને ક્યાંક બમ્પ ! પગના તળિયે કાંકરા ઘસાય. આજુબાજુની ઝાડીના કાંટામાં કપડા ભેરવાય. તે બધું સાચવતા ને જાળવતા ચાલવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. મકાને પહોંચતા સુધીમાં તો અંધારું થવા આવેલું. સીધા રસ્તે ગયેલા કેટલાક શ્રમણો અમારી અગાઉ પહોંચી ગયેલા. ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સરવાળે અમે કેવળ અંતર ઘટાડ્યું હતું. શ્રમ અને સમય બન્ને વધારે લાગ્યા હતા. વડીલશ્રીએ મોડું થવાનું કારણ પૂછ્યું. અમે અમારા “ટૂંકા રસ્તાની દાસ્તાન ટૂંકમાં જ કહી સંભળાવી. અમારી વાત સાંભળીને તેમણે ઉચ્ચારેલું એ સરસ વાક્ય હજી યાદ છે : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું'તું? બહુ ઝડપથી શ્રીમંતાઈના સીમાડા સર કરવાની ધગશથી શેરબજારમાં ઝંપલાવી દીધેલા કેટલાય જણાના વીતેલા છેલ્લા મહિનાઓમાં જ્યારે છાલા ઊખડતા જોયા ત્યારે અમારા એ વડીલ પૂજ્યશ્રીનું માર્મિક વાક્ય યાદ આવી ગયું : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું તું?” Page #21 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી = આંટીઘૂંટી ને અટકળો એક ગાય લેવી છે આપણે.’ લાલજીકાકાની વાત સાંભળીને મુનિમજી રૂપિયા એક હજારમાં ગામમાંથી જ એક ગાય ખરીદી લાવ્યા. બીજે દિવસે ફરીથી લાલજીકાકાએ ગાય મંગાવી. રોકડા રૂપિયા ધરીને મુનિમજી ફરીથી ગાય ખરીદી લાવ્યા. ત્રીજે દિવસે શેઠે પાંચ ગાય ખરીદવા કહ્યું. મુનિમજી પાંચ ગાય ખરીદી લાવ્યા. આજે ગાય દીઠ રૂપિયા બારસો ચૂકવવા પડ્યા. પછીના દિવસે શેઠે સામટી પચ્ચીસ ગાયો મંગાવી. ગાય દીઠ સોળસોના ભાવે ખરીદી થઈ ગઈ. આ ક્રમે એકાદ મહિનામાં ગામની સેંકડો ગાયો લાલજીકાકાએ ખરીદી લીધી. છેલ્લો લૉટ તો ગાય દીઠ અઢી હજાર રૂપિયા ચૂકવીને લીધો. શુક્રવારની સમી સાંજે લાલજીકાકાએ મુનિમજીને બોલાવીને મોટી ડિમાન્ડ આપી : આપણે પાંચસો ગાય જોઈએ છે...' હવે ગામમાં અઢી હજારના ભાવે પણ ગાય મળતી નથી. પણ શેઠ મક્કમ હતા. તેમણે મુનિમજીને કહી ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી દીધું : દોઢી કિંમતે પણ મારે પાંચસો ગાયો જોઈએ. હું બહારગામ જઈને સોમવારે આવીશ, ખરીદી થઈ જવી જોઈએ. મુનિમજીએ ગામના ઘણા લોકોને બોલાવીને ગાય આપવા સમજાવ્યું. છેવટે મુનિમજીએ જબરું તિકડમ્ કર્યું : ‘જુઓ, એક કામ કરો. મારી કને સ્ટોક તો છે જ. ત્રણ હજા૨ના ભાવે તમે લઈને સોમવારે સવારે અહીં ફરી વેચવા આવજો. શેઠજી સાડા ત્રણ સુધી લેવાલ છે.' ગામના લોકોમાં પડાપડી થઈ. સેંકડો ગાયો સાડા ત્રણ હજારના ભાવે ગામના લોકોએ લીધી. લોકો હજી રાહ જુએ છે પણ પેલા લાલજીકાકા હજી ફરક્યા નથી ! આજે માર્કેટમાં ચાલતી મોડસ ઓપરેન્ડી સમજવા આ કથા પર્યાપ્ત છે. આવા સેંકડો લાલજીકાકાથી સાવધાન ! ભળતી તેજી અને મંદીનાં પરિણામોની પાછળ રહેલી અને ડિમાન્ડ એન્ડ સપ્લાયના સમીકરણમાં ઉમેરાયેલી એવી કૃત્રિમતાને પિછાણી શકાતી નથી. માટે આવા કંઈક લાલજીકાકા ભત્રીજાઓનું ‘કરી જાય' છે ! ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો પર પ્રતિબંધ લાદી શકાય છે. ઉશ્કેરણીજનક સોદા પર કોઈના નિયંત્રણ હોતા નથી. પછી ભળતી તેજીનું વાતાવરણ સર્જાય છે અને આ વાતાવરણ ભલભલી વ્યક્તિના સંયમને તૂટવામાં સાથ આપે છે. ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી આ બજાર ક્યારેક જ્યોતિષશાસ્ત્ર જેવું લાગે. જ્યોતિષશાસ્ત્રનો પાયો અનુમાન છે, તેમ શેરબજારનો પાયો અનુમાન છે. જ્યોતિષશાસ્ત્ર પર લોકોને ભારે વિશ્વાસ હોય છે, તેમ આ બજાર પર લોકોને ભારે વિશ્વાસ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ભલે કશી ગમ ન પડે તેની પણ તેના પ્રત્યેની શ્રદ્ધા અવર્ણનીય હોય છે, એમ શેરબજારની આબોહવામાં નવા આવેલાની શ્રદ્ધા આશ્ચર્યજનક હોય છે. પરંતુ, જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત બધા તો ન જ બની શકે ! આ બજારમાં થતા મૂડીરોકાણ કરતા પણ અનેકગણા મોટા પ્રમાણમાં વિશ્વાસ અને સાહસનું રોકાણ થયેલું હોય છે. અહીંના Assumption Based Adventureમાં જોડાયેલા ઘણા લોકો પોરસાય છે અને આંટીઘૂંટીની જાણ અપૂરતી હોવાથી છેવટે પીસાય છે. અટકળો (સ્પેક્યુલેશન) એ આ બજારનું અવિભાજ્ય અંગ છે. એટલે જ જોખમની શક્યતાઓ ઘણી છે. અહીં દિશા નવી હોય છે.... રસ્તા પર અણધાર્યા Bumps આવ્યા કરે છે.... સાઇન બોસ હોતા નથી. સિગ્નલની સમજણ ઓછી હોય છે. હોર્ન વગાડવાની કે હાથ બતાવવાની પ્રથા લગભગ નથી. ટ્રાફિક ભરચક હોય છે, રફતાર તેજ હોય છે. ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી મોટા ભાગના ચાલકો લર્નિગ લાયસન્સવાળા હોય છે. અને તેથી આગળ વધીએ તો ગાડી માંડ ચલાવવાવાળા ટ્રક ચલાવતા હોય છે ! વાતાવરણનું ઉષ્ણતામાન ક્યારેક ૩૫ ડિગ્રીએ હોય અને ક્યારેક ૪૫ ડિગ્રી હોય એ બની શકે, પરંતુ ૩૫ ડિગ્રીનો પારો હોય ત્યારે ૪૫ ડિગ્રીની ગરમી ક્યારેય ન હોય. આ બજારમાં ઇન્ડેક્સ ક્યારેક વિશ હજાર ઉપર તો ક્યારેક પંદર હજારની અંદર પણ હોય અને ખરી વિચિત્રતા એ લાગે કે ચૌદ હજારના ઇન્ડેક્સ વખતે આઠ હજાર ઇન્ડેક્સ વખતના ભાવો હોય, જે સામાન્ય માણસની ધારણા બહારનું હોય છે. આ બજારના આંકડાની માયાજાળ અંગે કે લાગતી સર્કિટોના Sacred (કે secret) રહસ્યો અંગે બહુ મોટો વર્ગ અજાણ હોય છે. છાપાવાળા છાપે કે “શેરબજારમાં ઉછાળો એટલે તે પણ ઊછળે ! ઇન્ડિયન ટીમનો ટોટલ સ્કોર સતત ૪૦૦ ઉપર રહેતો હોય પણ તે દરેક મેચમાં મોટા ભાગનું સ્કોરિંગ માત્ર સચિન કે સેહવાગનું જ રહેતું હોય તો ઇન્ડિયાનું રેંકિંગ ટોપ પર દેખાવા છતાં ટીમ ઇન્ડિયા વાસ્તવમાં નબળી જ ગણાય. દરેક પ્લેયરની એગ્રિગેટમાં સુધારો હોય તો ખરા અર્થમાં ટીમ ઇન્ડિયા ટોપ પર કહેવાય. આમ ટોપ પર દેખાવા છતાં વાસ્તવમાં ટોપ પર ન હોવું એ શક્ય છે. આવો ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી જ ખેલ આ બજારની આંકડાકીય માયાજાળમાં હોય છે. ગ્રુપ Aની તેજી એ સમગ્ર બજારની તેજી ગણાય છે. તાજેતરમાં છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં ૩૦ ટકા ગાબડું પડ્યું છે. (એકવીસ હજાર પરથી પંદર હજાર પર) ત્યારે મિડકેપ અને સ્મોલકેપની ઘણી સ્ક્રિપ્ટમાં તો છેક ૬૦થી ૭૦ ટકા જેટલો ભાવ ઘટે છે અને પછી ફરી બજાર ઊંચકાય ત્યારે પણ મોટા ભાગે ગ્રુપ માં આવતી ગણતરીની સ્કિના જ ભાવો ઊંચકાય છે. ફરી પાછો બજાર સર્વોચ્ચ સપાટી હાંસલ કરે તો પણ બધા તળિયા પાછા ટોચે પહોંચે તેવી શક્યતા હોતી નથી. - ઈ. સ. ૧૯૯૩ વખતે જે ગાજેલી સ્કિટ્સ હતી તે એક વાર પછડાયા પછી છેલ્લા ચાર વર્ષની ઐતિહાસિક તેજીમાં પણ પાછી પૂર્વવતુ થઈ નથી. આમ એક વાર ધોવાણ થયા પછી ફરી પાછું તેને મેળવી જાણવું એ શક્યતા બહુ જૂજ હોય છે. વર્ષો સુધી રાહ જોયા બાદ મૂળ કિંમત પણ હાથ ન લાગે એવી પૂરી શક્યતાઓ વચ્ચે એ વર્ષો સુધી જે રાહ જોઈ શકે તેમ જ નથી તેનું શું થાય ? અને જે ન છૂટકે રાહ જુવે તે પણ સતત આર્તધ્યાન અને આર્તનાદમાં ગૂંચવાય છે. ઘણા Long Term Investmentની હિમાયત કરે છે. વાસ્તવમાં નિષ્ફળ ગયેલું Short Term Investment એ જ Long Term Investment પુરવાર થાય છે ! જે ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી વાસ્તવમાં Dead investment હોય છે. ઉછાળો જોઈને કૂદી પડેલા ઘણાખરા આ વિષયના ઊંડા જાણકાર ન હોવાથી આ રીતે સલવાઈ જાય છે. ડિસેમ્બરમાં કોઈએ રમૂજી ટિપ્સ આપી હતી : “હાલ ટેમ્પરેચર ૮° છે, લઈ લ્યો. ચાર મહિના પછી ૪૫° થઈ જશે! અહીં રમૂજ સાથે લોકોની અજ્ઞાનતા અંગેની રિયાલિટીનું કંઈક પ્રતિબિંબ પણ પડે છે. ગાડી ચલાવતા શીખી ગયેલા નવા ચાલક “L”નું પાટિયું મારે તો તેને કાંઈક ફાયદો થતો હશે. અહીં રોકાણકારની અજાણદશા એ તેનો બચાવ નહીં, તેનો ગુનો બને છે. ન્યૂયોર્કમાં ડેનિયલ ડૂ નામનો શેરદલાલ હતો. તે શેરની સાથે ગાયોનો પણ ધંધો કરતો. મોટા ભાગની ગાયો જે વેચાતી તે કતલ માટે. જે ગાયો ખૂબ વજનવાળી હોય તેના ખૂબ ઊંચા ભાવ ઊપજતાં. આ દલાલ બદમાશી કરીને ગાયોને ભૂખે મારતો. તેને પરાણે માત્ર મીઠું ખવરાવતો અને વેચવાના સમયે તેને બેહદ પાણી પિવરાવતો. એટલી હદે કે ગાયોને આફરો ચઢી જાય. આ રીતે કૃત્રિમ રીતે ગાયોનું વજન વધારે. હકીકતમાં ગાયના શરીરમાં પાણી જ હોય, લેનારો જે સમજીને લે છે તે હોતું નથી. કેટલાક વોટી શેરોને આ રીતે કૃત્રિમ રીતે ઉપર ચડાવી દેવાય અને પછી પટકી પાડવાના હોય છે. તેને માટે ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી શબ્દ વપરાય છે. વોટર્ડ ડાઉન (પાણી પાણી થઈ ગયેલો) શેર. બજારના અંદરવટિયા જ આવું બહારવટું કરી શકે ઘણા રોકાણકારો આવી આંટીઘૂંટીના અજાણ હોય છે. મોટા ભાગના રોકાણકારો ગ્રુપ B અને ગ્રુપ Cના હોય છે. જેમાં એકવાર કડાકો થયા પછી વર્ષો સુધી જોયા કરો અને રોયા કરોની સ્થિતિ સર્જાય છે. કોઈએ પૂછ્યું : What should you do to make a Million Rupees ? 