________________
શેરબજારની સિસ્મોલોજી
એ વ્યવસાય જગતનો સુપર સિસ્મિક ઝોન છે. ત્યાં પાકું અને કાયમી નિવાસસ્થાન બનાવતા પહેલા વિચારજો !
વ્યક્તિગત જોખમની સાથે વૈશ્વિક જોખમને પણ વિચારી લઈએ. એક બાજુ વિશ્વનું સમસ્ત બુદ્ધિધન ગંભીરપણે પર્યાવરણીય સુરક્ષા અંગે ચિંતિત છે. સાથે ઔદ્યોગિક સામ્રાજ્યના વિક્રમી વિસ્તરણ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ વોર્મિંગની સાઈરનો સામસામે અથડાય છે. શેરબજારનું રોકાણ પર્યાવરણીય દૃષ્ટિએ પણ સમતુલા અને સલામતીનું પ્રતિપક્ષી ગણાશે. Economic Growthની સાથે Ecological Balance પણ જળવાય તે જરૂરી છે. આખરે આ પૃથ્વી પર રૂપિયાએ નહીં, માણસોએ જીવવાનું છે.
સંસ્કારની દૃષ્ટિએ પણ શેરબજાર અને સટ્ટો વ્યક્તિ માટે ઉચિત નથી. ઘણો વર્ગ એમાં જોડાય અને શિષ્ટ ગણાતા લોકો પણ તેમાં સામેલ થાય છતાં આ વ્હાઈટ કોલર ગેમ્બલિંગ છે એ હકીકત છે. કોઈ ગુમાવે તો જ બીજો કમાઈ શકે એવી પદ્ધતિ એ તંદુરસ્ત વ્યવસાયના ફ્રેમવર્કની બહાર છે.
અનાજ, કઠોળ અને આખી કોમોડિટી માર્કેટ પર હવે સટ્ટો વધશે. આ અધ:પતન કદાચ એવો દિવસ લાવી મૂકશે જ્યારે પાણી પર પણ સટ્ટો રમાશે. કોઈને આ વાતે હસવું આવે તો હસવાની છૂટ છે. મોંઘવારીના તત્કાલ નુકસાનથી
પ૦