________________
શેરબજારની સિસ્મોલોજી
જ ગણાય છે. હિંસા સાથે કોઈ પણ સ્વરૂપે કનેક્શન ઊભું રહે તે હિંસામાં હિસ્સેદારી જ ગણાય છે.
સોસાયટીનો ફ્લૅટ છ મહિનાથી બંધ પડ્યો હોય તો પણ જેના નામે હોય તેણે મેઇન્ટેનન્સ ભરવું જ પડે છે. તે ફ્લૅટમાં લીધેલા કેબલ કનેક્શન્સના ચાર્જ ભરવા જ પડે છે. વીજળી વાપરી ન હોવા છતાં મિનિમમ ચાર્જ ભરવો પડે છે. કારણ કે કનેક્શન્સ ઊભા છે.
જે કંપનીના શેર લીધા હોય તે કંપની સાથે એક પ્રકારનું કનેક્શન ઊભું થયું છે. પછી તે કંપનીમાં થતી તમામ હિંસા, આરંભ સમારંભ પ્રવૃતિનું પ્રપોÁલ ડિવિડન્ડ પણ રોકાણકારના ખાતે જમા થાય છે.
આ હિંસાને ઘણા Indirect ગણીને તેનો બચાવ કરે છે. વાસ્તવમાં આ હિંસાને indirect કહેવાને બદલે concealed કહેવી જોઈએ. ઘરોના concealed wiringની જેમ... શહેરોની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઈનોની જેમ.
જેનાથી અસાતા વગેરે કર્મોનું આદાન સહજ બને તેવા હિંસાપોષક અને હિંસામૂલક ધંધાઓને જૈન પરિભાષા ‘કર્માદાન વ્યવસાય’ની કેટેગરીમાં મૂકે છે.
શેરબજારની લિસ્ટેડ હજારો કંપનીઓ આવા કર્માદાન વ્યાપાર રૂપ ગણાય. આ સિવાય ઘણી કંપનીઓ મુખ્યરૂપે કંઈક કરતી હોય અને સાથે પ્રાણીકતલ જેવી ઘાતક પ્રવૃત્તિમાં
૪૭