249 પણ રૂપકડો જવાબ કોઈએ આપ્યો : Enter the stock market with 2 millions ! કોઈએ સરસ કહ્યું છે : At the bottom of the bullrun, The promoters have vision and the investors have money. At the top of the bullrun, the promoters have money and the investors get the vision. ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી 1 સિસ્મિક ઝોન “સમયના ચક્ર પ્રમાણે જગતમાં ઋતુઓ બદલાય છે. ફૂલ ખીલે છે ને કરમાય છે. દિવસ અને રાત થાય છે. તડકો ને છાયો થાય છે. વાતાવરણમાં ઠંડી ને ગરમી આવે છે. સમુદ્રમાં ભરતી ને ઓટ આવે છે. તેમ બજારમાં તેજી ને મંદી તો આવે ! તેમાં ગભરાઈ થોડા જવાય ? એ તો બજારની તાસીર કહેવાય...” પોતાના આંધળુકિયા સાહસનો બચાવ કરતા ઘણા માનવમગજના મોબાઈલનો આ રિંગટોન છે. પરંતુ અહીં આખી વસ્તુમાં તથ્ય જુદું છે. દિવસ અને રાત, ભરતી અને ઓટના સમય નિશ્ચિત છે. તેજી-મંદીના સમય નિશ્ચિત નથી. ઉનાળામાં દિવસ લાંબા હોય છે અને શિયાળામાં રાત લાંબી ચાલે છે. આ ક્રમ નિયત છે. પણ બજારમાં આવતી તેજી-મંદીના આગમન કે અવસ્થાનની ચોક્કસાઈ નથી હોતી. પરિવર્તન એ તો સંસારનો સ્વભાવ છે પણ એ પરિવર્તન Predictable elçi g1921. The harm is never due to the change, but due to the Non Predictability of the change. ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી “એક બહુ મોટું જોખમ, તમે જે નથી જાણતા એ કામ કરવામાં છે. એવી એક બહુ જાણીતી ઉક્તિ છે. અજાણ્યા પાણીમાં તરવાની આવડત વગરનો કોઈ ખાબકે તેને ડૂબવાનો વારો પણ આવી શકે. - દરિયામાં ભરતી આવે એ સ્વીકાર્ય છે, પણ ગમે ત્યારે આવે તો એ સ્વીકાર્ય ન બની શકે. ઋતુઓના પરિવર્તન સ્વીકાર્ય છે, પણ આકસ્મિક પરિવર્તન આફત લાવે છે. વરસાદ પાક ઉગાડે છે. માવઠું પાકને સાફ કરી દે છે. રસ્તો હોય ત્યાં ખાડાટેકરા ને વળાંકો પણ રહેવાના. પણ તેના સાઈનબોક્સ ખૂબ ઉપયોગી જ નહીં, અત્યંત જરૂરી પણ છે. વગર સાઈનબોર્ડ આવી જતો શાર્પ ટર્ન ગાડીને ક્યારેક ઉથલાવી દે. આગોતરી જાણ વગર આવી જતો બમ્પ કેવા હચમચાવી મૂકે છે ! Nonpredictability એ કોઈપણ વસ્તુ વ્યક્તિ માટે બહુ મોટું ઉધાર પાસું ગણાય. જેના મૂડનો કોઈ ભરોસો ન હોય તેવા માણસ માટે એમ કહેવાય કે “ભાઈ ! એનું કાંઈ ઠેકાણું નહીં. ક્યારેક ઠેકાણે હોય તો ક્યારેક ઠેકાણે પાડી દે.” તેમ જે બજાર Moody હોય તેમાં કરેલા મૂડીરોકાણનો પણ ભરોસો નહિ. તેજી અને મંદી તો કોઈપણ બજારનું સ્વરૂપ હોઈ શકે. પણ બીજી બજારો અને શેરબજારમાં પાયાનો ફરક એ છે કે બીજી બજારોમાં તેજી અને મંદી અણધારી અને મોટી (૨૦) Page #30 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ઊથલપાથલ સાથેની નથી હોતી. જ્યારે શેરબજાર અંગે તો, ભાઈ ભલું પૂછવું ! ક્રિકેટના મેદાનોમાં પિચની તાસીર અલગઅલગ હોય છે. બેટિંગ પિચ કે બાઉન્સી વિકેટ પર રમી શકાય. કેટલીક પિચ ત્રીજા દિવસથી ટર્ન લેવા માંડે. કોઈ વિકેટ છેલ્લે દિવસે તૂટવાના સ્વભાવવાળી હોય છે. આમાંની કોઈ પણ વિકેટ પર ક્રિકેટ એટલું અઘરું નથી જેટલું અન-ઇવન બાઉન્સવાળી વિકેટ પર હોય છે. કયો બોલ ઊછળશે અને કયો બોલ જમીન સરસો રહી જશે તેની કોઈ જ કલ્પના કરી ન શકાય. તેવી પિચ પ્લેયર માટે જોખમી કહેવાય. શેરબજારના ખેલૈયા આવી જોખમી પિચ પર રમી રહ્યા છે. શેરબજારની પિચ અનપેડિક્ટબલ છે અને આઉટફિલ્ડ સ્લિપરી છે. માટે ત્યાં રમવું પૂરું જોખમભર્યું છે. ભૂકંપ વખતે ભૂમિ કંપે છે એટલા માત્રથી એ એટલો વિનાશક નથી. પણ એ કંપન ક્યારે થશે અને કેટલી તીવ્રતા સુધીનું થશે તેની સચોટ અને આગોતરી જાણકારી મળી શકતી ન હોવાથી ભૂકંપ વધુ વિનાશક ગણાય છે. શેરબજારમાં ચડાવ-ઉતાર અણધાર્યો હોય છે અને તેની માત્રાનો પણ કોઈ અંદાજ નથી હોતો. ઉનાળામાં દિવસ લાંબા હોય અને શિયાળામાં રાત લાંબી ચાલે તે એક નિયત તથ્ય છે એટલે હજી મેનેજેબલ છે. આ માર્કેટની તેજી કે મંદી કેટલી ચાલશે એનો કોઈ પાકો - ૨૧ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અંદાજ હોતો નથી. કેટલાકને બ્લડપ્રેશરની તકલીફ રહેતી હોય છે. હાઈબ્લડપ્રેશર કે લો-બ્લડપ્રેશરને હજી પહોંચી વળાય. પણ Fluctuation જોખમી છે. ઘરમાં રહેલા સોફા પર સૂઈ શકાય. હિંચકા પર બેસી શકાય. પણ કોઈ એવો સોકો, જે દિવસમાં ગમે ત્યારે બે-ચાર મિનિટ માટે “હિંચકો બની હિલોળે ચડે તેની પર બેસવામાં જોખમ તો પૂરેપૂરું ! ક્યારેક કોર્ટમાં કોઈ બાબતે કેસ ચાલતો હોય તો ચાલનારા કેસની તારીખ અગાઉથી જણાવી દેવાય છે. સ્કૂલમાં લેવાતી પરીક્ષાની આગોતરી જાણ કરાતી હોય છે. રાજ્યોમાં થનારી ચૂંટણીની તારીખો અગાઉથી જાહેર થઈ જતી હોય છે. એટલે આ બધી બાબતોને મેનેજ કરવી સરળ બની જાય છે. શેરબજારની તેજી-મંદીના કોઈ ચોક્કસ ચોઘડિયા હોતા નથી. કેટલાંક નાનાં શહેરોમાં વીજળીના વપરાશને રેગ્યુલેટ કરવા માટે નિયત સમયે વીજકાપ મૂકવામાં આવે છે. તેની અગાઉથી જાણ હોવાથી લોકો પોતાનાં કાર્યો તે પ્રમાણે સેટ કરતા હોય છે. પણ ક્યારેક અચાનક જ પાવર ચાલ્યો જાય ત્યારે તેના ભરોસે રહેલા લોકો “લટકી જાય છે. ' કંપનીનો આખો સ્ટાફ રજાને દિવસે જેમ ગેરહાજર હોય છે તેમ હડતાલને દિવસે પણ ગેરહાજર હોય છે, છતાં ફરક પડે છે. રજા પૂર્વનિર્ણત હોય છે અને હડતાલ કેટલી (૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ચાલે તેનો ભરોસો નહીં. અનિશ્ચિત દશા બધે દશા ફેરવનારી હોય છે. ઇન્કમટેક્સની રેઈડ વિકરાળ એટલા માટે લાગે છે કે તેની કોઈ જ પ્રિ-ઈન્ફર્મેશન હોતી નથી. ક્યારેક શસ્ત્રોના પરીક્ષણ માટે ધડાકા કરાય છે. પણ તે નિર્જન સ્થળે અને આજુબાજુવાળાને જણાવવાપૂર્વક થતા હોવાથી ભય કે નુકસાની ફેલાવતા નથી. જ્યારે આતંકવાદના નેજા હેઠળ થતા બોંબધડાકા ટાઈમર સાથે સેટ કરેલા હોવા છતાં લોકોને તેનો અંદાજ ન હોવાથી જ મોટી જાનહાનિ થાય છે. જેવું આ બોંબધડાકાનું છે તેવું ઈન્ડેક્સના કડાકાનું છે થયા પછી જ ખબર પડે ! ગરમ કરેલા દૂધને ફાટવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. જામેલા બરફને પીગળવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. ખીલેલા કુલને કરમાવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. ઊગેલા સૂરજને આથમવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. પણ... ઊછળેલા ઈન્ડેક્સને તૂટવાનો કોઈ જ ચોક્કસ સમય હોતો નથી. સળંગ ચાર મહિના સુધી સતત ઊછળતો પણ રહે અને મહિનામાં ચાર વાર પટકાય પણ ખરો. માર્ચ મહિનાના પ્રારંભમાં ગુજરાતના આકાશમાં શ્રેણીબદ્ધ રીતે ઊડતા પંખીઓ નજરે પડે છે. આ ફ્લેમિંગો પંખી હોય છે. પરપ્રાન્તથી આવા પંખીઓ શિયાળો ગાળવા ૩ - - - Page #33 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ભારતમાં ખાસ નળસરોવરની આસપાસ ઊતરી પડે છે અને ઋતુ બદલાતા તે પાછા વતનની દિશા પકડી લે છે. તેઓ આવું કરી શકે છે, કારણકે સામાન્ય રીતે ઋતુચક્ર નિર્ધારિત હોય છે. પરંતુ આ રીતે શેરબજારમાં તેજી વખતે ઊતરી પડવું અને મંદી પહેલા નીકળી જવું એ સંભવિત નથી, કારણ કે અહીં તેજી કે મંદી બન્ને અચોક્કસ બાબત છે. અહીં નિશ્ચિત છે માત્ર અનિશ્ચિતતા ! કેટલીક વ્યક્તિને અચાનક આંચકી આવી જવાની તકલીફ હોય છે. જે વખતે આખું શરીર એકદમ ખેંચાવા માંડે અને જાણે હોંશ જતા રહે છે. વારંવાર કે અચાનક આંચકી આવવાની તાસીરવાળી વ્યક્તિને ડૉક્ટર્સ ડ્રાઈવિંગ, સ્વિમિંગ જેવી પ્રવૃત્તિથી દૂર રહેવાની સખત સૂચના આપે છે. અચાનક આંચકી આવે તેવી વ્યક્તિએ જેમ સંભાળવું પડે, તેમ અચાનક આંચકો આપે એવા બજારથીય સંભાળવું પડે ! ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી - - પ બ્લેક હોલ चोरो की बस्ती है, लूटेरो का डेरा है, संभल के जाना मुसाफिर ! रात का अंधेरा है । પ્રવાસે નીકળેલા કોઈ અજાણ પથિકના હાલસોયા ભાઈ બનીને કબીરજીએ તેના કાનમાં આપેલી સલાહ જરા અલગ સંદર્ભમાં વિચારીએ. અહીં ચોરીનો ભય દર્શાવવાના બહાને ભક્તકવિએ ચોરી વખતનું આખું પર્યાવરણ છતું કરી દીધું છે : વાતાવરણમાં અંધારું હોય... જનાવરણમાં ચોરોના ડેરા તંબુ હોય.. મેદાનમાં તમે એકલા હો ત્યારે ચોરીને મોકળું મેદાન મળી જાય છે ! પરંતુ, આ તો પાંચ સૈકા પહેલાનો ખ્યાલ રહ્યો ને ! આજે એકવીસમી સદીમાં તો અંધારી રાતે નહીં પણ ધોળે દિવસે અને ચોરોની વસતીમાં નહીં પણ ભરી બજારે માણસો લૂંટાય છે – અને એ પણ જાણી જોઈને ! અહીં તો જાણે લૂંટાઈ મરવાની માણસે હોડ બકી છે. ર૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી વર્ષોના અનુભવવાળી અને પેઢીઓથી ચાલી આવતી પોતાની સ્ટેબલ બિઝનેસ લાઈનમાંથી ઘણા વળાંક લઈ શેરબજારની દિશા પકડે છે. પોતાની સીમિત મૂડીમાં સાહસ કેટલું ખેડી શકાય? માટે કોઈ દાગીના ગિરવે મૂકે, કોઈ વ્યાજે રકમ લઈને ઝંપલાવે છે. કોઈ પોતાની બધી બચતને અંદર ધરબી દે છે. પછી બજારના ચક્રાવાઓનો અજાણ એ પથિક જ્યારે અચાનક જ નુકસાનીના ઊંડા કલણમાં ખૂંપી જાય છે અને પછી તેમાંથી બહાર નીકળવાના જે રીતનાં હવાતિયાં મારે છે તે દૃશ્યો જોતા ભૂકંપ પછીના કાટમાળ હેઠળ દટાયેલા, “બચાવો”ની ચીસો પાડતા બંધુઓની યાદ આવી જાય. કેટલાકની લાશ નીકળે છે, કેટલાક પોતાના હાથ-પગ મૂકીને નીકળે છે. શેરબજાર એક એક્સપ્રેસ હાઈવે છે. ત્યાં સેફ એન્ડ સાઉન્ડ ગેમ રમવાની નેમ સાથે ગયેલા પણ સેફ રમી શકતા નથી અને સાઉન્ડ રહી શકતા નથી. જૈનોમાં થતી અનેકવિધ તપસ્યાઓમાં વર્ષીતપ બહુ પ્રચલિત છે. આ એક લાંબો તપ છે, જેમાં વર્ષ સુધી એકાંતરે ઉપવાસ અને એકાંતરે ભોજનની સિક્વન્સ ચાલે છે. શેરબજાર વળી નવા ફોર્મેટનો વર્ષીતપ લાગે. ક્યારેક આપે. ક્યારેક ભૂખ્યા રાખે. વર્ષીતપમાં તો ઉપવાસના દિવસો -૨૬) Page #36 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી પૂર્વનિર્ધારિત હોય છે. અહીં તો કયા દિવસે ઉપવાસ થાય તેનો ભરોસો નહીં. વર્ષીતપના ઉપવાસમાં નવું ઇન-ટેક બંધ ! અહીં તો નવું આપવાનું બંધ અને જૂનું ખાધેલું બધું ઓકાવી પણ દે ! આ બજારમાં ગયેલાની તાસીર પણ જબરી રહે છે. તેમની પાસે નફારૂપે આવે તે મૂડી લગભગ બજારમાં જ રમતી રહે છે અને જાય ત્યારે ગજવામાંથી જાય છે. ગુજરાતના એક શહે૨ના બોલ્ટ ઑપરેટરે પોતાને ત્યાં મધમાખીના ડંખ જેવું અણિયાળું વિધાન કરતું બોર્ડ લટકાવ્યું છે : ‘શેરબજાર એક મંદિર છે. મંદિરમાં મૂકવા માટે જ અવાય, ત્યાંથી લઈને ક્યારેય જવાય નહીં.’ સ્ટોક માર્કેટ અંગે કોઈએ પરિચય આપ્યો છે : ‘સ્ટોક માર્કેટ એક એવી આશીર્વાદ પ્લેસ શાપિત જગ્યા છે, જ્યાંની ફ૨શ ઉપર લાખો રૂપિયા વેરાયેલા પડ્યા હોય છે. એ વેરાયેલી રકમને માત્ર નીચા વળીને વીણી લ્યો એટલે એ ૨કમ તમારી ! બહુ આસાન અને ગુલાબી છાપ પાડતી આ પ્રવૃત્તિમાં એક પ્રોબ્લેમ એ છે કે ત્યાં લાખ્ખો લોકો આ રીતે વાંકા વળી વળીને વેરાયેલી ૨કમ વીણવા રઘવાયા બન્યા હોય છે. તમે પણ વાંકા વળો ત્યારે તમારા એક ખિસ્સામાંથી મંદીવાળા તમારું ખિસ્સું કાતરી જાય છે અને બીજા ખિસ્સામાંથી તેજીવાળા તમારું પાકીટ મારી જાય છે. અને હા, ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી આ બધા રઘવાટમાં વાંકા વળવાના કારણે તમારા ખિસ્સામાંથી ખણખણિયા પડી ને ફરશ પર પથરાઈ જાય એ નફામાં !” આ સંદર્ભમાં “ધી ગ્રેટ સપ્રાઇઝ શો'ની વાત યાદ આવી જાય. આખા ગામમાં ધૂમ જાહેર થઈ હતી આ શો અંગે ! તેમાં પણ ફ્રી એન્ટ્રી હોવાથી “મફત કા તમાશા'ને પાછું તેડું મળ્યું. તંબુ ભરચક ભરાઈ ગયો. શો પૂર્ણ થયા બાદ એકઝિટ ગેટ પાસે ઊભેલા બે-ત્રણ પહેલવાનો દરેક દર્શક પાસેથી રૂપિયા એકસો કઢાવતા હતા. તેમાં ચડભડ થઈ. જાહેરખબરમાં ચમકેલા “ફ્રી એન્ટ્રી' શબ્દ તરફ બધાએ જ્યારે ધ્યાન દોર્યું ત્યારે પેલા રૂસ્તમોએ જબરો ખુલાસો કર્યો : “એન્ટ્રી તો ફ્રી જ હતી. બહાર નીકળવાના એક સો ! મૂકતા જાવ.” શેરબજારના રોકાણકારોએ મજાની આ રમૂજને એક પાઠ્યક્રમની માફક જોવી જરૂરી છે. નજીવી મૂડીએ મોટા ખેલ કરી શકવાનું પ્લેટફોર્મ એ સરપ્રાઈઝ શોની ફ્રી એન્ટ્રી છે. પણ ક્યારેક મોટું માર્જિન ભરીને હાંસિયામાં ધકેલાઈ જવાનું બને ત્યારે એકઝિટ ફીનું રહસ્ય ખૂલે છે ! આકાશમાં ચમકતો તારો પોતાની લાઇટ ગુમાવી દે છે અને સંકોચાઈને બ્લેકહોલ તરીકે ઓળખાય છે. તેની gravity ના કારણે તેની આસપાસના પદાર્થને તે ખેંચી લે છે. ૨૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી એકવાર ચમકી જઈને પછી પટકાઈ જતી સ્કિટ્સ આવા બ્લેક હોલની યાદ અપાવે. તેની gravity માં કંઈકની મૂડી ખેંચાઈ ગઈ ! પેસિફિક મહાસાગરમાં આવેલા બર્મુડા ટ્રાયન્ગલમાં જે સ્ટીમર આવી ગઈ તે પાછી ફરતી નથી. કાગળ પર થતી રહેતી વધઘટ એક મોટા કરેક્શનમાં ક્યારેક જતી રહે ત્યારે આ બર્મુડા ટ્રાયન્ગલ યાદ આવે ! વાસ્તવમાં આ બજારની મૂડી કોઈના ઘરમાં કાયમી ઠરીઠામ થઈ નથી. અહીં તો આવે આંકડામાં ને જાય રોકડામાં ! આવેલું એ જ વહેણમાં તરતું રહે અને જાય ત્યારે ગળાનું મંગળસૂત્ર લઈને જાય ! આ એક શેરડીનો સંચો છે. કંઈક રસપ્રચૂર શેરડીઓ તેમાં દાખલ થાય છે. રસ નીકળી ગયા પછી પણ તે બેવડ વળીને ફરી દાખલ થાય છે અને બહાર ત્યારે જ નીકળે છે જ્યારે તેના સાવ “કૂચા” થઈ ગયા હોય. મહૂડીની સુખડી ને શેરબજારની મૂડી ક્યારેય બહાર જતી નથી. તે ત્યાં જ પતી જાય છે. ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી - સાઈડકારની સવારી દિલ્હીના તખ્તા પર બેસનાર બાદશાહ નાદિરશાહનો હાથી પર સવારી કરીને સ્વાગતપૂર્વક નગરમાં પ્રવેશ કરાવવાનું ગોઠવાયું હતું, ત્યારે હાથી પર ચડતા જ નાદિરશાહે હાથીની લગામ પોતાના હાથમાં આપવા જણાવ્યું. સહેજ હસીને મહાવતે કહ્યું : વાહ ! હાથી હૈ, घोडा नहीं. इसकी लगाम तो महावत के हाथों में ही रहेती हैं। જવાબ સાંભળતા જ નાદિરશાહ કૂદકો લગાવીને નીચે ઊતરી ગયા અને પોતાને માટે ઘોડો લઈ આવવા જણાવ્યું. ઊંચાઈ પર હોય તો દરેકને દેખાઈ શકે એ માટે લાગતાવળગતાઓએ તેમને સમજાવ્યા. ત્યારે નાદિરશાહે આપેલો જવાબ ઘણો માર્મિક અને સૂચક હતો. “ઊંચાઈનો આનંદ તો જ સાચો કે લગામ આપણા હાથમાં હોય. જેની લગામ આપણા હાથમાં નહીં તેવી ઊંચાઈનો આનંદ પણ ન લેવાય, ભરોસો પણ ન રખાય.” બજારની અફડાતફડી પોતાના હાથમાં નથી એ જાણવા છતાં ઊંધું ઘાલીને શેરબજારમાં પડનારા સહુ આજે આવી જોખમી સવારી કરી રહ્યા છે. ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અલબત્ત, ચડાવ-ઉતાર તો વ્યવસાયના ક્ષેત્રે બધે સંભવી શકે છે. તેમાં પણ વૈશ્વિકરણ થવાથી દરેક બજારોમાં હવે આખી એક યુનિવર્સલ ઇફેક્ટ જોવા મળે છે. દુનિયામાં ક્યાંક બનતી ઘટનાની અસર અહીં પણ વર્તાઈ શકે છે તેમ છતાં શેરબજારની આખી વાત જ ન્યારી છે. બીજા બજારોમાં પણ ઇન્ટરનેશનલ ઇફેક્ટ તો આવી શકે છે પણ તે પોતપોતાની બજાર પૂરતી હોય છે, અંદાજિત હોય છે અને માપસરની હોય છે. શેરબજારની ગૂંથણી આંતરરાષ્ટ્રીય સ્તરે હોવા ઉપરાંત આંતરબજાર સ્તરે છે માટે કોઈ પણ હિલચાલ અહીં મોટી હલચલ મચાવી શકે છે. કોઈ બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની શક્યતાથી પણ અહીં ઇંડેક્સ તૂટી શકે છે અને અહીંના નાણામંત્રીનાં ચાર વાક્યો પર પણ ઊથલપાથલ મચી શકે છે. શહેરોમાં રહેતા કેટલાક સંવેદનશીલ વિસ્તારોની માફક શેરબજાર એ વ્યવસાય જગતનો સૌથી નાજુક અને સંવેદનશીલ વિસ્તાર છે. તેના સમીકરણ ઘડીના છઠ્ઠા ભાગમાં બદલાઈ શકે છે અને ત્યારે તમે કાંઈ જ કર્યા વગર પણ સાવ તળિયે સરકી જાઓ છો. લિફટ નીચે આવે ત્યારે પદ્ધતિસર નીચે આવે અને ત્રણ-ચાર માણસોને જ નીચે લાવે. પણ જન્માષ્ટમી વખતની મટકી-ફોડમાં ઉપરથી એક માણસ ગબડે એટલે આખો માંચડો ધરાશાયી ! અને તે પણ પળવારમાં જ ! ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી હિમશિલાઓ પીગળે અને દરિયાની સપાટી વધે તેમ એફઆઈઆઈના અબજો ડૉલર્સના ઇન્વેસ્ટમેન્ટના કારણે અહીં વર્તમાનમાં ક્યારેય ન જોઈ હોય તેવી બ્રોડ બેઝ તેજીનો પવન ફૂંકાયો. પણ આ ઘટના પછી મેજર કરેકશન્સ થયા તેમાં લોકો ગણતરીની પળોમાં જ સાફ પણ થઈ ગયા. પાંચ અબજ ડૉલરના રોકાણ દરમ્યાન જોવા મળતા ઉછાળા કરતા એકાદ અબજ ડૉલરનું રોકાણ પાછું ખેંચાય ત્યારે જોવા મળતો કડાકો વધુ મોટો અને “જીવલેણ હોય છે. આખા વર્ષની કમાણી માત્ર પાંચ-દશ ટ્રેડિંગ સેશન્સમાં જ ધોવાઈ જાય છે ત્યારે જલિયાંવાલા બાગ કાંડની યાદ આવી જાય. હા, જનરલ ડાયરની ભૂમિકા અહીં પડદા પાછળ રહે છે. ઈ.