________________
શેરબજારની સિસ્મોલોજી
. બજારકંપ
ઈસવી સન ૨૦૦૧ ૨૬મી જાન્યુઆરી શુક્રવાર સવારે ૮.૩૦ આસપાસનો સમય
કચ્છ-ગુજરાતમાં આવેલા ધરતીકંપના આંચકાએ હજારોના જીવ લીધા, લાખોનાં ઘર અને ઘરવખરી છીનવી લીધાં. વરસોનાં ઊભેલાં મજબૂત રહેણાંકો ગણતરીની ક્ષણોમાં જ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયાં. કેટલાક દટાયા... કેટલાક દબાયા.. કોઈએ હાથ-પગ ગુમાવ્યા. કોઈએ આંખની કીકી શા ભૂલકા ગુમાવ્યા. કોઈના ઘડપણની લાકડી છીનવાઈ ગઈ. કોઈના કપાળનું સિંદૂર ભૂંસાઈ ગયું. કંઈકને આશ્રય આપનારા તે દિવસે રસ્તા પર આવી ગયા. કિંઈકના પેટની આગ ઠારનારા તે દિવસે ક્યાંક લાઇનમાં ઊભા હતા.
છ” ને “હતુંમાં ફેરવાતા માત્ર ત્રીસ સેકન્ડ લાગી.
( ૧ )