________________
શેરબજારની સિસ્મોલોજી
શેરબજારથી સમજદર્શન
પૂજ્ય ગણિવર્ય શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.થી તેમનાં ‘ઘરશાળા’, ‘શિક્ષણની સોનોગ્રાફી' જેવાં પુસ્તકોથી ગુજરાતી વાચક સુપેરે પરિચિત છે. લેખનથી ય વિશેષ તેઓ તેમના પ્રવચનોથી જાણીતા છે. તેમનાં પુસ્તકો અને પ્રવચનોમાં તેઓ જૈનદર્શનની સાથે રોજબરોજના જીવનને વણી લે છે. વક્તા તરીકે તેમની વાણીમાં જોશ છે.. તેવું જ જોશ લેખક તરીકેની તેમના અભિવ્યક્તિમાં છે. આથી જ તો જિવાતા જીવનની સાવ સામાન્ય લાગતી વાતો તેમના પુસ્તકમાં એવી રીતે આવે છે કે પછી લેખકે કંઈ કહેવાનું રહેતું નથી.
રોજબરોજની વાતો તેમના લખાણમાં એટલી પ્રચૂર માત્રામાં આવે છે કે જે ક્યારેક એમ થાય કે મુનિશ્રી આપણા કરતાંય આપણી વચ્ચે વિશેષ જીવે છે. સાધુનો વેષ પહેરી સમાજથી અળગા થઈ જવાને બદલે સમાજના સંવેદનોનો અનુભવ કરી ઉપાય સૂચવતા રહી. લોકશિક્ષકની ભૂમિકા ભજવતા રહેવાનો આવા જૈન મુનિઓનો અભિગમ દરેક સંતજને અપનાવવા જેવો છે.
તાજેતરમાં શેરબજારમાં જે ઊથલપાથલો થઈ તેણે મધ્યમ વર્ગને સવિશેષ અસર કરી છે. પૂ. ગણિવર્ય શ્રી
३