સ. ૧૯૦૦માં ભારતમાં વેપારના નામે મંજૂરી મેળવી લેનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની જ શું ફરી નવા સ્વરૂપે કાર્યરત બનીને સમગ્ર બજારને પોતાની gripમાં લઈ રહી નથી ને ? એવો પણ ભય ક્યાંક સેવાઈ રહ્યો છે. સિનિયર એનલિટ્સનાં તારણોમાં પણ શેરબજારમાં સરપ્લસ મૂડીના પચાસ ટકાથી વધુ રકમ ન રોકતા જે તે સેફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટમેન્ટમાં રોકવાની ભલામણો હોય છે. ક્યારેક નિષ્ણાતો પણ ઇન્વેસ્ટમેન્ટ અંગેની ટિપ્સ આપતા સાથે લખે છે : “સબ્બક્ટ ટુ માર્કેટ રિસ્ક !” આ બજારનાં જોખમોનો અણસાર તેમાં વર્તાતો હોય છે. ૩૨. Page #42 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી મૂડી જાય ત્યારે માનસિક સ્વસ્થતા અને જીવનાધાર બધું જ હલી જતું હોય છે. આમ આર્થિક હાલાકી એ આધ્યાત્મિક હાલાકીઓનું પણ નિમિત્ત બની જતું હોય છે. આ કારણથી ગૃહસ્થ આર્થિક સલામતી સાથે બાંધછોડ કરવી પરવડે નહીં. ઘરમાં સલામતી ન લાગે તો માણસ પોતાનું મકાન બદલે છે. પોતાના મહોલ્લામાં જોખમ જણાય તો માણસ તેને ય બદલે છે. સલામતી ન જણાતા હજારો લોકો આખો ને આખો દેશ છોડીને ચાલ્યા જવાના બનાવો યુગાન્ડા-અફઘાનિસ્તાનઇરાકમાં બન્યા છે અને ભારતના ભાગલા વખતે પણ બન્યા છે. - તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશીઓ અંગે થોડી વિપરીત ટિપ્પણી થઈ તેમાં તો માત્ર પૂના શહેરમાંથી પૂરા પચ્ચીસ હજારથી વધુ ઉત્તરપ્રદેશવાસીઓ હિજરત કરી ગયાના સમાચારો ચમક્યા હતા. સલામતીનો પ્રશ્ન ઊભો થાય તો પ્રવાસી ક્રિકેટ ટીમ પોતાનો પ્રવાસ રદ કરી દે છે અથવા ચાલુ પ્રવાસ અધવચ્ચેથી આટોપી લે છે. સલામતી સામે પ્રશ્ન ઊભો થાય તો પેસેન્જરો તત્કાળ તે વાહન છોડીને રસ્તા પર ઊતરી જતા અચકાતા નથી. વિસ્ફોટની અફવા મળતા આખી ઇમારત ઈમર્જન્સી સાથે ખાલી કરાવાય છે. - ૩૩ - Page #43 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી જે છત પર ગોળીઓ ફરતી હોય તેની નીચે ખુલ્લા વાસણમાં પડેલો દૂધપાક પીતા પણ માણસ અચકાય છે, કારણ કે સલામતી સામે સ્વાદ ગૌણ છે. અજાણ્યો માણસ કરન્સી ભરેલી બૅગ આપી દે તો તે લેતા પણ માણસ અચકાય, કારણ કે સલામતી સામે સંપત્તિ પણ ગૌણ છે. સલામતી એ કેવળ શરીર પરનું વસ્ત્ર નથી કે જેને શારીરિક દૃષ્ટિએ જોવામાં આવે ! પોતાના સંતાનોના સંસ્કાર સામે જોખમ જણાય તો વ્યક્તિ તેને તેવી સ્કૂલમાંથી ઉઠાવી લે છે. કોઈના થકી પોતાની આબરૂ સામે જોખમ જણાય તો સજ્જનો તેવી વ્યક્તિને મળવાનું પણ ટાળે છે. સલામતી એ કોઈ પણ ક્ષેત્રની હોય, તે કાયમ પ્રથમ હરોળમાં રહેવા ટેવાયેલી છે. સલામતી અંગેની આ જનમતિનું શીર્ષાસન આજે વ્યવસાયના ક્ષેત્રે જોવા મળે છે. અહીં ગુમાવનારને ફરી બેઠા થવાની આશા પણ અહીં જ દેખાય છે. અહીં ધોવાણના અનુભવ ઉપર કમાણીની કલ્પનારાણીનું સામ્રાજ્ય હોય છે. અસલામતીનો અનુભવ અને સલામતીની આશા બન્ને એક જ સ્થળે, એક જ સમયે ક્યારેય હોઈ ન શકે તેવી સીધી અને સાદી સમજ પણ અહીં આવેલો માણસ ગુમાવી બેસે છે. બચત અને રોકાણ માટે ત્રણ બાબતો અગત્યની ગણાય છે ઃ સુરક્ષા, વળતર અને લિક્વિડિટી. તેમાં પણ ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સુરક્ષા એ અગ્રિમ બાબત છે. ગમે તેટલું વળતર હોય છતાં સલામતીના ભોગે કાંઈ જ ન હોઈ શકે. એક જાણકારે સરસ કહેલું : Security is the largest interest. એકાદ વાર ફડચામાં ગયેલી બેંકને ફરી પાટે ચડવું બહુ અઘરું બની જતું હોય છે. અગાઉ તગડું વ્યાજ આપી ચૂકેલી કોઈ નામાંકિત પાર્ટીમાં પણ એકાદ વાર જેના રૂપિયા ખોટા થયા હોય તેવી વ્યક્તિ તે પાર્ટીને ફરીથી નાણા ધીરવાનું સાહસ ટાળે છે. છાશવારે ને છાશવારે લાખો લોકોને કરોડોમાં નવડાવી દેવા પંકાયેલી વ્યવસાય પદ્ધતિ ઉપરની લોકોની આસ્થા જોતા તેમની અંધશ્રદ્ધા અંગે માન ઊપજે છે અને તેમની વિવેકબુદ્ધિ બદલ પ્રશ્ન ઉદ્ભવે છે. ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે' વાળી કહેવત અહીં બુરખા હેઠળ હોય છે. અહીં તો દૂધનો દાઝ્યો ઊકળતા કડાયાનું તેલ પીવા થનગને છે. અહીં જીતનારા ઝૂમતા ઝૂમતા ૨મે છે, હારનારો હાંફતા હાંફતા ૨મે છે. જીતનારો ડબલ કરવાના અરમાનમાં છે, હારનારો કવર કરવાની પેરવીમાં છે. એકવાર પગથિયું ચૂકી જનારો સંભાળીને ચાલે. ઉંબરાની ઠેસ વાગતા નખ ઊખડી ગયો હોય તો કાયમ તે ઉંબરાથી સંભાળીને ચાલે. અહીં તો જ્યાં લપસી ગયો હોય ત્યાંથી જ નવું ટેક ઑફ લેવાની લાલચ ! ધોવાઈ જવા છતાં ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી લોકોને તેમાંથી જ રિકવરી દેખાતી હોય છે. આ બજાર રૂપિયાથી ય વધુ તો રૂપિયાની આશા આપે છે : છો ને ગયો અરથ ને ગઈ બધીય આબરૂ સટ્ટા કેરો હજી નશો અકબંધ છે, શે અહીં અરીસા સમજના વેચવા જ્યાં પ્રજા ભોળી નહીં પણ અંધ છે ! યાદ રહે – લાકડા ખાઈને જલતો અગ્નિ પ્રકાશ આપી શકે, ઉષ્મા આપી શકે, ધુમાડો આપી શકે પણ લાકડા તો ક્યારેય પાછા ન આપી શકે ! Page #46 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી – રિવર્સ હપ્તાપદ્ધતિ જૈનાચાર્ય શ્રી શ્યામાચાર્ય રચિત આગમસૂત્ર પ્રજ્ઞાપના મહાગ્રન્થના પ્રારંભમાં વિવિધ પ્રકારના જીવ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તેમાં ‘આસાલિક’ નામના એક મહાકાય જીવની વિગતો આપવામાં આવી છે. અતિદીર્ઘતાવાળું તથા તદનુરૂપ પહોળાઈ અને ઊંચાઈવાળું શરીર ધરાવતું આ પ્રાણી જમીનની નીચે ઉત્પન્ન થાય છે અને જમીન ખોદીને આટલી મોટી દેહરચના કરી દે છે. બહારથી જોનારને ખ્યાલ પણ ન આવે કારણ કે ઉપરથી માટીનું લેયર અકબંધ જણાતું હોય છે. બહુ ટૂંકા આયુષ્યવાળું આ પ્રાણી પોતાની આવરદા પૂર્ણ કરે ત્યારે તેના શરીરના પરમાણુઓ વિખરાઈ જાય છે અને તેથી તે સ્થળે જમીન અચાનક બેસી જવાથી ઊંડો ખાડો થઈ જાય છે. તે વખતે તે સ્થળે જે હોય તે બધું જ અંદર સમાઈ જાય છે. એમ કહેવાય છે કે મસમોટા રાજસૈન્યોની આખી છાવણી કે કોઈ આખા ગામ-નગરનો સફાયો થવાનો હોય ત્યારે ‘આસાલિક' તે જમીન નીચે ઉત્પન્ન થાય છે. ક્ષણ પહેલા જ્યાં મોટી વસતિ દેખાતી હતી ત્યાં પળવારમાં જ બધું ગરક થઈ જાય ! 39 Page #47 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી વર્તમાન સ્થિતિમાં શેરબજારમાં આવતાં આકસ્મિક કરેક્શન્સ આ આસાલિક પ્રાણીની યાદ અપાવી જાય છે. ઊંચી સપાટીવાળા સેન્સેક્સના લેયર નીચે તૈયાર થઈ રહેલો કડાકો અચાનક ઊંડો ખાડો પડી ગયા પછી જ કળાય છે. આશ્વસ્ત અને વિશ્વસ્ત બહુ મોટો જનસમૂહ તેમાં ગરક થઈ જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ બજારમાં નવા જોડાયેલા લોકો મોટા પ્રમાણમાં છે અને અગાઉ કરતા અત્યારની ઊથલપાથલ વધુ તીવ્ર અને શીધ્ર ઘટના બની ગઈ છે. આજથી દસ જ વર્ષ અગાઉ ઈન્ડેક્સ જે સપાટીએ હતો તેટલી ઊથલપાથલ તો આજે એક જ સોમવારમાં થઈ શકે છે. રોકાણકારોનો વધેલો વ્યાપ સાથે ઊથલપાથલની તીવ્રતા અને શીઘતા જોતા આવી ઘટનાને ગીચ શહેરી વિસ્તારમાં રાતના સમયે આવેલા ૭.૨ની તીવ્રતાના ભૂકંપ સાથે સરખાવી શકાય. તાજેતરમાં વર્તમાનપત્રમાં એક સચિત્ર અહેવાલ નજરે ચડેલો. પાલનપુર પાસે રોડ પરથી પસાર થતી એક ટ્રક અચાનક જ રોડ પર પડી ગયેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી. તેને બહાર કાઢવા ખાસ કેન બોલાવવી પડી હતી. ગુજરાતનો ભૂપ્રદેશ આવી ભૂવા પડી જવાની ઘટનાથી પરિચિત છે. “ખાડી” અને “ભૂવામાં દેખીતું સામ્ય હોવા છતાં એક નોંધપાત્ર ફરક રહ્યો છે. અગાઉથી ખબર હોય અને પડે તેને ૩૮) Page #48 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી “ખાડો” કહેવાય. પડ્યા પછી જ ખબર પડે તેને “ભૂવો” કહેવાય. શેરબજારમાં જ્યારે કડાકો બોલે છે ત્યારે “ખાડો” નહીં પણ “ભૂવો પડે છે. ખાડો પડે ત્યારે દેખાતું પરિવર્તન અપેક્ષિત હોય છે. ભૂવો પડે ત્યારે થતું પરિવર્તન આકસ્મિક હોય છે. બ્લેક મન્ડેનો ખ્યાલ લોકોને મંગળવારે આવે છે. આમ તો આ સમગ્ર સૃષ્ટિ પરાપૂર્વકાળથી પરિવર્તનો જોતી આવી છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ પણ થઈ જાય અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ પણ થઈ જાય. પરંતુ કુદરતી રીતે આ કરામત થતા સૈકાઓ લાગતા હોય છે અને જો આકસ્મિક રીતે થાય તો તેનું સાતત્ય નથી હોતું. શેરબજાર એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં આકસ્મિક અને આત્યંતિક પરિવર્તનોનું સાતત્ય જોવા મળે છે. - ચંદ્રની કળામાં પણ વધઘટ થયા કરે છે, પણ તે ક્રમિક હોય છે. શેરબજારના ચંદ્રને કલા નથી હોતી. ત્યાં પૂનમ પછીની રાતે પણ અમાસ હોઈ શકે ! ચઢાવ કે ઉતાર એ કોઈપણ વ્યક્તિ કે વ્યવસાય માટે તેના અસ્તિત્વના જ એક ભાગરૂપ ગણી શકાય. Gradual changeને સમજી શકાય. Drastic change બે-ચાર દાયકે એકાદ વાર આવે તો તેને પણ પહોંચી વળાય. પરંતુ જ્યાં Drastic અને Dynamic changeનું સાતત્ય હોય ત્યાં પરિસ્થિતિ સમજ અને પહોંચની બહારની બાબત બની જતી હોય છે. તે ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી કોઈ પણ વ્યક્તિની તગડી શ્રીમંતાઈ કે વરવી ગરીબી કાયમી ન હોય તે બનવાજોગ છે, પરંતુ તેમાં થતો ફેરફાર Gradual હોય તો સમજી શકાય. આપણે ત્યાં શ્રીમંતોના દાયકા ગણાતા. આજે શ્રીમંતાઈને દાયકા સાથે સાંકળવી મુશ્કેલ છે. તે કલાકોનો મામલો પણ હોઈ શકે. જૈનશાસ્ત્રોમાં એક અતિ શ્રીમંત શ્રેષ્ઠીની વાર્તા આવે છે. જે પાછળથી ઘસાતો ગયો અને પછી જીર્ણશીર્ણ હાલત થતા તેની ‘જીર્ણશ્રેષ્ઠી' તરીકે ઓળખ થઈ. આજે સોમવારની સવારનો શાલિભદ્ર સાંજે જ જીર્ણશ્રેષ્ઠી બની શકે છે. - શ્રીમંતાઈને કેવળ આંકડા સાથે નહીં પણ આવરદા સાથે પણ માપવી જોઈએ. વાસ્તવનો પોલીસમેન અને પોલીસનો રોલ ભજવનાર બન્નેના ગણવેષ તો સરખાં જ લાગે. એક મહત્ત્વનો ફરક બન્નેના પોલીસપણાના Durationમાં હોય છે. ઘડિયાળમાં રહેલો કલાકનો કાંટો સાંઈઠ મિનિટે સહેજ પડખું ફેરવે છે અને સમયાંકમાં ફરક પડે છે. સેકંડનો કાંટો સતત ફરતો રહે છે, પણ તેનાથી થતો ફરક નજીવો હોય છે. શેરબજારના ભાવકનો કાંટો સતત ફરતો રહે છે અને એ પણ ખાસ્સા ફરક સાથે. આ બજાર તેની અફડાતફડીને હિસાબે પંકાયેલી છે. આ અફડાતફડીમાં શ્રીમંતાઈના સજેલા વાઘા ક્ષણવારમાં ફગાવી દેવાની ફરજ પડી શકે છે. ૪૦. Page #50 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી કન્ઝયુમર માર્કેટમાં ગ્રાહકને હપ્તા પદ્ધતિની સવલત મળતી હોય છે. એક ઝાટકે માલ મળી જાય પછી હપ્ત હતું. પેમેન્ટની સવલત ! શેરબજારમાં રિવર્સ હપ્તા પદ્ધતિ ચાલે છે. હસ્તે હપ્ત કમાવાનું ને પછી એક ઝાટકે ધરી દેવાનું. અહીં દેખાતું જીવન એ વાસ્તવમાં જીવન નથી હોતું, મોતની પ્રતિક્ષા જ હોય છે અને અહીં આવતું મોત એ કેવળ મોત નહીં પણ “કમોત' હોય છે. કોઈનું ભર્યુંભાદર્યું ઘર, કોઈનાં ઘરેણાં, કોઈની આબરૂ તો કોઈનું “સૌભાગ્ય' આ ખપ્પરમાં હોમાય છે. બ્રિટનના પ્રખ્યાત ફિલસૂફ માર્ક ટ્વેને તેજી-મંદીના ખેલ અંગે માર્મિક ટકોર કરી છે : “બે હાલતમાં ક્યારેય સટ્ટો ન કરવો. (૧) સટ્ટો કરવાનું પોસાય તેમ ન હોય ત્યારે. (૨) તમારી પાસે ખૂબ પૈસા હોય ત્યારે.” ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી - અજંપાનું એડ્રેસ સાયકલ પર સવારી કરી રહેલા માણસે તરકીબ અજમાવી. રસ્તે ચાલતી મોટી માલવાહક ટ્રકની સાંકળ પાછળથી તેણે ડાબા હાથમાં પકડી લીધી. ગણતરીની પળોમાં સાયકલ પણ ચીલ ઝડપે દોડવા લાગી. પેડલ માર્યા વગર આગળના કોઈ વાહનને ઓવરટેક કરવાની નેમ સાથે પેલા ટ્રક ડ્રાઇવરે ટ્રકની સ્પીડ વધારી દીધી. આગળવાળી લકઝરી વધુ તેજ ગતિએ દોડવા લાગી. ટ્રકની સ્પીડ ઔર વધી. આ બંનેની ગતિનો સીધો ફાયદો પેલા સાયકલ સવારને થયો. સાયકલ તો જાણે ઊડવા લાગી ! તેમાં અચાનક જ સામેથી જોખમ જણાતા ટ્રક ડ્રાઇવરે એકદમ જ બ્રેક મારી. સાયકલ સવારનું માથું ત્યારે જોરથી ટ્રકની પાછલી કિનાર સાથે અફળાયું અને તેનું કરુણ મોત નીપજ્યું ! આગળવાળાએ બ્રેક મારી પાછળવાળાને ટક્કર લાગી ! સાયકલ સવારની મૃત્યુ પ્રક્રિયાનું પોસ્ટમોર્ટમ કરો તો રિપોર્ટ કંઈક આવો આવશે : (૧) સાયકલ પાસે આકસ્મિક અને રોકી ન શકાય તેવી ગતિ હતી. (૨) બ્રેક આગળથી — —૪૨) Page #52 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી મારવામાં આવી તેનો પાછળવાળાને કોઈ અંદાજ આવ્યો નહોતો. (૩) આમ તો બે મોટાં વાહનો વચ્ચેની સ્પર્ધામાં જ સાયકલવાળાનો મરો થઈ ગયો હતો. પેડલ માર્યા વગર પૂરપાટ પ્રગતિ સાધવાની ઇચ્છાવાળા તમામે આ રિપોર્ટમાંથી ઘણું શીખવા જેવું છે. આપણે ત્યાં “પરસેવાનો પૈસો” કહેવાતો. શ્રમપૂર્વક કમાણી થવાથી આરોગ્ય તો જળવાય જ છે, સાથે આવેલ પૈસાનું મૂલ્ય અને શ્રમનું ગૌરવ પણ સમજાય છે. શેરબજાર બે મોટા નુકસાન કરે છે ? (૧) અર્થવાસનાને ભડકાવી દે છે. (૨) શ્રમ માહાભ્યને ભુલાવી દે છે. - આ બજારમાં આકર્ષિત થવામાં “ભળતી કમાણી” અને બેઠી કમાણીનું તત્ત્વ કામ કરી જાય છે. આ રીતે કમાવા ટેવાયેલા ઘણાની કેફિયત છે કે “હવે અમને બીજું કાંઈ ન ફાવે.” તેમાં મહત્ત્વનું કારણ એ છે કે આવી વ્યક્તિ શ્રમથી ટેવાતી નથી અને ઓછાથી ધરાતી નથી. ધર્મશાસ્ત્રો તો ત્યાગ પ્રધાન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો પૈસાનો પ્રેમ મૂળે જ ખરો નથી ગણાયો, પરંતુ જે રીતે પરસેવો પાડ્યા વગર ટંકશાળ પાડવાની મહેચ્છા લોકોમાં વધી રહી છે તે હકીકત વ્યવહારિક અને સામાજિક દૃષ્ટિએ પણ વિચારણીય બાબત ગણાવી જોઈએ. -- - ૪૩ --- Page #53 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી વિશેષ પ્રયત્ન વગર ક્યારેક કોઈને મોટી કમાણી થઈ જાય એ કદાચ જીવનનું સૌભાગ્ય હોઈ શકે પણ વગર મહેનતે રળી લેવાનું આકર્ષણ ઊભું થઈ જાય એ જીવનનું દુર્ભાગ્ય ગણાય ! ' રૂપિયાનું અવમૂલ્યન એ અર્થતંત્રને સ્પર્શતો મુદ્દો છે પણ શ્રમનું અવમૂલ્યન એ સમગ્ર આરોગ્યતંત્રને સ્પર્શતા મુદ્દો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તારણ મુજબ રોગવૃદ્ધિના મહત્ત્વનાં પાંચ કારણો રજૂ થયાં છે. તેમાં બેઠાડું જીવનશૈલી અને “અતિશય તાણને અનારોગ્યના મહત્ત્વનાં કારણો ગણાવ્યા છે. જીવનશૈલી શ્રમયુક્ત અને સ્ટ્રેસમુક્ત હોવી જોઈએ. આજે આ અંગે શીર્ષાસન થયેલું જોવા મળે છે. શ્રમમુક્ત અને સ્ટ્રેસયુક્ત જીવનશૈલીમાં લોકો પરોવાયા છે. શેરબજારનું વધી રહેલું વળગણ લોકોના જીવનમાંથી શ્રમ દૂર કરવાનું અને તનાવને ગોઠવી દેવાનું બેવડું કામ કરે છે. આમ ડાયાબિટીસથી લઈને ડિપ્રેશન સુધીના નવા રોગોની “માર્કેટ કેપ” વધતી ચાલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉચ્ચારેલી ચેતવણી મુજબ કેવળ ભારતમાં જ આવનારા દાયકામાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા બમણી થઈ જવા સંભવ છે. (વન પ્લસ વન બોનસ !) ૪૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિરમોલોજી બજારની આકસ્મિક અને આક્રમક ઊથલપાથલના કારણે વ્યક્તિની સ્વસ્થતા અને સ્વભાવ ઉપર નકારાત્મક અસર ઊપજે છે. સતત ચિંતા, તાણ, અનિદ્રા, ખાવાની અરુચિથી લઈને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. બ્લડપ્રેશરની તકલીફો અને ડાયાબિટીસ જેવા દર્દોનો વ્યાપ આજે ઝડપભેર વધી રહ્યો છે. આરોગ્યની સાથે વ્યક્તિની આવડત ઉપર પણ અવળી અસર પડે છે. બીજા ધંધાના રસ, ઉત્સાહ અને આવડત જળવાતા નથી, જે ક્યારેક વ્યક્તિને ન ઘરનો, ન ઘાટનો કરી મૂકે છે. ' “ખિસ્સા ભર્યાના સુખ કરતા “જાતે નર્યાનું સુખ આગળની હરોળમાં છે. ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી - જોખમ સાથે જોડાણ ઘણાં વર્ષો પૂર્વે સ્વ. ગુરુદેવ શ્રી વિજય ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજાનો પૂર્વ ભારત તરફનો વિહાર ચાલુ હતો. કાશીની વિખ્યાત યુનિવર્સિટીમાં પંડિતોની સભા સમક્ષ તેઓશ્રીનું પ્રવચન યોજાયું હતું. જૈનદર્શનના કર્મવાદને તેમણે અદૂભુત રીતે પીરસ્યો હતો. “કરે તે ભરે? તે અંગે આખી દુનિયા સંમત થઈ જાય. જૈનદર્શન “વરે તે ભરેમની થિયરીમાં માને છે. પ્રત્યક્ષ હિંસા કરવી એ હિંસા છે. હિંસા સાથે કોઈપણ રીતે (માનસિક પક્ષપાતરૂપે પણ) જોડાયેલા રહેવું તે પણ હિંસા છે. હિંસા કરનારા અને હિંસાને વરનારો બને હિંસક ગણાય છે. આપણે Direct હિંસા ક્યાં કરી છે ?” આવા છેતરામણા સવાલોના ઓઠા હેઠળ ઘણા વિરાટ હિંસાના મસમોટા પાપને છાવરવા મથે છે, જે ભ્રમણા છે. આતંકવાદ ફેલાવવો એ ગુનો છે તો આતંકવાદીને શસ્ત્રો આપવા, નાણાં પૂરા પાડવા, તેને આશ્રય આપવો તે પણ ગુનો બને જ છે. આતંકવાદ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા રહેવું એ આતંક ૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી જ ગણાય છે. હિંસા સાથે કોઈ પણ સ્વરૂપે કનેક્શન ઊભું રહે તે હિંસામાં હિસ્સેદારી જ ગણાય છે. સોસાયટીનો ફ્લૅટ છ મહિનાથી બંધ પડ્યો હોય તો પણ જેના નામે હોય તેણે મેઇન્ટેનન્સ ભરવું જ પડે છે. તે ફ્લૅટમાં લીધેલા કેબલ કનેક્શન્સના ચાર્જ ભરવા જ પડે છે. વીજળી વાપરી ન હોવા છતાં મિનિમમ ચાર્જ ભરવો પડે છે. કારણ કે કનેક્શન્સ ઊભા છે. જે કંપનીના શેર લીધા હોય તે કંપની સાથે એક પ્રકારનું કનેક્શન ઊભું થયું છે. પછી તે કંપનીમાં થતી તમામ હિંસા, આરંભ સમારંભ પ્રવૃતિનું પ્રપોÁલ ડિવિડન્ડ પણ રોકાણકારના ખાતે જમા થાય છે. આ હિંસાને ઘણા Indirect ગણીને તેનો બચાવ કરે છે. વાસ્તવમાં આ હિંસાને indirect કહેવાને બદલે concealed કહેવી જોઈએ. ઘરોના concealed wiringની જેમ... શહેરોની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઈનોની જેમ. જેનાથી અસાતા વગેરે કર્મોનું આદાન સહજ બને તેવા હિંસાપોષક અને હિંસામૂલક ધંધાઓને જૈન પરિભાષા ‘કર્માદાન વ્યવસાય’ની કેટેગરીમાં મૂકે છે. શેરબજારની લિસ્ટેડ હજારો કંપનીઓ આવા કર્માદાન વ્યાપાર રૂપ ગણાય. આ સિવાય ઘણી કંપનીઓ મુખ્યરૂપે કંઈક કરતી હોય અને સાથે પ્રાણીકતલ જેવી ઘાતક પ્રવૃત્તિમાં ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સીધી સંકળાયેલી હોય છે જેની રોકાણકારને ખબર પણ હોતી નથી. એક સાદો દાખલો લઈએ તો થોડાં વર્ષો અગાઉ દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ચાલેલા એક કેસનું જજમેન્ટ આપતા તે વખતના સબ જજ શ્રી સી. કે. ચતુર્વેદીએ ચા બનાવતી પ્રખ્યાત કંપનીના નામ જોગ ઉલ્લેખ કરતા કહ્યું હતું. મેસર્સ બૂકબોન્ડ ઇન્ડિયા લિમિટેડ કંપની ૧૦૦ ટકા નિકાસલક્ષી મોર્ડન મીટપ્લાન્ટ (કતલખાનું) પણ ચલાવે છે. આવા કેટલાક ઉલ્લેખ તેમણે પોતાના જજમેન્ટમાં કર્યા હતા ત્યારે તેમાં રોકાણ કરનારાઓ સફાળા જાગ્યા હતા. આ તો એક દાખલો માત્ર છે. આ રીતે કોઈ જંતુનાશક દવા બનાવતી કંપની હોય છે, કોઈ કંપની માછલા પકડવાની જાળ બનાવતી હોય છે, તો કોઈ મચ્છીમારી સાથે સંકળાયેલી હોય છે. મરીન પ્રોલ્ફન્ટ્સ અને હેચરીઝની આવી કેટલીય કંપનીઓ હશે. વર્ષો પૂર્વે “Bueaty without cruelty' સંસ્થાએ Investor's Guide બહાર પાડી હતી જેમાં આવી પ્રત્યક્ષ ક્રૂર હિંસા સાથે સંલગ્ન કંપનીઓના નામ સામે સ્પેસિફિક માર્કિંગ્સ કર્યા હતા. આવી વિગતો પછીથી બીજી ત્રીજી રીતે અપડેટ થતી રહી છે. જે હિંસા સાથેના જોડાણથી બચવા ઇચ્છનારને કંઈક Page #58 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અંશે માર્ગદર્શન આપતી રહે છે. અલબત્ત, તેમાં કેવળ કતલ જેવી પ્રગટ પ્રવૃત્તિને જ હિંસારૂપે ગણી છે. આ જોડાણ રળિયામણું લાગતું હોય છે, તેની કાર્મિક ઇફેક્ટ બિહામણી હોય છે. કમાણી અને ડૉક્ટરના બિલ, બન્ને વધે એ તંદુરસ્ત જીવન તો નહીં જ ! દુઃખો અને રોગોથી બચવા ઇચ્છતા લોકોએ હિંસક વ્યાપારોથી બચતા રહેવું જોઈએ. બદલાયેલી સાંસ્કૃતિક ધરોહરમાં કદાચ આ વાત ઓછી રુચે એ બની શકે. Prevention is better than cure. 241 ASCELLALLERY ફન્ડામેન્ટલ છે. મેલેરિયાની દવા કરવાને બદલે મચ્છરોથી દૂર રહેવાની વાત જો વૈજ્ઞાનિક છે તો રોગોના ઉપાયો કરવાને બદલે તેના કારણથી બચવાની વાત પણ એટલી જ વાજબી છે. આ બજારમાં જોડાયેલ વ્યક્તિના બે હાનિકારક કનેકશન્સ ઊભા થાય છે. (i) હિંસા સાથે જોડાણ (ii) જોખમ સાથે જોડાણ હિંસા સાથેના સંપર્ક કરતા પણ એક રીતે જોખમ સાથેનો સંપર્ક વધુ હાનિકારક ગણાય. જાપાનમાં લોકો વુડન હાઉસમાં રહેવાનું પ્રિફર કરે છે, કારણ કે ત્યાં ગમે ત્યારે આંચકા આવી શકે છે. શેરબજાર ૪૯. Page #59 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી એ વ્યવસાય જગતનો સુપર સિસ્મિક ઝોન છે. ત્યાં પાકું અને કાયમી નિવાસસ્થાન બનાવતા પહેલા વિચારજો ! વ્યક્તિગત જોખમની સાથે વૈશ્વિક જોખમને પણ વિચારી લઈએ. એક બાજુ વિશ્વનું સમસ્ત બુદ્ધિધન ગંભીરપણે પર્યાવરણીય સુરક્ષા અંગે ચિંતિત છે. સાથે ઔદ્યોગિક સામ્રાજ્યના વિક્રમી વિસ્તરણ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ વોર્મિંગની સાઈરનો સામસામે અથડાય છે. શેરબજારનું રોકાણ પર્યાવરણીય દૃષ્ટિએ પણ સમતુલા અને સલામતીનું પ્રતિપક્ષી ગણાશે. Economic Growthની સાથે Ecological Balance પણ જળવાય તે જરૂરી છે. આખરે આ પૃથ્વી પર રૂપિયાએ નહીં, માણસોએ જીવવાનું છે. સંસ્કારની દૃષ્ટિએ પણ શેરબજાર અને સટ્ટો વ્યક્તિ માટે ઉચિત નથી. ઘણો વર્ગ એમાં જોડાય અને શિષ્ટ ગણાતા લોકો પણ તેમાં સામેલ થાય છતાં આ વ્હાઈટ કોલર ગેમ્બલિંગ છે એ હકીકત છે. કોઈ ગુમાવે તો જ બીજો કમાઈ શકે એવી પદ્ધતિ એ તંદુરસ્ત વ્યવસાયના ફ્રેમવર્કની બહાર છે. અનાજ, કઠોળ અને આખી કોમોડિટી માર્કેટ પર હવે સટ્ટો વધશે. આ અધ:પતન કદાચ એવો દિવસ લાવી મૂકશે જ્યારે પાણી પર પણ સટ્ટો રમાશે. કોઈને આ વાતે હસવું આવે તો હસવાની છૂટ છે. મોંઘવારીના તત્કાલ નુકસાનથી પ૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી લઈને સટ્ટાની અનેક દૂરગામી નુકસાનો પણ છે જે સમાજ માટે ખતરારૂપ છે. સટ્ટાના દૂરગામી નુકસાનો કદાચ સૌથી વધુ સારી રીતે તો સટ્ટોડિયા જ સમજી શકે, સમજાવી શકે. પગ નીચે એક કીડી કચડાઈ જાય ત્યારે જીવ બાળનારા.. બારી બંધ કરતી વખતે કોઈ વાંદો કે ગિરોળી સપડાઈ જતા કકળી ઊઠનારા.... - ઘરની સાફસૂફી વખતે કબાટ પર પંખીએ મૂકેલું ઈંડું ફૂટી જતા આંસુ સારનારી ધગધગતી શ્રદ્ધા ધરાવનારાઓ... અતિ ઘોરકક્ષાના ભઠ્ઠા, અળગણ પાણીથી લઈને સીધા કે આડકતરા... પ્રાણીવધ સાથે સંકળાયેલી કંપનીઓમાં પણ રોકાણ કરી બેસે છે. ત્યારે દયા, કરૂણા અને જયણાના સરનામેથી તત્ત્વજ્ઞાનથી ટપાલો પાછી ફરે છે. એક બાજુ આંગળીમાં ફાંસ વાગી જતા સીસકારો નાંખનારા.. સળગતી બીડીના ઠૂંઠા પર ખુલ્લો પગ પડી જતા ઊછળી પડનારા... આંખ આવી જાય કે સામાન્ય તાવ આવી જાય ત્યારે સહન ન કરી શકનારા દુઃખભીરુ જીવો આવી હિંસા સાથેના પ૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી કનેક્શનના આવનારાં પરિણામો અંગે બેફિકર રહી શકે છે એ આશ્ચર્ય છે. કર્મવાદના cause & effectના equationની ઐસીતૈસી કરવાની હિંમત કરી શકનારા આ કોઈ દુઃખોને સામી છાતીએ ભોગવી જાણે એવા હિંમતવાન હોતા નથી. એક જાણકાર વ્યક્તિના સટ્ટા બાબતે ટંકશાળી શબ્દો હતા : (૧) તેને માનસિક શાંતિ રહેવી કઠિન છે. (૨) પરિવારમાં સંસ્કાર, સંપ અને સ્નેહ જાળવવા અઘરા થઈ પડે. (૩) આબરૂ સામે ગમે ત્યારે જોખમ ઊભું થઈ શકે છે. (૪) પોતાના પરિવારમાં આરોગ્ય સામે ગમે ત્યારે ખતરો ઊભો થઈ શકે છે. ટૂંકમાં, સંતાપનું સાતત્ય મળી રહે તેવાં જોખમો સાથેનો આ ખેલ છે. આ રીતે માણસ, હિંસાથી લઈને અનેક પ્રકારનાં જોખમો સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધી રહ્યો છે. કોઈ ‘માણસ’ આ માણસોને સમજાવશે. ૫૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી - તેજીનું મધુબિન્દુ ટ............ક.! મધનું ટીપું ઝાડ ઉપરથી પડ્યું અને વડવાઈ પકડીને લટકતા માણસના નાક પર થઈને તેની જીભને અડ્યું.. સ્વર્ગીય સ્વાદ માણવા મળ્યો. એક ટીપાના રસ ચટકે દિલ બાગ બાગ થઈ ગયું ! એ રસ ફરી ચાખવાનો લોભ થયો. કૂવાના કાંઠે રહેલા ઘટાદાર એ વૃક્ષની કૂવા ઉપર લટકતી વડવાઈ પકડીને એક માણસ લટકી રહ્યો છે. એ કૂવાની અંદર ચાર અજગરો મોં ફાડીને “આવનારા ખોરાકને ઝીલવા આતુર છે. ઉપર બે ઉંદરડા કામે લાગ્યા છે. જે વડવાઈ પકડીને પેલો લટક્યો છે તેને તીક્ષ્ણ દાંતથી કાપી રહ્યા છે. એક હાથી આખા થડને પોતાની સૂંઢમાં ભેરવીને હલબલાવી રહ્યો છે. આ હલનચલનથી ઉપર રહેલા -- મધપૂડામાંથી માખીઓ ઊડીને પેલાને ડંખી રહી છે. આ બધી તકલીફ વચ્ચે પણ પેલો લટકીને એટલા માટે રહ્યો છે કે મધપૂડામાંથી થોડી વારે બહાર જમા થયેલ એક મધુબિંદુ નીચે ટપક્યું હતું. અને તેનો સ્વાદ માણવા મળ્યો હતો. ફરી પાછું બીજું ટીપું જામે અને ટપકે તેની રાહમાં પેલો હજી લટકેલો છે. ડંખ, પીડા અને જોખમ બધું જ -પ૩) Page #63 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી અકબંધ ! આ બધી તકલીફ વચ્ચે ઉપરથી પસાર થઈ રહેલ કોઈ દેવવિમાનમાંથી તેને કોલ અપાય છે પણ ત્યારે પડનારા ટીપાની લાલચમાં તેને પણ નકારી દે છે ! મધના એક ટીપા જેવા સુખની આશામાં સંસારી જીવોની ભૌતિક આસક્તિનો ગ્રાફ સમજવા માટે જૈનશાસ્ત્રોમાં અપાયેલા મધુબિંદુનું આ પ્રસિદ્ધ ઉદાહરણ, છેલ્લા થોડા સમયથી શેરબજારમાં મૂડીરોકાણ કરીને બેઠેલાઓને જોઈને થોડા અલગ સંદર્ભમાં યાદ આવી જાય છે. અમેરિકન મંદીનો હાથી આખા ઝાડને હલાવી રહ્યો છે. તેની અસર હેઠળ ગગડતા ભાવોની મધમાખીના તીખા ડંખ લટકી પડેલા રોકાણકારને પડી રહ્યા છે. પોતાની બચતની વડવાઈ સતત કપાઈ રહી છે. અનારોગ્ય, ખાધ, અસમાધિ અને આબરૂહીનતાના ચાર અજગરો નીચે મોં ફાડીને રાહ જોઈ રહ્યા છે. આવા અવસરે પેલો રોકાણકાર ફરી તેજીનું એક ટીપું ટપકે તેની રાહમાં આ વડવાઈ પકડી રાખે છે. આવા સાહસ ન કરવાની સલાહ આપનાર દેવદૂતને પણ “એકવાર કવર કરી લઉં... પછી બહાર નીકળી જઈશ” કહીને તે અવગણે છે. આ અવગણના તેને ભારે પડે છે. ફૂલની સુગંધ માણસને ફૂલ તરફ આકર્ષે છે. મીઠાઈની સુગંધ માણસને મીઠાઈ તરફ આકર્ષે છે. સોના-ચાંદીનો ચળકાટ માણસને તેના તરફ આકર્ષે છે. હીરાનો ઝગમગાટ માણસને હિરા તરફ આકર્ષે છે. [પ૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી શેરબજારની આગઝરતી તેજી માણસને એ બજાર તરફ આકર્ષે છે. દરેક વસ્તુના ઇસ્પેસિવ એલિમેન્ટ્સ જુદા જુદા હોય છે. આ બજારની ભડકતી તેજીના રૂપાળા મહોરા પાછળ અણધારી પટકનો અસલી ચહેરો કળાતો નથી. તેજીનો એનેસ્થેસિયા એકવાર જે લે છે તે પોતાના હોંશ ગુમાવી બેસે છે. અને આંખ ખૂલે ત્યાં સુધીમાં મેજર સર્જરી થઈ ગઈ હોય છે... સ્પિનર્સ પોતાના કાંડાની કરામત વડે ક્યારેક એવા ફ્લાઈટેડ દડા નાંખતા હોય છે કે બેટ્સમેન પોતાની ક્રીઝ છોડવા લલચાય. તેજીની ફ્લાઈટ જોઈને ઘણા સ્થિરાસની પણ ચલિત થાય છે અને કેટલાકને પોતાની ભૂલ સમજાય છે. બેઈલ્સ ઊડી ગયા પછી ! જિંદગી એ કોઈ ટુર્વેન્ટી ટ્વેન્ટીની ગેમ નથી કે નાહકના જોખમ ઉઠાવવા પરવડે. માણસ એ રીતે સટ્ટો કરે છે જાણે જીવનભરનું કમાઈ લેવા માટે તેની પાસે ગણતરીના જ દિવસો હોય. પારધિ જાળ નાંખે ત્યારે ઘણા દાણા પણ નાંખે જ. ભોળા કબૂતર તો જ ફસાય ને ! આ દાણાની લ્હાયમાં પાછળ થનારો વધ કે શિકાર દેખાતો નથી, પણ તે હોય છે ખરો. તેજી એ દાણા છે. મંદી એ શિકાર છે. દિપજ્યોતની ઝાકઝમાળ જોઈને પતંગિયું તેમાં ઝંપલાવે છે ને ક્ષણવારમાં જ ચપટીભર રાખમાં ફેરવાઈ જાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ધસમસતા પાણીની નહેર પાસે માત્ર છબછબિયા કરવાના ઇરાદા સાથે ગયેલા ટેણિયાઓ તણાઈ જતા હોય છે. અહીં તેજીના ગાજર પાછળ મંદીની કાતર હોય જ છે. અહીં ગઈકાલ સુધી માર્કેટ ફીવર હોય છે અને પછીના જ દિવસે ફીવર્ડ માર્કેટ હોય છે. આ બજાર જ્યારે માંદી પડે છે ત્યારે કંઈક લોકોને રાતે પાણીએ રોવાનો વખત આવે છે. ભર-બજારે કોઈ ગાલ પર બે તમાચા મારી જાય તો માણસ તેના ઘરે પગ મૂકતો નથી. તેના ઘરનું પાણી પીતો નથી. આ બજારમાં ઊંધા હાથની થપ્પડ જેમણે પણ ખાધી હોય તેમણે પોતાના આત્મસન્માનની ભાવનાનો ટેકો લઈને પણ પોતાની સમાધિ ખાતર હવે આ બજારથી દૂર રહેવું જોઈએ... રાંતોરાત પોતાની આબરૂ સામે પ્રશ્ન ખડો કરી દે તેવા ટ્રેન્ડને કર્યો વિવેકી આદર આપે ? ભરસભામાં દ્રૌપદીના ચીર હરણ કરનાર દુઃશાસન પ્રત્યે પાંડવોનો સોફ્ટ કોર્નર ન જ હોઈ શકે !... પોતાના વ્હાલસોયા બાળકને રમાડવા કોઈના ઘરે મોકલ્યો હોય અને ત્યાંથી તેનું અપહરણ થઈ જાય તો એ ઘરની તપાસ તો થાય જ. અહીં લાખો લોકોની કમાણીની કે બચતની મૂડી ઘડીભરમાં હડપ થઈ ગઈ ત્યારે લોકોએ અસ્થાને વિશ્વાસ મૂકવાથી તો અળગા રહેવું જ જોઈએ. ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ખ્યાલ રહે કે કોઈ ભયગ્રસ્તતા કે આવેશના શબ્દોને અહીં ઉતાર્યા નથી. પોતાની સ્વસ્થતા ગુમાવી બેઠેલા, જીવનની આધારશિલા ચલિત થયાનો અનુભવ કરી ચૂકેલા અને અસ્તિત્વનો જંગ ખેલતા થઈ ગયેલા કેટલાયની દાસ્તાનોને કંઈક વાચા આપવાનો અને તેમને કંઈક દિશા આપવાનો આ પ્રયાસ છે. કેટલાકની કમાણી જોઈને ઘણા લલચાયા છે. હવે ઘણાની ધોબીપછાડ જઈને કેટલાક પણ ચેતી જાય તો ભયો ભયો ! અહીં તો “કો ડર નથી, સમો વા કયા ” પછી Page #67 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી બચત : આવતી કાલનો શ્વાસ કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય છે. કેટલાક લોકો ખાવા માટે જીવતા હોય છે. જીવનમાં સાધ્યકક્ષા અને સાધનકક્ષાની સીટ પર સ્થાપિત થનાર તત્ત્વ બદલાય છે ત્યારે અનેક નવી ગરબડો સર્જાય છે. સંપત્તિ એ ગૃહસ્થજીવનમાં અગત્યનું સાધન છે. આજના સમયે સંપત્તિ એ કદાચ અગ્રિમ સાધન બની ગયું છે છતાં એ સાધનકક્ષાએ રહે, સાધ્યકક્ષામાં ન આવી જાય તે જરૂરી છે. જગત આખા પર આજે પૈસાનું વર્ચસ્વ છે. એથી ય મોટી દુર્ઘટના એ છે કે તે જીવનનું સર્વસ્વ બની ગયો છે. પગરખા પગની સંભાળ માટે હોય છે. તે ગમે તેટલા સુંદર હોય તો પણ તેને ડાઈનિંગ ટેબલ પર ન જ મુકાય. શર્ટના ત્રીજા નંબરના બટનને પહેલા નંબરના ગાજમાં ફિટ કરી દીધા પછી શું થાય ? રૂપિયા ખિસ્સામાં ગોઠવાય એ નાનું જોખમ છે. રૂપિયા મગજમાં ગોઠવાય એ મોટું જોખમ છે. રૂપિયાનું વજન વધે એ મૂડીવાદ નથી. રૂપિયાને મળતા બૌદ્ધિક પીઠબળની માત્રા વધે એ ખરો મૂડીવાદ છે. બીજી ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી રીતે કહીએ તો જ્યારે રૂપિયો સમાજવાદી નથી રહેતો ત્યારે સમાજ મૂડીવાદી બનવા લાગે છે. આજનો સમાજ અર્થકેન્દ્રિત બની ગયો છે. આજના માણસની રૂપિયાની ભૂખ એ ભૂખ મટીને “ભસ્મકના સ્વરૂપમાં પહોંચી ગઈ છે. શેરબજાર અને સટ્ટાખોરી આવા રોગમાં ભૂખ વધારવાનું કામ કરે છે. જીવનમાં ટોચ કરતા તળિયાનું મહત્ત્વ વધુ હોય છે. લોભ પાસે ટોચ છે પણ તળિયું નથી. શાસ્ત્રકાર ભગવંતો ખરા અર્થમાં સુપર સાઇકોલોજિસ્ટ પણ લાગે. તેમનું એક માર્મિક વિધાન છે. ગઈ નહી તહી નદી, નર્દીિ નો પદ્ધ.. જેમ લાભ થતો જાય તેમ લોભ પણ વધતો જાય છે. આ દરેકને અનુભવસિદ્ધ છે. આ દુનિયાના તમામ ખાડાઓ કરતા લોભનો ખાડો ઘણો વિલક્ષણ છે. માટી નાંખતા તમામ ખાડાઓ પુરાય છે, જ્યારે લોભ એક એવી ખાઈ છે જ્યાં માટી નાંખતા તેનું ઊંડાણ વધે છે. વીજમથકોમાં ઉત્પન્ન થતી વીજળી ઘણી હાઈ વોલ્ટેજવાળી હોય છે. એ જ સ્વરૂપે જો તે ઘરોમાં પહોંચે તો ઘરઘરમાં ભડકો થાય. પરંતુ એ જ વિજળી ટ્રાન્ફોર્મરમાંથી પસાર થઈને આવે છે જેથી તે લો-વોલ્ટેજવાળી બને છે. મનમાં ઊભી થતી અર્થલાલસાનું અતલ ઊંડાણ જોતા તેના હાઈવોલ્ટેજનો અંદાજ આવી શકે છે. એ જ સ્વરૂપે તેને પ૯) Page #69 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સાકાર કરવાના પ્રયત્નો જીવનમાં જોખમ વહોરી લાવે છે. ક્યારેક આરોગ્ય સામે, ક્યારેક આબરૂ સામે, તો ક્યારેક અર્થ સામે પણ ! સંતોષ નામના ટ્રાન્ફોર્મરમાંથી આ અર્થલાલસાને પાસ કરાવી દઈને એકવાર તેના વોલ્ટેજ ઘટાડવા રહ્યા. દરેક ઇન્ડસ્ટ્રીમાં પાવરની જરૂર પડતી હોય છે, પરંતુ ત્યાં પાવર સ્ટેબિલાઈઝર રાખવામાં આવે છે, જેથી સંભવિત જોખમને ટાળી શકાય. સંતોષ એ પાવર સ્ટેબિલાઈઝર છે. મુસાફરી દરમ્યાન સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત ન હોય તો પણ અનિવાર્ય છે, તેમ જીવનમાં સંતોષનો સીટ બેલ્ટ બાંધવો અનિવાર્ય છે. ગુજરાતીમાં એક પ્રચલિત પ્રયોગ છે : “ત્રેવડ ત્રીજો ભાઈ ” બચત એ ખરી ત્રેવડ છે. બન્ને ભાઈઓ ક્યારેક ઢીલા પડે ત્યારે બચત કામ લાગે છે. એ ત્રીજો ભાઈ બનીને તેમની વહારે આવે છે. ' પશ્ચિમના દેશો પાસે બચતની કોઈ સંકલ્પના જ નથી. Eam & Enjoyના કલ્ચરમાં તે લોકો જીવે છે. સોમથી શુક્રમાં કમાઈ લ્યો અને વીક એન્ડમાં વાપરી નાંખો ! બચાવેલા પૈસા એ તેમના મતે “ડેડ મની” છે. બચતનો મહિમા નીતિશાસ્ત્રોએ ગાયો છે. બચત એ ક્યારેક આવતીકાલનો શ્વાસ બને છે. શેરબજારના ગુલાબી ચહેરામાં દેશના મોટા ભાગના લોકોની બચતને માર્કેટ કેપમાં ફેરવી નાંખી. લોકોના મનમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સેવિંગ એકાઉન્ટ્સને બદલે ડિમેટ એકાઉન્ટ્સની મહત્તા સ્થપાઈ ગઈ ! કોઈ પુરુષને નુકસાની ગઈ હોય અને તેનું મોઢું પડી ગયું હોય ત્યારે તેની પત્ની ધીમે રહીને એક થેલી તેના હાથમાં મૂકે : “લ્યો ! આ બધું ઘરખર્ચમાંથી બચાવેલું છે. કટોકટીમાં કામ લાગે એ વિચારે જ રાખી મૂકેલું.” અને આ બચત તે પુરુષને ચાલતો કરી દે અને કુટુંબને બેઠું કરી દે. આજે એવી દયનીય પરિસ્થિતિ છે કે પચીસ-ત્રીસ લાખનો ઝટકો ખાઈને ભાઈ ઘરે આવે. પછી તેને ખબર પડે કે ઘરમાંથી બીજી બે-ત્રણ પેટી ઓછી થઈ છે. સ્ત્રીવર્ગ અને ટીનેજર્સ પણ આમાંથી બાકાત રહી શક્યા નથી. ” સંપત્તિ એ ગૃહસ્થ જીવનની તમામ જરૂરિયાતોના પાયામાં હોવાથી તેને પાયાની જરૂરિયાત ગણી શકાય. આ પાયો જ્યારે હચમચે છે ત્યારે તેના ઉપર ઊભેલી આખી માનવ ઇમારત પડી ભાગે છે. બજાર તૂટે છે તે છાપે ચડે છે, પણ તૂટેલા બજાર સાથે બીજું કેટલું બધું તૂટે છે તે ક્યારેય છાપે નથી ચડતું. એટલે જ દેશની ભોળી (!) પ્રજા ફરી સાહસ કરવાનું દુઃસાહસ કરી શકે છે. આ દેશમાં ખેડૂતો કરતા અનેકગણા આત્મહત્યાના કિસ્સાઓ મધ્યમવર્ગીય માણસોના બનતા રહે છે, પરંતુ તેમના દેવા માફીની કોઈ યોજના ક્યારેય આવવાની નથી. માટે સંભાળજો ! ૧૧) Page #71 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી મ મનની મરામત અર્થ એ દરેક મનુષ્ય માટે બાહ્ય પ્રાણ છે. અધ્યવસાય એ દરેક વ્યક્તિ માટે આંતરપ્રાણ છે. અધ્યવસાય એટલે મનના પરિણામ. કોઈ વસ્તુ માટેની “લ્હાય” કે કોઈ વસ્તુ પાછળની “હાય” એ અધ્યાત્મ જગતમાં બહુ મોટો અપરાધ ગણાય છે. કપડાંની અનેક જોડી હોય છે. તેમાંથી એકાદ જોડી બગડે તે પણ ચલાવી લેવાનું નથી. તો પછી એક અને માત્ર એક જ મન મળ્યું હોય તે દુર્ગાનગ્રસ્ત બને તે કઈ રીતે ચલાવી શકાય? જે ક્ષેત્રમાં મિનિટે મિનિટે ભાવોમાં આવતી વધ-ઘટના કારણે મન સતત “લ્હાય” અને “હાયનો શિકાર બન્યા કરતું હોય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તો ઘણું મોટું નુકસાન છે જ. માનસશાસ્ત્રની દૃષ્ટિએ પણ અત્યંત હાનિકારક છે. અહીં કોઈ આંકડાની સ્થિરતા નથી હોતી. કેવલ ઊથલપાથલનું જ સાતત્ય હોય છે. માટે આ વ્યવસાયમાં મનની તંદુરસ્તી સામે બહુ મોટું જોખમ છે. અર્થ, આબરૂ અને આવતીકાલ ! ગૃહસ્થ જીવન સાથે સંકળાયેલી આ ત્રણ એવી નાજુક બાબતો છે, જે માનવીના મનને પળવારમાં ભીંસમાં લઈ લે છે. શેરબજાર આ ત્રણે બાબતે ગમે ત્યારે વિકરાળ પ્રશ્ન ઊભા કરી દેવા સક્ષમ છે. S Page #72 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી માટે અહીં આવનારે આ મોટાં જોખમોને ખિસ્સામાં લઈને ફરવું પડે છે. અરમાન અને અનુભવનું મિશ્રણ કરીને આ બજાર માટે કહેવું હોય તો એમ કહેવાય : An illusionary Heaven for money and a sure hell for mind! ચિત્તપ્રસન્નતા એ જીવનનું ખરું અમૃત છે. તેને ઢોળીને જિંદગીના પ્યાલામાં બીજું કશુંય ભરાય નહીં. આજે પોતાની સ્વસ્થતા નામની પ્રિયતમાને દાવ પર લગાડીને સટ્ટો કરનારા લાખો લોકોને જોતાં મહાભારતનો દ્યૂત પ્રસંગ તાજો થઈ જાય છે. પાંડવો દ્રૌપદીને હારી ગયા એ દુર્ઘટના હતી, પણ દ્રૌપદીને દાવમાં મૂકી દીધી એ તેમની વિવેકશૂન્યતા હતી. કોઈ પૈસાને દાવમાં મૂકે તે સમજી શકાય, પણ પ્રિયતમાને દાવામાં ન મુકાય. શેરબજારમાં સંકળાયેલ વ્યક્તિ પોતાની પ્રસન્નતા નામની પ્રિયતમાને દાવ ઉપર ઉતારે છે. પછી રૂપિયાની લાલચ અને બજારના ક્લચમાંથી એ છૂટી શકતો નથી. છેલ્લાં ચારેક વર્ષમાં પાંચ હજારથી એકવીસ હજારની મજલ સેન્સેક્સે કાપી છે. આ તેજીમાં ઘણાંએ પોતાના બાપીકા ધંધા, નોકરી છોડીને શેરબજારમાં ઝુકાવ્યું. સામાન્ય વેપારીથી લઈને વિદ્યાર્થી સુધી, શ્રીમંત બિલ્ડરથી લઈને નોકરિયાત સુધી, ટીનેજર્સથી લઈને નિવૃત્તીની જિંદગી જીવનારાઓ સુધી, ડૉક્ટરો, શિક્ષકો, વકીલોથી લઈને દૂધવાળા ને પાનના ગલ્લાવાળા સુધી. બધાં જ વર્ષોથી બચાવેલી પોતાની મૂડીને લઈને શેરબજારમાં જવા લલચાયા. ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિરોલોજી તેજીનો ઝગમગાટ જોઈને અગાઉ પણ લોકો આ પ્રવાહમાં ભળતા હતા. હર્ષદ મહેતા વખતની તેજી પછી રાતોરાત ઘણા નરસિંહ મહેતા થઈ ગયેલા. કેતન પારેખ વખતે ફરી પાછા તેજીલા આંકડાની રૂપેરી કોર જોઈને લોકો અંદર ગયા. પછી અચાનક ખ્યાલ આવ્યો કે આ રૂપેરી કોર એટલે સિલ્વર લાઈન ! આ બધા અનુભવો ભુલાઈ ગયા અને છેલ્લાં વર્ષોમાં ફરી ભભૂકેલી તેજીમાં લોકો ધસી ગયા. આ વખતની તેજી પ્રમાણમાં વધુ ભડકતી, અગાઉ કરતાં અનેકગણો વધુ વ્યાપ ધરાવતી હતી. કારણ હવે ગામેગામ અને ગલીએ ગલીએ બોલ્ટ ખૂલી ગયા છે. તેમાં ઠરેલ, અનુભવી, જાણકાર, દિર્ઘદૃષ્ટિવાળા રોકાણકારો જૂજ હશે. મોટાભાગનો વર્ગ ઓછી મૂડીએ માત્ર માર્જિન ભરી મોટા મોટા સટ્ટા કરનારાઓનો છે, જે દિવસો નહીં પણ માત્ર કલાકો કે ગણતરીની મિનિટોમાં જ થોડા રૂપિયાની વધઘટે સોદા સરખા કરીને કમાણીની થ્રિલ અનુભવે છે. ઓછી સૂઝ, નાની મૂડી, તગડી ઇચ્છા ને રોકડું સાહસ ! અને યા...હુ ! આ બજારના પગથિયે પગથિયે પાયમાલ થયેલાના પાળિયા ખાંભી છે. છતાં દીવાની જ્યોતિમાં પતંગિયા પડતા રહે તેમ નવા નવા લોકો અને સમયાંતરે ફરી એના એ જ લોકો પણ આમાં જોડાય છે. એકાદ મોટો ઝટકો આવતા મહિનાઓથી ચહેરા પર રહેલું સ્મિત અચાનક સુકાઈ જાય છે. ખાવું અને સૂવું હરામ થઈ જાય છે, મોટું બતાવવું ભારે થઈ જાય છે. -કોમ Page #74 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી ભળતી તેજીમાં કોઈએ હપ્તા પર ગાડી લઈ લીધી. હવે ગાડીની સાથે ઇજ્જત કાઢવાની હિંમત નથી, અને હપ્તા ભરવાની જોગવાઈ નથી. શું કરવું ? તેજીના વખતમાં છૂટા હાથે ખર્ચ કરવાની પડી ગયેલી ટેવ છૂટતી નથી અને પરવડે એમ પણ નથી. શું કરવું? ઘર વેચીને એકવાર અંદર ઝંપલાવી દેનારા પણ છે. છ મહિનામાં બે નવા ઘર લઈ શકવાની ગણતરીએ ગયેલા આવા કેંકને બે ઘર તો ન મળ્યા પણ તે બેઘર થઈ ગયા ! શું કરવું? બજારના ઐતિહાસિક ઝટકાએ કંઈકને લટકાવી દીધા. બજારના ઇતિહાસના સર્વકાલીન દસ મોટા ઝટકામાંથી છ ઝટકા છેલ્લા દોઢ મહિનામાં આવ્યા છે. આપણી ગુજરાતી કહેવત છે : “રાઈના ભાવ રાતે ગયા.” કદાચ આવતી પેઢી એમ બોલશે : “રિલાયન્સના ભાવ રાતે ગયા !' “બિહાર રાજ્યમાં ૧૯૫૮માં લેન્ડ રિફોર્મ્સ એકટ આવ્યો અને રાતોરાત જમીનદારો જમીન ઉપર આવી ગયેલા. બિલકુલ આવો જ સિનારિયો જોવા મળ્યો. એક જ ઝાટકે લાખો લોકો રાતોરાત જમીન પર આવી ગયા. એક માર્મિક એસ.એમ.એસ. ત્યારે બહુ ફરતો થયેલો. “સારે ઝમી પર !” હવેલી લેવા જતાં ઘણા આખું ગુજરાત ખોઈ બેઠા છે. આવા સમયે માત્ર મૂડી નથી તૂટતી. હામ, હિંમત અને હોંશ બધું જ એક સાથે નંદવાય છે. અત્યંત નાજુક એવી પ્રસન્નતાનું રીતસર આવી બને છે. વિકસ્વર ભાવિ અચાનક વિકરાળ લાગે છે. ૫. Page #75 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી તૂટેલાં હાડકાંને ફરી સંધાતા ખાસ્સો સમય લાગતો હોય છે. ઈજા ભારે હોય તો કાયમી ડિફેક્ટ પણ રહી જતી હોય છે. દર વખતના આંચકા કરતાં આ આંચકાની તીવ્રતા વધુ હતી. અને સમયગાળો પણ લાંબો રહ્યો. આવા પ્રસંગને હકારાત્મક રીતે લેતાં આવડે તો તે “આઈ ઓપનર બની શકે છે. નાપાસ થવું એ દુર્ઘટના નથી. નાસીપાસ થવું એ દુર્ઘટના છે. વનવાસ પૂર્ણ કર્યા બાદ રામચંદ્રજીએ સમગ્ર ઘંટનાને ખૂબ પોઝીટીવ રીતે લેતાં કહ્યું હતું : “આ વનવાસ આવ્યો તો લક્ષ્મણનો ભાતૃભાવ, ભરતની ખાનદાની, હનુમાનની ભક્તિ, સીતાનું સત્... અને મારું બૈર્ય. બધું કેવું અને કેટલું છે તે પિછાણી શકાયું. કેટલું બધું શીખવા મળ્યું. આ વનવાસ દરમ્યાન ! થઈ ગયેલી નુકસાનીને આ રીતે હકારાત્મક અભિગમથી લેતાં આવડે તો માણસને આવા પ્રસંગે ઘણું શીખવા મળે છે. સંતોષનો મહિમા સમજાય છે. દુસાહસના દુષ્પરિણામોનાં પારખાં થાય છે: ભાગ્યદશા અને આ બજારની ચંચળતાનો ખ્યાલ આવે સટ્ટાકીય પ્રવૃત્તિના અંજામ અનુભવાય છે. વહેલું નુકસાન ન થયું હોત તો હજી વધારે આગળ વધીને વધુ મોટા નુકસાનમાં પટકાયા હોત ! મનને માર ન પડે એ કદાચ આપણા હાથની વાત નથી, પણ મનની મરામત કરી લેવી તે આપણા હાથની વાત છે. (૬૬) Page #76 -------------------------------------------------------------------------- ________________ શેરબજારની સિસ્મોલોજી સ્વરાજના લડવૈયાના જીવનની એક ઘટના તાજી થાય છે. એ વખત હતો જ્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળેલો. સ્મશાનોમાં લાશોના ખડકલા થતા હતા. હજી એકને વળાવીને આવે ત્યાં માણસને બીજીવાર જવાનું ઊભું હોય એવી સ્થિતિ હતી. લોકમાન્ય તિલકનો દીકરો આ સપાટામાં ઝડપાયો. સાંજ સુધીમાં જ ખેલ ખતમ થઈ ગયો. ગંભીર અને સ્વસ્થ ચહેરે દીકરાને વળાવી આવેલા તિલકને તે વખતે કોઈકે પૂછેલું : “આ વખતે તમે કેવી લાગણી અનુભવો છો ?” ઝિંદાદિલી માટે જાણીતા તિલકે જવાબ આપ્યો : “નગરમાં હોળી ઉજવવાની હોય ત્યારે ઘરે-ઘરેથી છાણાં-લાકડાં એકઠાં કરાય છે. પ્લેગની હોળીમાં મારે પણ એક છાણું આપવાનું આવ્યું ! આપી દીધું ! આખા નગરનો પ્રસંગ હતો ને !” જે નાના માણસોએ મોટા ઝટકા ખાધા હશે તેમને માટે આ શબ્દો ઊંચો આદર્શ પૂરો પાડે છે. આખા દેશમાં હોળી ઊજવાઈ. દરેકે છાણાં-લાકડાં આપવાના હતાં. બસ, આપી દીધાં! તિલકે સ્વરાજને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણાવ્યો હતો, સ્વસ્થતા એ તો સહનો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકારને જાળવી રાખવામાં સહુને સફળતા મળે ! સહુની સબુદ્ધિ વિસ્તાર પામે ! સહ સંતોષવૃત્તિના વૈભવને પામે ! સહુની પ્રસન્નતા અખંડ સૌભાગ્યવતી રહે ! Page #77 -------------------------------------------------------------------------- ________________ બોધ પતિ દક્ષનો પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિવલ્લભ સૂરિ મ. સા. લિખિત પુસ્તકો • નિસર્ગનું મહાસંગીત ♦ ઢોળાયેલો આનંદ પળોનું સૌંદર્ય • બુડ્ઝ બુ ચંડકોસિઆ ♦ શબ્દોનું સૌંદર્ય હૃદયકંપ • ક્ષણોનું સ્મિત • મનનો મહોત્સવ • સમાધિની સીડી ♦ મનને મહેકતું રાખો • કૃતજ્ઞતાની કેડી ગૌતમગીતા ♦ ઊર્મિનો ઉત્સવ અંતરનું ઐશ્વર્ય . • ગૌતમગોષ્ટિ • ગૌતમગાથા ભવ્યભાષા માતૃભાષા પંન્યાસ પૂ. ઉદયવલ્લભવિજય મ.સા. લિખિત પુસ્તકો • સુખનું સરનામું શત્રુંજય સત્કાર • શિક્ષણની સોનોગ્રાફી ♦ શૅરબજારની સિસ્મોલૉજી ♦ મનનો મેડિક્લેઇમ • અરિહંત ડોટકોમ ઘરશાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ SEISMOGRA 1 (0280 & 1 & 3 [321 3 20 119 % 40 100-200 in | Time minute ધરતીકંપ થાય છે ત્યારે કેટલાક મરી જાય છે, કેટલાક આવી જાય છે, કેટલાક કાટમાળ નીચે કણસે છે, બજારકંપ થાય છે ત્યારે કોઈ મરતું નથી , કોઈ જીવતું નથી, બધા કણસે છે. SENSEX GRAPH Ang Sap Det Now